લીંબડી નજીક રેલવે બ્રિજ પાસે ગેસનું ટેન્કર પલટી માર્યુ

સુરેન્દ્રનગર જિલ્લામાં લીમડી અમદાવાદ હાઈવે ઉપર દિન-પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધવા લાગી છે ત્યારે લીમડી રાજકોટ હાઇવે ઉપર રેલવે બ્રિજ પાસે ગેસ નું ટેન્કર પલટી ખાઈ જતા આજુબાજુથી પસાર થતા વાહનચાલકોને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો હતો

આ અંગે જાણકારી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગેસના ટેન્કર પલટી ખાઈ ગયું હતું જેને હટાવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જ્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ત્યારે આ પલટી ખાઈ લીધું ટેન્કર જેમાં ગેસ ભરેલું ન હોવાનું જોવા મળતા હાશકારો અનુભવ્યો હતો

જ્યારે રોડ રસ્તા ઉપર ટેન્કર પલટી ખાઇ જતા એક કલાક સુધી રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે લોક થઈ ગયો હતો જ્યારે મહામુસીબતે આ ટેન્કરને હટાવી અને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત્ કરવામાં આવ્યો છે તે વાળમાં જાણવા મળી રહ્યું છે