Abtak Media Google News

વર્ષો સુધી કવિતા લખનાર ‘દાદા’ કવિ કલાપી સાથે કૌટુંબીક સંબંધ ધરાવતા હતા

ગરિમાપૂર્ણ રાજા, ઉમદા વ્યક્તિ, ખરા લોકનેતા, મનોહરસિંહજી જાડેજા એક અનન્ય વ્યક્તિત્વ વારસામાં તો મળ્યું હતું એમને રાજપાટ પરંતુ એ સદાય લોકોના થઈને રહ્યાં.2 105 રાજકોટ રાજપરિવારના સદસ્ય રાજકોટના ઠાકોર સાહેબ, નાણામંત્રી, આરોગ્યમંત્રી કે કોંગ્રેસ પક્ષના વિદ્વાન અને લડાયક નેતા આ બધા વિશેષણો કરતાં પણ એમને દાદા કહેવામાં લોકોને જે આનંદ થતો એ અલાયદો હતો. એક વિશિષ્ટ વ્યક્તિત્વને આપણી વચ્ચેથી વિદાય લીધી છે, દાદા યાદોની વણઝાર આપણા માટે મુકી ગયા છે.3 77મનોહરસિંહજી જાડેજાનો જન્મ તા.૧૮-૧૧-૧૯૩૫ના રોજ પ્રધ્યુમનસિંહજી લાખાજીરાજ જાડેજાને ત્યાં થયો હતો. દાદા લાખાજીરાજ બાપુના લોકશાહીના મુલ્યોના ગુણ મનોહરસિંહજીમાં પણ ઉતર્યા હતા. રાજકોટની રાજકુમાર કોલેજમાં એમણે શિક્ષણ લીધું હતું અને પછી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.4 59 ઈંગ્લીશ સાહિત્યનો અભ્યાસ અને રાજકુમાર કોલેજનું વાતાવરણ એમના પશ્ચીમી સાહિત્યની રૂચીમાં નિમિત બન્યા હતા તો પરિવારમાં વડવા મેરામણજી ત્રીજાએ લખેલા પ્રવિણ સાગર ગ્રંથ અને અન્ય સાહિત્યનો અભ્યાસ કવિ કલાપી સાથેનો પણ કૌટુંબિક સંબંધ એ બધુ એમને ગુજરાતી સાહિત્ય તરફ ખેંચી ગયું.5 37દાદાએ વર્ષો સુધી કવિતાઓ લખી પરંતુ પહેલો કાવ્યસંગ્રહ કલ્પના વાટેનું પ્રકાશન ૧૯૯૭માં થયું ત્યારબાદ અનુરાગ, અનુગ્રહ કાવ્યસંગ્રહ પણ એમણે આપ્યા અને ગયાં વર્ષો રહ્યાં વષો નામે એમણે જીવન સંભરણાનો ગ્રંથ આપીને કદ્ય અને પદ્ય બંન્નેમાં પોતાની હથોટી પુરવાર કરી હતી.6 32રાજકીય જીવન એમનું અનેક લોકો માટે પ્રેરણારૂપ રહ્યું છે. વિધાનસભામાં કોઈ પ્રશ્ન કરે કે ચર્ચા કરે તો પ્રધાન સ્પીકર બધાનું ધ્યાન ખેંચે બેસ્ટ પાર્લામેન્ટરીયન તરીકે એમની નામના વર્ષો સુધી રહી. સ્વતંત્ર પક્ષના નિશાન પર અપક્ષ લડીને રાજકીય કારકિર્દી શરૂ કરીને કોંગ્રેસમાં જોડાયા હતા. ૧૯૬૨, ૧૯૬૭, ૧૯૭૨, ૧૯૮૦ અને ૧૯૯૮ તથા ૧૯૯૦માં ધારાસભ્યમાં ચૂંટાયા હતા.9 17રાજકારણમાં આવ્યા પહેલા મનોહરસિંહજી એક નિવડેલા ક્રિકેટર પણ હતા અને રણજી ટ્રોફી પણ રમ્યાં હતા. તો ટેનિકસ પણ એમના રસનો વિષયો હતો. અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ, રજૂઆતની શૈલી, કાર્યકરોને સંબોધવાની શૈલી અને લોકોના પ્રશ્ને લડત આપવાની વિશિષ્ટ દ્રષ્ટિ એમના વ્યક્તિત્વને અત્યંત બળવતર પાસાં રહ્યાં છે.7 33

રાજકોટ રાજપરિવાર લોકશાહીના મુલ્યો, લોકલક્ષી અભિગમ માટે આજે ય જાણીતો છે એમાં મનોહરસિંહજી જાડેજાનું વલણ સ્વભાવ મહત્વનો હિસ્સો ધરાવે છે.8 19

