Abtak Media Google News

સુરક્ષા ક્ષેત્ર, ક્લાઈમેટ ચેન્જ સહિતના અનેક મુદ્દે બેઠક મળશે.

આગામી શુક્રવારે તારીખ 24 ના રોજ અમેરિકન પ્રેસિડેન્ટ બીડન અને મોદી વચ્ચે હાઇ લેવલ બેઠક યોજાશે આ સાથે તેઓ જાપાનના મુખ્યમંત્રી સહિત ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે પણ બેઠક યોજશે. કવોડ મિટિંગમાં સુરક્ષા ક્ષેત્ર પર ભાર મૂકવામાં આવશે સાથોસાથ અનેક મુદ્દાઓ જેવા કે ક્લાઈમેટ ચેન્જ,  કોવિડ રાશિની સપ્લાય , ટેકનોલોજી વગેરે.

આ બેઠકનો મુખ્ય હેતુ ચીન સામે અવાજ ઉઠાવવાનો છે આ બેઠકમાં ન્યુક્લિયર સિસ્ટમ મિલેટ્રી ટેકનોલોજી સહિત અનેક મિલેટ્રી ચીજ વસ્તુઓના કરાર થાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ અમેરિકન પ્રેસિડેન્ટ બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્શન  સાથે પણ દ્વિપક્ષીય બેઠક નું આયોજન કરશે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ સારા હોવાના કારણે છેલ્લા ૨૫ વર્ષથી બંને દેશોમાં સુચારૂં વહીવટ એક બીજાની મદદથી થઈ રહ્યા છે.

પરંતુ સામે પ્રશ્ન એ પણ ઉદભવી થાય છે કે બંને દેશો વચ્ચે સારા સંબંધ હોવા છતાં ભારતે કોઈ દિવસ અમેરિકા અથવા તો અમેરિકાએ  કોઈ દિવસ ભારતને સરક્ષણ ક્ષેત્રે મદદ નથી કરી જ્યારે રસિયા, ફ્રાન્સ  અને ઈઝરાયલ દ્વારા અતિઆધુનિક મિલેટ્રી સાધનો ભારતને આપ્યા છે જેનાથી ભારત અન્ય દેશોની સરખામણીમાં સંરક્ષણ ક્ષેત્રે પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માટે સફળ થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.