ખાખી વર્ધીની અંદર એક હૃદય ધબકે છે!!

કાયદો અને વ્યવસ્થાની સાથે પોલીસે માનવીય અભિગમ અપનાવ્યો કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર રહેતા લોકોને ધાબળાનું વિતરણ કર્યું

સામાન્ય રીતે ધોકા પછાડતી પોલીસની ઈમેજ લોકોમાં ડરામણી હોય છે. ડરને કારણે લોકો પોલીસથી ચોકકસ પ્રકારનું અંતર જાળવતા હોય છે. ખાખીના ખૌફને કારણે મોટાભાગે લોકો પોલીસ મથકથી પણ દૂર રહેતા હોય છે.
પણ સિકકાની બીજીબાજુ દબંગ ગણાતી પોલીસ પણ માનવીય અભિગમ, કણતા અને લાગણીસભર હૈયુ ધરાવતી હોય છે. ગુન્હેગારો સાથે સતતપનારો પાડનારી પોલીસ મોકો મળ્યે માનવતાની મિશાલ પણ બનતી હોય છે.
હાલ સુસવાટા બોલાવતી ઠંડી વચ્ચે ભીક્ષાવૃત્તિ સાથે સડકોની ફૂટપાથો પર ઠુંઠવાઈ ને રાત વિતાવતા હજારો ગરીબ લોકોની હાલત દયનીય બને છે.


આવા સંજોગોમાં પોલીસે જાણે પલભર માટે ‘પોલીસપણુ’ દૂર કરીમાનવીની મદદે માનવી દોડે તેમુજબ શહેરની ફૂટપાથો પર વસતા પરિવારોની મદદે દોડી જઈ ધાબળા વિતરણ કરી માનવીય ફરજ અદા કરી છે.
પોલીસ કમિશ્નરા મનોજ અગ્રવાલ સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઈમ ડી.વી. બસીયા તથા ક્રાઈમ બ્રાંચના પી.આઈ. ગઢવીના માર્ગદર્શન હેઠળ ક્રાઈમબ્રાંચ પીએસઆઈ જાડેજા અને ટીમ દ્વારા શહેરમાં ફૂટપાથો પર રહેતા લોકો ઠંડીથી બચી શકે અને રાહત મળી શકે તે હેતુથી સોથી વધારે ધાબળાઓનું વિતરણ કરી માનવતાનું ઉદાહરણ પાર પાડયું હતુ.