Abtak Media Google News

ઓરિસ્સાના મુખ્યમંત્રી તરીકે જેને આપણે ઓળખીએ છીએ તે “બીજુ પટનાયક” પ્રથમ એવા ભારતીય છે જેમના અંતિમ સંસ્કાર ત્રણ રાષ્ટ્રના રાષ્ટ્રધ્વજમાં થયા હતા

ભારત વર્ષનાં ઇતિહાસમાં અનેક એવા મહાપુરુષો નું વિતરણ થતું રહ્યું છે જેમને વૈશ્વિક સન્માન મળે છે સ્વામી દયાનંદ સરસ્વતીથી લઈ મહાત્મા ગાંધી સુધીની આ સફર અવિરત આગળ ચાલતી રહી છે, અને ચાલતી રહેશે તેમાં બેમત નથી

ભારતીય નાગરિકને અનેક વિદેશી બહુમાનો મળ્યા છે પરંતુ જેને આપણે ઓરિસ્સાના મુખ્યમંત્રી તરીકે ઓળખીએ છીએ તેવા બીજૂ પટનાયક એક માત્ર એવા ભારતીય  પ્રથમ નાગરિક છે કે જેમના અંતિમ સંસ્કાર ત્રણ રાષ્ટ્રના રાષ્ટ્રધ્વજમાં થયા હતા

કોઈ પણ રાષ્ટ્ર પોતાના સપુત ને અંતિમ વિદાય આપવા માટે  રાષ્ટ્રધ્વજમાં તેમનો નશ્વરદેહ લપેટવામાં આવે છે બીજૂ પટનાયક ના નશ્વર દેહને ભારત, રશિયા અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રધ્વજમાં લપેટવામાં આવ્યા હતા ,જેનો મતલબ એ થયો કે ભારત રશિયા અને ઇન્ડોનેશિયા માટે બીજૂ પટનાયક પોતાના ખરા સપૂત ગણાયા હતા

વિજય નંદા પટના યક1916 થી 1997 સુધી ના જીવન કાળ દરમિયાન દરમિયાન બીજૂ પટનાયક એ એક એવો ઈતિહાસ રચ્યો છે કે તેનાથી ભારત અને સમગ્ર ભારતીયો અવિરતપણે ગૌરવની અનુભૂતિ કરતા રહેશે

એક પ્રમાણિક રાજકારણી અને સફળ મુખ્ય મંત્રી રહી ચૂકેલા પટ નાયક, એક સારા પાયલોટ તરીકેની સારી કારકિર્દી ધરાવતા હતા, બીજાવિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે રશિયા માટે મુશ્કેલીનો સમય ચાલી રહ્યો હતો ત્યારે બીજું પત નાયકએ જર્મનીના હિટલર ની શેના સામે ફાઈટર એરક્રાફ્ટ વડાકોટામાં હવાઈ હુમલો કર્યો હતો અને તેનાથી હિટલરની સેનાને પીછેહઠ કરવાની ફરજ પડી હતી ,આ સાહસ અંગે બીજૂ પટનાયકને રશિયાએ પોતાનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ આપ્યો હતો

બીજા વિશ્વયુદ્ધ બાદ 1947માં જ્યારે દુશ્મન દેશ કાશ્મીર પર આક્રમણ કરી રહ્યું હતું ત્યારે બીજૂ પટનાયક એ આખો દિવસ દિલ્હી થી શ્રીનગર સુધી 27ઓક્ટોબર 1947ના દિવસે સતત પ્લેન ઉડાડીને સેનિકો ને શ્રીનગર પહોંચાડવામાં ખુબ જ સફળ કામગીરી કરી હતી

બીજૂ પટનાયક ના કાર્યકાળ દરમિયાન ઇન્ડોનેશિયા 1945માં ડચ સામ્રાજ્ય માંથી મુક્ત થયું અને જુલાઈ 1947માં ઇન્ડોનેશિયાના વડાપ્રધાન સુપ આમ ને ડચ સત્તાવાળાઓએ નજર કેદ કરી લીધા હતા, ત્યારે ઇન્ડોનેશિયા એ ભારતની મદદ માંગી હતી, અને વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ બીજૂ પટનાયકને ઇન્ડોનેશિયાના વડાપ્રધાન ની મુક્તિ માટે રેસ્ક્યૂ ની જવાબદારી સોંપી,, 22મી જુલાઈ 1947ના દિવસે બીજુ પટનાયક અને તેમના ધર્મપત્નીએ ડેકોટા પ્લેન લઈને કોઈ પણ પ્રકારની પોતાની જાતની પરવા કર્યા વગર નજર કેદ ઇન્ડોનેશિયાના વડાપ્રધાનને છોડાવવા માટે નું મિશન હાથ ધર્યું અને શૂરવીરતા થી ડચ સૈન્યના કબજામાં રહેલા નજર કેદ ઇન્ડોનેશિયન વડાપ્રધાનને પારકી ભૂમિ પર જઈને સલામત રીતે બચાવીને બીજુ પટનાયક તેમને સિંગાપુર થઈ ભારત લઈ આવ્યા હતા આ ઘટનાથી ઈતિહાસે કરવટ બદલી ઇન્ડોનેશિયા એ ડચ સેના નો પ્રતિકાર કર્યો અને આખરે ઇન્ડોનેશિયા ડચબસામ્રાજ્ય માંથી આઝાદ થયું

ઇન્ડોનેશિયા દેશ પર બીજૂ પટનાયક ની શૂરવીરતા નૂ રૂણ ચડી ગયું આ ઘટના પછી વર્ષો પછી જ્યારે ઇન્ડોનેશિયાના પ્રમુખ શુ કારમો ને ત્યાં દીકરીનો જન્મ થયો ત્યારે રાષ્ટ્રપતિ દંપતીએ બીજૂ પટનાયક અને તેમના ધર્મ પત્ની ને નવી દીકરીનું નામ કરણ કરવા ખાસ આમંત્રણ આપ્યું અને બીજુ પટનાયક અને તેમના પત્નીએ નવી આવેલી દીકરી નું નામ “મેઘાવતી” રાખ્યું ત્યાર પછી ઇન્ડોનેશિયા સરકારે બીજૂ પટનાયકને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભૂમિપુત્ર થી સન્માનિત કરવામાં આવ્યા 1950માં દેશના 50 માં સ્વતંત્ર પર્વ નિમિત્તે બીજૂ પટનાયકનેબિંતંગ કાંગસા ઉપમા ઓસ્કરથી નવાજવામાં આવ્યા પાયલોટ માંથી સફળ રાજદ્વારી નેતા બનેલાબીજૂ પટનાયકને બીજા વિશ્વયુદ્ધ વખતની પરિસ્થિતિ બદલવા ના નાયક ગણવામાં આવે છે

ઓરિસ્સાના સફલમુખ્યમંત્રી રહેલા બીજૂ પટનાયક નું જ્યારે અવસાન થયું ત્યારે ન ભૂતો ન ભવિષ્યતિ તેમના નશ્વર દેહને ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગા ની સાથે સાથે રશિયા અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્ર ધ્વજમાં લપેટવામાં આવ્યા અને તેમને પોતાના પુત્ર તરીકે સન્માન આપવામાં આવ્યું

બીજૂ પટનાયક ના અવસાન અંગે ઇન્ડોનેશિયા એ સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો અને રશિયાએ એક દિવસના રાષ્ટ્રીય શોક સાથે મહાસત્તા એ પોતાનું રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવીને ભારતના એ સપૂતની અને મહામાનવને અંજલી આપી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.