સેમ્સ પ્રોડકશન દ્વારા વિવિધ ટેલેન્ટ પ્રદર્શિત કરવાની ઉત્તમ તક: 13 ઓક્ટોબરે ઓડિશન શરૂ

વિવિધ પ્રતિભાઓને દુનિયા સામે લાવવા સતત પ્રયત્નશીલ સની પંચાલ અને સના ખાન

સેન્સ પ્રોડક્શન દ્વારા વિવિધ પ્રતિભાવોને ખીલવવા માટે સતત કાર્યશીલ છે જેની સંપૂર્ણ ટીમ ’અબતક’મીડિયા હાઉસ મુલાકાતે આવેલ હતા તેઓ વિશિષ્ટ વાતચીતમાં તેમના ટેલેન્ટ શો વિશે તેમ જ અલગ અલગ સીઝન વિશે જણાવેલ હતું. ગુજરાતમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં નવ યુવાનોને ઉભરતા ટેલેન્ટને ખેલાવવા માટે સેન્સ પ્રોડક્શન નવીનતમ પ્લેટફોર્મ લાવી રહ્યું છે તેમજ નવ યુવાનોને તેમના ડાન્સિંગ મોડેલિંગ એક્ટગ વગેરે પ્રતિભાઓ ના ઓડિશન માટે 13 ઓક્ટોબરથી રાજકોટમાં જવા થઈ રહ્યું છે જેમનું રજીસ્ટ્રેશન ઓનલાઈન ઓફલાઈન ઉપલબ્ધ છે.

સેન્સ પ્રોડક્શનની સંપૂર્ણ ટીમ તકની મુલાકાતે આવતા તેમના શો અંગે વિવિધ માહિતી આપી હતી તેમજ સિઝન વનના વિજેતાઓ સાથે પણ વાતચીત કરવામાં આવી હતી.આમ, પ્રોડક્શનના ઓનર સની પંચાલ અને સના ખાન દ્વારા ’જુરી’પણ સેટ કરવામાં આવેલી હતી. અબ તકની મુલાકાતે આવેલા સનીભાઇ પંચાલ, સના ખાન, સીઝન વન ના વિજેતા તેમજ ગુજરાત મોડલ દિપાલી કુબાવત સહિતની ટીમ આવેલ હતી.દિપાલી કુબાવત, સાહિલ મુલીયાણા, સંજુ ચૌહાણ, દિવ્યેશ શિંગાળા( ચિલ્ડ્રન આર્ટિસ્ટ), હિંમત વાઢેર, તન્વી પરમાર( શો જજ) વગેરે જેમ્સ પ્રોડક્શન ની ટીમ ઉપલબ્ધ રહી હતી. આમ તમામ ટીમ દ્વારા ઉભરતા ટેલેન્ટને પ્રોત્સાહન આપવા તેમજ અવનવી ફિલ્મી જગતમાં અને ડિજિટલ ક્ષેત્રના વિવિધ પાસાઓને હાંસલ કરવા આગો સ્થાન અપાવતા એકમાત્ર પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ કરવાના સંપૂર્ણ પ્રયાસો કરી રહ્યા છે. આમ આવનારા ઓડિશન તેમજ ’ટેલેન્ટ શો’ની વધુ માહિતી માટે સન્ની પંચાલ 8160432511,8734031862  ઉપર સંપર્ક કરવાનો રહેશે.