મતદાર યાદીની ખાસ ઝુંબેશના અંતિમ રવિવારે યુવાનોનો ભારે ધસારો: ૪૮૨૮૭ ફોર્મ મળ્યા

સમગ્ર ઝુંબેશમાં ચૂંટણી તંત્રને કુલ ૮૩,૭૯૨ ફોર્મ મળ્યા

ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો જે ગઈકાલના રોજ પૂર્ણ થયો છે. જેમાં યુવાનોએ મતદાર યાદીમાં નામ સમાવવા માટે ભારે રસ દાખવ્યો હતો. કુલ ૪૮૨૮૭ ફોર્મ મળ્યા છે. જ્યારે સમગ્ર ઝુંબેશમાં કુલ ફોર્મ ૮૩૭૯૨ જેટલા મળ્યા છે. હવે ચૂંટણી તંત્ર દ્વારા આગળની કાર્યવાહી તેજ બનાવી દેવામાં આવી છે.

આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં ૯ નવેમ્બરથી ૧૩ ડિસેમ્બર સુધી મતદાર યાદી ખાસ સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો હતો. જેમાં ૪ રવિવારના દિવસો દરમિયાન તમામ મતદાન મથકો ઉપર ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સીવાય લગત કચેરીઓમાં પણ કાર્યક્રમ અંતર્ગત કામગીરી ચલાવવામાં આવી રહી હતી. આ કાર્યક્રમ ગઈકાલના રોજ પૂર્ણ થયો છે. કાર્યક્રમ હેઠળ ૪૮૨૮૭ યુવાઓએ ફોર્મ નં.૬ ભરી મતદાર યાદીમાં નામ ઉમેરદવાની અરજી કરી છે જેમાં ૬૮ રાજકોટ પૂર્વમાં ૭૧૧૯, ૬૯ રાજકોટ પશ્ર્ચિમમાં ૭૩૮૦, ૭૦ રાજકોટ દક્ષિણમાં ૪૭૪૪, ૭૧ રાજકોટ ગ્રામ્યમાં ૧૧૧૦૩, ૭૨ જસદણમાં ૪૬૨૧, ૭૨ ગોંડલમાં ૩૫૭૮, ૭૪ જેતપુરમાં ૪૮૬૬, ૭૫ ધોરાજીમાં ૪૮૭૬ અરજીઓ મળી છે.

ફોર્મ નં.૭ માટે કુલ ૧૩૨૫૮ અરજીઓ મળી હતી. જેમાં ૬૮ રાજકોટ પૂર્વમાં ૧૫૨૬, ૬૯ રાજકોટ પશ્ર્ચિમમાં ૧૯૬૧, ૭૦ રાજકોટ દક્ષિણમાં ૨૩૧૮, ૭૧ રાજકોટ ગ્રામ્યમાં ૧૯૭૩, ૭૨ જસદણમાં ૭૯૧, ૭૨ ગોંડલમાં ૧૭૦૪, ૭૪ જેતપુરમાં ૧૪૯૬, ૭૫ ધોરાજીમાં ૧૪૮૯ અરજીઓ મળી છે. ફોર્મ નં.૮ માટે ૧૪૨૬૫ અરજીઓ મળી છે જેમાં ૬૮ રાજકોટ પૂર્વમાં ૧૫૨૯, ૬૯ રાજકોટ પશ્ર્ચિમમાં ૧૯૪૨, ૭૦ રાજકોટ દક્ષિણમાં ૧૨૮૪, ૭૧ રાજકોટ ગ્રામ્યમાં ૩૨૭૧, ૭૨ જસદણમાં ૧૬૩૬, ૭૨ ગોંડલમાં ૧૦૯૨, ૭૪ જેતપુરમાં ૧૬૧૯, ૭૫ ધોરાજીમાં ૧૮૯૨ અરજીઓ મળી છે.

ફોર્મ નં.૮ કની ૭૯૮૨ અરજી મળી છે. જેમાં ૬૮ રાજકોટ પૂર્વમાં ૧૭૮૧, ૬૯ રાજકોટ પશ્ર્ચિમમાં ૧૮૮૧, ૭૦ રાજકોટ દક્ષિણમાં ૫૮૭, ૭૧ રાજકોટ ગ્રામ્યમાં ૧૨૯૩, ૭૨ જસદણમાં ૧૮૧, ૭૨ ગોંડલમાં ૭૪૩, ૭૪ જેતપુરમાં ૬૮૮, ૭૫ ધોરાજીમાં ૮૨૮ અરજીઓ મળી છે.

આમ કુલ ચૂંટણી વિભાગને જિલ્લામાં ૮૩,૭૯૨ ફોર્મ મળ્યા છે જેમાં ૬૮ રાજકોટ પૂર્વમાં ૧૧૯૫૫, ૬૯ રાજકોટ પશ્ર્ચિમમાં ૧૩૧૬૪, ૭૦ રાજકોટ દક્ષિણમાં ૮૯૩૩, ૭૧ રાજકોટ ગ્રામ્યમાં ૧૭૬૪૦, ૭૨ જસદણમાં ૭૨૨૯, ૭૨ ગોંડલમાં ૭૧૧૭, ૭૪ જેતપુરમાં ૮૬૬૯, ૭૫ ધોરાજીમાં ૯૦૮૫ અરજીઓ મળી છે.