બામણબોરમાં તરુણી પર પાલક પિતા અને કારખાનેદારે ગુજાર્યો બળાત્કાર

  • સગીરાને દતક લઈ અવાર નવાર હવસનો શિકાર બનાવ્યો : મહિલા સહિત ત્રણ સામે નોંધાતો ગુનો
  • બનાવની પાલક માતાને જાણ થતાં તેને કોઈ ને કહીશ તો જાનથી મારી નાખવાની આપી ધમકી

નવાગામમાં આવેલા બામણબોર ખાતે આવેલા આકાશ પોલીમર્સ નામના કારખાનાની ઓરડી અને ઓફિસમાં 11 વર્ષની તરૂણી પર કારખાનેદાર અને પાલક પિતાએ અવાર નવાર હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ એરપોર્ટ પોલીસમાં થતા પોલીસે મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધાતા સનસનાટી મચી ગઇ છે. મહિલા પોલીસ દ્વારા પાલક પિતાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ બનાવમાં પોલીસે ભોગ બનનાર 11 વર્ષની બાળાના અસલી માતા કે જે ગીર પંથકમાં રહે છે તેની ફરિયાદ પરથી નવાગામ બામણબોરમાં આવેલા આકાશ પોલીસમર્સ નામના કારખાનામાં કામ કરતાં અને ત્યાંની ઓરડીમાં જ રહેતાં ફુવા અને પાલક પિતા અલી અલ્લારખાભાઇ સમેજા (સંધી) અને તેન પત્નિ આશુ અલી સમેજા તથા આકાશ પોલીસર્મ કારખાનાના માલિક કૌશિક લોહાણા વિરૂધ્ધ આઇપીસી 376 (બી), 354 (ક), 506 (2) અને પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે

.પોલીસ ફરિયાદમાં ભોગ બનનારની માતાએ જણાવ્યું હતું કે,કે,હું ચિત્રાવડ રહું છું.મારી દીકરી એક મહિનાની હતી ત્યારે અમારે સંબંધી અલીભાઇ અને તેની પત્ની આશુબેનએ મારી દીકરીને દત્તક લીધી હતી.બાદ થોડા સમય બાદ આશુંને પુત્રની પ્રાપ્તિ થઈ હતી ત્યારબાદ ઘણા સમય બાદ તેઓ રાજકોટના નવાગામ આણંદપરમાં આવેલા આકાશ પોલીમર્શ નામના કૌશિકભાઈના કારખાનાની ઓરડીમાં રહેતા હતા.

મારી 11 વર્ષની દીકરી પણ ત્યાં તેઓની સાથે રહેતી ત્યારે આ અલીભાઈ અને કારખાનેદાર કૌશિકભાઈએ મારી દીકરીને શરીરે અડપલાં કરી અવારનવાર શરીર સબંધ બાંધ્યો હતો તેમજ અલીભાઈની પત્નીને આ વાતની જાણ થતાંઆશુએ તે કોઈને આ વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા સગીરાએ ગભરાઈને અમોને બનાવની જાણ કરી હતી.

આ સમગ્ર ઘટનામાં એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.આ બનાવ અંગે ત્રણેય આરોપીની શોધખોળ આદરી છે.જ્યારે બનાવની તપાસ મહિલા પોલીસ મથકને સોંપવામાં આવતા પીઆઇ કે.જે.મકવાણા સહિતના સ્ટાફે કાર્યવાહી આદરી છે. પાલક પિતાએ કારખાનેદાર સાથે મળી સગીરા પર બળાત્કાર ગુજાર્યાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે.જ્યારે પાલક પિતાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

આરોપી ફઈ – ફુવાએ તરુણી એક મહિનાની હતી ત્યારે દતક લીધી  હતી

માસુમ બાળકી ઉપર દુષ્કર્મ આચારનાર પાલક પિતા ફુવા અલી અને તેની પત્ની આશુને સંતાન ના હોવાથી તેને તરુડી એક મહિનાની હતી ત્યારે તેને દતક લીધી હતી બાદ તેના પર નરાધમ પાલક પિતાએ નજર બગાડી તેના પર અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું.