Abtak Media Google News

ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સુરેન્દ્રનગર યુનિવર્સિટી હરણફાળ ભરવા તૈયાર: 100થી વધુ અભ્યાસક્રમોમાં શૈક્ષણિક સત્ર જૂન-ર0ર1થી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે

સુરેન્દ્રનગર શહેર શિક્ષણનું હબ બની ગયું છે ત્યારે સમગ્ર ઝાલાવાડ પંથકમાં સોનાનો સુરજ ઉગવાનો છે. વૈશ્વિક  કક્ષાની યુનિવર્સિટી સાથે જોડાણ કરી સુરેન્દ્રનગરમાં આધુનિક યુનિવર્સિટી આકાર લેશે ત્યારે તાજેતરમાં ચાલી રહેલા વિધાનસભાના સત્રમાં સુરેન્દ્રનગર યુનિવર્સિટીને મંજૂરીની મહોર મારવામાં આવી છે. આથી સુરેન્દ્રનગર હવે શિક્ષણની બાબતમાં અન્ય મહાનગરોની સાથે હરિફાઈ કરી શકશે. સાથો સાથ ઝાલાવાડના વિદ્યાર્થીઓને પણ ઘરબેઠા ઓછા ખર્ચે સારો અભ્યાસ મળશે. તા.31 માર્ચ 2021ના રોજ ગુજરાત રાજ્ય સરકાર તરફથી સુરેન્દ્રનગર જિલ્લાને સુરેન્દ્રનગર યુનિવર્સિટીની મંજૂરીની ભેટ આપવામાં આવી છે. આ યુનિવર્સિટી ગુજરાત ખાનગી યુનિવર્સિટી એકટ હેઠળ મંજૂર કરવામાં આવી છે. મહાનગરમાં પ્રાપ્ય ઉચ્ચ શિક્ષણ યુનિવર્સિટીમાં મળશે. સુરેન્દ્રનગર યુનિવર્સિટી નવા શૈક્ષણિક સત્ર જુન 2021થી જુદા જુદા 100થી વધુ અભ્યાસક્રમમાં પ્રવેશ આપવા કટીબદ્ધ છે. જેથી મહાનગરોના અતિ ખર્ચાળ ઉચ્ચ શિક્ષણમાંથી મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓના વાલીઓને આર્થિક રાહત મળશે. ગ્લોબલાઈઝેશનના યુગમાં ગ્લોબલ વ્યક્તિત્વને ખીલવાની અમુલ્ય તક પ્રાપ્ત થશે તેમજ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સુરેન્દ્રનગર યુનિવર્સિટી હરણફાળ ભરવા પણ તૈયાર છે.

ખુબ જુજ શહેરોના ભાગ્યમાં હોય તેવી સુઘટના આધુનિક સમય માત્ર વિકસીત અને સમૃધ્ધ જિલ્લાની વ્યાખ્યાનું મહત્વનું પેરામીટર છે. યુનિવર્સિટી પશ્ર્ચિમી દુનિયાની સાંપ્રત વિચારસરણી અને ભારતીય સંસ્કૃતિની પૌરાણીક વિચાર સરણી, જે જિલ્લામાં તેની યુનિવર્સિટી નથી તે જિલ્લો ક્યારેય વૈશ્ર્વિક ફલક પર છલકવાની તક પામી શક્યો નથી. આજે આ વૈશ્વિક સમયમાં વિશ્વ વિદ્યાલય એ પ્રથમ જરૂરીયાત છે. વિશ્ર્વની મોટી અને મહાન યુનિવર્સિટીઓ જે શહેરોમાં બની તે શહેરોના નામ આજે ઈતિહાસમાં અમર છે. ઓકસફર્ડમાં રહેલી ઓકસફર્ડ યુનિવર્સિટી, કેમ્બ્રીજમાં રહેલ કેમ્બ્રીજ યુનિવર્સિટી, કવીસલેન્ડમાં રહેલ કવિંસલેન્ડ યુનિવર્સિટી હોય કે ન્યુયોર્કમાં રહેલ ન્યુયોર્ક યુનિવર્સિટી મેસાચ્યુસેટમાં રહેલી મેચાચ્યુસેટ યુનિવર્સિટી આવા કેટલાંય નામ અહીંયા લખી શકાય આ યુનિવર્સિટીઓએ જે તે શહેરને એક નવી દીશા, દશા અને ઓળખ આપી છે. ખુબ જુજ શહેરોના ભાગ્યમાં હોય તેવી સુઘટના કારણ કે શહેરના બન્યાના કેટલાય વર્ષો પછી આવી સંસ્થાઓ જન્મ લેતી હોય છે અને સુરેન્દ્રનગરની શહેરને મળી છે સુરેન્દ્રનગર યુનિવર્સિટી.

