ઉપલેટામાં કોરોનાને કાબુમાં લેવા હજુ 15 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જરૂરી: ભરત રાણપરીયા

0
35

આરોગ્ય વિભાગના મતે કોરોના ચેઈન તોડવા 20 દિવસ લોકડાઉન અનિવાય 

શહેરમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાને કારણે અનેક પરિવારે તેમના સ્વજન ગુમાવતા સમગ્ર શહેર તાલુકામાં ભારે શોકનું મોજુ ફેલાયું છે. ત્યારે આ કોરોના કાબુમાં લેવા હજુ 15 દિવસનું સંપૂર્ણ લોકડાઉન અનિવાર્ય હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરત રાણપરીયાએ જણાવેલ છે.

શહેર અને ગ્રામ્ય વિસ્તાર છેલ્લા ચાર દિવસ થયા સંપૂર્ણ લોક ડાઉન કરવામાં આવતા અગાઉ કોરોનાના કેસ કરતા 15 ટકા જેવો સુધારો આવ્યો છે. જો કોરોનાને મહદ અંશે કાબુમાં લેવો હોયતો હજુ આગામી 15 દિવસનું સંપૂર્ણ લોક ડાઉન કરવું જોઈએ આ અંગે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરત રાણપરીયાએ જણાવેલ કે શહેર તાલુકામં ચાર દિવસના લોક ડાઉનને કારણે આરોગ્ય વિભાગના મતે 15% જેવો ફાયદો જોવા મળ્યો છે.પણ ઉચ્ચ ડોકટરો અને આરોગ્ય વિભાગના અભિપ્રરાયો પ્રમાણે જે ચાર દિવસનું સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવેલ હતુ આ લોકડાઉન ફાયદો મેળવવો હોયતો હજુ વધુ 15 દિવસનું સંપૂર્ણ લોકડાઉન અનિવાર્ય છે. છેલ્લા ચાર દિવસમાં વેપારીઓ લોકોએજે સાથ સહકાર આપેલ તેવો સાથ અને સહકાર હજુ 15 દિવસ માટે આપવામાં આવે તો આપણું શહેર તાલુકામાં કોરોના કેસ ઉપર મહદ અંશે આપણે કંટ્રોલ કરીએ.

શહેર તાલુકામાં ચાર દિવસનાં લોક ડાઉનના સમાચારો વાચી આપણા વિસ્તારમાં રાજકોટ, અમદાવાદ, સુરત, બોમ્બે અને દિલ્હીમાં ઉચ્ચ હોસ્પિટલમાં સેવા આપીરહેલા ડોકટરોના અભિપ્રાય મુજબ કોરોનાનો અંત માંડવામાં ઓછામા ઓછુ 20 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જરૂરી છે. ઘણા ડોકટરો સાથે વાત થઈ તે મુજબ જે ચાર દિવસનું લોકડાઉન કરેલ તેમાં વધુ ફાયદો મેળવવો હોય તો હજુ 15 દિવસનું સંપૂર્ણ લોક ડાઉન કરવામાં આવે તો આ લોક ડાઉનનો ફાયદો અને કોરોના કેસનું સંક્રમણ એકમાસ પછી અટકાવી શકાય વધુમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરત રાણપરીયાએ જણાવેલ કે જેમ ચાર દિવસ સંપૂર્ણ લોકડાઉન કરવામાં નગરપાલીકાના પ્રમુખ મયુરભાઈ સુવા ચેમ્બરના પ્રમુખ વિનુભાઈ ઘેરવડા વિવિધ સામાજીક રાજકીય સંસ્થાઓ દ્વારા સહકાર આપવામાં આવેલ. તે આપણા શહેર માટે ગૌરવની વાત છે.ત્યારે હજુ આગામી 15 દિવસ માટે ચેમ્બરના આગેવાનો તથા નગરપાલીકા દ્વારા મહેનત કરી આ લોકડાઉન 15 દિવસ માટે સંપૂર્ણ લંબાવી દેવામાં આવે તો આવનારા 30 દિવસ પછી આપણા શહેર તેમજ લોકોને મોટો ફાયદો જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here