આગામી દશકાઓ સુધી દાદાજેવું વ્યકિતત્વ જોવા નહીં મળે: અશોક ડાંગર1 135અશોક ડાંગરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ કે એક એવું વિરલ વ્યકિતત્વ કે જેનું આ દુનિયામાં કોઈ જોડો ન મળી શકે. તેમના જાહેર જીવનમાં તેઓ ખાસ વાત કરે છે કે રાજકારણનો કકકો તેમના પિતા પાસેથી શિખ્યા છે. અને રાજકારણની બારક્ષળી દાદાબાપુ પાસેથી શિખ્યા છે. અને એક એવું જાહેર જીવનનું વ્યકિતત્વ કે તેઓ આજની તારીખે પણ એવું માને છે કે આવતા દશકાઓ સુધી આવુ વ્યકિતત્વ જોવા નહિ મળે. અંગત સંસ્મરણો વિશે જણાવ્યું કે તેઓ છેલ્લા ૩૫ વર્ષોથી તેમની સાથે રહેલા છે.

મનોહરસિંહજીના હૈયામાં રાજકોટનું કલ્યાણ વસ્યું હતુ: જયોતિન્દ્ર મામા2 106જયોતિન્દ્ર મામા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજકોટનું કલ્યાણ જેમના હૈયે હતુ તેવા રાજવી પરિવારના મનોહરસિંહજી આજે આપણી સમક્ષ હાજર નથી તેનું સમગ્ર રાજકોટને દુ:ખ છે. રાજકોટ જેને વસાવ્યું રાજકોટની જેણે સ્થાપના કરી એમનું આજે અવસાન થયું છે. રાજકોટ રાજપરિવારના મોભીનું દુ:ખદ અવસાન થવાથી રાજકીય જીવન અને ક્ષત્રીય સમાજમાં એક મોટી ખોટ પડી છે. તેમના પરિવારને ભગવાન આ આઘાત સહન કરવાની શકિત આપે તેવી પ્રભુને પ્રાર્થના.

તેઓ નાનામાં નાના માણસને પણ આપ કહીને બોલાવતા: કુંડારીયા3 78મોહનભાઈ કુંડારીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજકોટના યુવરાજ અને રાજકોટ રાજપરિવારના મોભી એવા સ્વગસ્ય દાદાના નામથી ઓળખાતા હતા જે ખરા અર્થમાં લોકોના હામી હતા રાજકારણમાં હંમેશા તેમની કારકીર્દી ઉજવળ રહી છે રાજકારણની અંદર કોઈ પણ દિવસ તેમના મુખેથી ‘તું’ શબ્દ નિકળ્યો નથી નાનામાં નાના માણસને પણ આપ કહીને બોલાવતા તમામ લોકોના દુ:ખ સાંભળવા હંમેશા તેમણે પ્રયત્નો કર્યા છે. તેમના દિવગત આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી.

દાદાનો પ્રેમ અને હૂંફ કયારેય નહીં ભૂલાય: મહેશ રાજપુત4 60મહેશ રાજપુતે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આજનો દિવસ રાજકોટ માટે અતિ દુ:ખમય છે. જે કોઈ પોલીટીશ્યન છે. તેમણે દાદા પાસેથી જ દિક્ષા લીધી છે. દાદાનો પ્રેમ અને હુંફ કયારેય પણ ભલી નહિ શકાય અને એમની ચીર વિદાયથી અતી દુ:ખ અનુભવાય છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. તેમના આશિર્વાદ હંમેશા વરસતા રહે તેવી પણ પ્રાર્થના. તેમની ઉંમર જયારે એકવીસ વર્ષની હતી ત્યારે દાદાએ તેમને રાજકારણમાં પ્રવેશ કરાવ્યો અને આજે તેઓ જે છે એ દાદાના આશિર્વાદથી જ છે.

રાજકોટે રતન ગુમાવ્યું: નલીન વસા5 38નલીન વસાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજવી પરિવાર તરીકે તો તેમણે રાજકોટની સેવા કરી હતી. લોકશાહી બાદ રાજકારણમાં આવીને પણ એમણે રાજકોટની પ્રજાની સેવા કરી છે. અને આજે રાજકોટે એક રતન ગુમાવ્યું છે તેવી લાગણી આખા રાજકોટના પ્રજાજનો અનુભવી રહ્યા છે.

રાજકારણમાં મારી કારકિર્દીનું કારણ મનોહરસિંહ જાડેજા છે: મહેશ ચૌહાણ6 33મહેશ ચૌહાણએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે દાદા સાથેનાં સ્મરણોમાં ઘણુ કહેવાનું છે પરંતુ અત્યારનો તબકકે એટલું જ કહી શકાય કે રાજકારણમાં તેમને લઈ આવવા વાળા મનોહરસિંહ જાડેજા છે. એક ગરીબ મા બાપના દિકરા હતા કારકીર્દીનું એક માત્ર કારણ મનોહરસિંહ જાડેજા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.