આમ સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓ સુરેન્દ્રનગર યુનિવર્સિટીની સ્થાપનાનો લાભ મેળવી વૈશ્ર્વિક કક્ષાએ સ્પર્ધા કરી પોતાની આગવી કારકિર્દીનું નિર્માણ કરશે. ગ્લોબલાઈઝેશનના યુગમાં વિશ્વના ટોપ 100 વિકસીત જિલ્લાઓનો અભ્યાસ મુજબ જણાય છે કે, ભારતના ટોપ-10 જિલ્લાઓ છે. સુરેન્દ્રનગર યુનિવર્સિટીના સ્થાપકો શૈક્ષણિક ક્ષેત્રે 20 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે તેમજ આગવી નામના ધરાવે છે. સુરેન્દ્રનગર યુનિવર્સિટીના ચેરમેન ઈન્દ્રસિંહ સજુભા ઝાલાએ 2004માં સંસ્કૃત સ્કૂલ ઓફ થોટ્સની સ્થાપના કરી હતી. તેમજ સ્થાપના વર્ષથી જ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ યુરોકિડ્સનો લાભ સુરેન્દ્રનગરના હજારો બાળકો મેળવે છે. ત્યારબાદ 2007માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સંસ્કૃત કોલેજ ઓફ મેનેજમેન્ટ આઈટી, કોમર્સ અને આટ્સની સ્થાપના કરી હતી. ત્યારબાદ 2012માં જીટીયુ સંલગ્ન અને એઆઈસીટીઈ ન્યુદિલ્હી દ્વારા માન્યતા પ્રાપ્ત પંડિત નથુલાલજી વ્યાસ ટેકનીકલ કેમ્પસની સ્થાપના કરી હતી. ત્યારબાદ 2016માં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રતિષ્ઠીત કેમ્બ્રીજ ઈન્ટરનેશનલ સ્કૂલની સ્થાપના કરી સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે પ્રથમ પસંદગી બની છે તેમજ ઘણા પરિવારોનું શિક્ષણ માટે મહાનગરોમાં થતું માઈગ્રેશન અટકાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કેમ્બ્રીજ ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીઓ વૈશ્વિક કક્ષાની પરીક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવી ઝળકી રહ્યાં છે. 2019માં સીબીએસઈ ન્યુદિલ્હીની માન્યતા પ્રાપ્ત સ્કૂલ ઓફ એકસલેન્સની સ્થાપના કરી સંસ્થાના ચેરમેન ઈન્દ્રસિંહ ઝાલા સુરેન્દ્રનગર જિલ્લા સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસો.ના પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવે છે. આમ ખુબજ અનુભવી સંચાલક પર વિશ્ર્વાસ મુકી રાજ્ય સરકારે સુરેન્દ્રનગર યુનિવર્સિટીને મંજૂરીની મહોર આપી છે.

સ્કીલ બેઇઝ ભણતર દ્વારા ઝાલાવાડમાં એજ્યુકેશન ક્ષેત્રે વિપુલ તકો ઉભી થશે: ઇન્દ્રસિંહ ઝાલા

Zala

સંસ્થાના ચેરમેન ઈન્દ્રસિંહ ઝાલાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તાજેતરમાં જ વિધાનસભાના સત્રમાં સુરેન્દ્રનગર યુનિવર્સિટીને મંજૂરીની મહોર મારવામાં આવી છે. જેથી હવે ઝાલાવાડના વિદ્યાર્થીઓને ઘરબેઠા ઓછા ખર્ચે સારો અભ્યાસ મળશે. આ યુનિવર્સિટીમાં જુદા જુદા 100થી વધુ અભ્યાસક્રોમોનો વિદ્યાર્થીને લાભ મળશે અને નવા સત્ર જૂન 2021થી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શિક્ષણ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવશે. યુનિવર્સિટી શરૂ થયા બાદ બ્રીટનની વિશ્વ વિખ્યાત કેમ્બ્રીજ યુનિવર્સિટી સાથે પણ જોડાણ કરવાનું અમારૂ આયોજન છે જેથી વિદ્યાર્થીને વૈશ્વિક  કક્ષાની યુનિવર્સિટીનો પણ લાભ મળી રહે. મહાનગરોની વાત કરીએ તો જુદા જુદા કોર્ષની ફીનું પ્રમાણ ખુબજ ઉંચુ આકવામાં આવતું હોય છે. ત્યારે વિદ્યાર્થીને અભ્યાસ માટે શહેરોમાં આવવા ઘણો સંઘર્ષ કરવો પડે છે. જેમાં રહેવા, જમવા સહિતનો ખર્ચ ખુબજ મોટો થઈ જતો હોય છે. જેની સામે હવે રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગર યુનિવર્સિટીની જે ભેટ મળી છે. આ યુનિવર્સિટીમાં અન્ય મહાનગરોની સાપેક્ષે 40 થી 50 ટકા ઓછી ફી સાથે અમે બાળકોને ગુણવત્તાયુક્ત એજ્યુકેશન પૂરું પાડશું. જેથી વિદ્યાર્થીનો ખર્ચ ઓછો થશે અને ભણવામાં ઉત્સાહ રહે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને અહીંથી કોર્ષ કર્યા બાદ તુરંત જ નોકરી મળી જાય તેવા અભ્યાસક્રમ તરફ વધુ લગાવ રાખવામાં આવશે જેનો અનેક વિદ્યાર્થીઓને લાભ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.