Abtak Media Google News

Table of Contents

Nareshbhai Patel

ખોડધધામ ટ્રસ્ટના ચેરમેન અને પટેલ સમાજના હૃદય સમ્રાટ નરેશભાઇ પટેલને જન્મદિને ‘અબતક’ની વિશેષ શુભકામના

મારા જન્મદિવસે દર વર્ષે રક્તદાન કેમ્પનો વ્યાપ વધતો જાય છે તેનાથી વિશેષ જીંદગીમાં શું જોઈએ ? : નરેશભાઈ પટેલ

મિત્રોના મહેફીલની શાન હજારો દોસ્તના દિલ પર એક ચક્રિય શાસન કરનાર, સેવાના સારથી, દુ:ખીયાઓના બેલી અને જેના એક ઇશારે હજારો લોકો કોઇપણ કામ કરવા માટે દોટ મૂકે છે તેવા સૌરાષ્ટ્રના કદાવર પાટીદાર અગ્રણી કાગવડ સ્થિત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલનો આવતીકાલે જન્મ દિવસ છે. પ્રાગટ્ય વર્ષએ પણ નરેશભાઇ હર હમેંશ સેવાનો સરવાણી વહાવતા હોય છે. દોસ્તોના દિલની ધડકન એવા નરેશભાઇ પટેલને જન્મ દિવસની શુભકામના પાઠવવા “અબતક” સાથે એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને હવે સમગ્ર દેશમાં જેના નામના સિક્કા પડે છે તેવું કહેવામાં પણ જરા અતિશિયોક્તી નથી તેવા નરેશભાઇ પટેલને મિત્રો કેવી રીતે જન્મ દિવસની શુભકામના આપી રહ્યા છે. તેનું સચોટ વિવરણ કરવામાં આવ્યું છે. જીવનમાં બાળપણની યાદો ક્યારેય વિસરી શકાતી નથી. લંગોરીયો ભાઇબંધ મળે તે તરત શાળામાં કરવામાં આવતી ધીંગા-મસ્તીની વાતોનો ક્યારેય પુરો ન થનારો અધ્યાય શરૂ થઇ જાય છે. નરેશભાઇના કદનું વજન સતત વધી રહ્યું છે. તેઓના મિત્રો માટે ગઇકાલે પણ તે “નરેશ” હતા. આજે પણ તે “નરેશ” છે અને આવતીકાલે પણ તે “નરેશ” રહેશે. દોસ્તો તેઓને જન્મદિનની શુભેચ્છા સાથે દોસ્તીમાં જીંદાદીલી નિભાવવા માટે લાખો સલામ પણ કરી રહ્યાં છે.

લાખો મરજો પણ લાખોના પાલનહાર કદી ન મરજો : બકુલભાઈ સોરઠીયા

Vlcsnap 2021 07 10 08H47M52S774

નરેશભાઈ પટેલના મિત્ર બકુલભાઈએ અબતક મીડિયા સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે શેરી મિત્રો 100 મળે તાળી મિત્રો અનેક, જેમાં સુખદુ:ખ પામીએ જે લાખો કરોડોમાં એક.એવાજ નરેશભાઈ પટેલ છે. નરેશભાઈ કોઈ પણ વિશેષણ ના મોહતાજ નથી.માત્ર નરેશ પટેલ નામ માજ બધું આવી ગયું. મારે 11 વર્ષ કેમ ગયા એ ખ્યાલ ન આવ્યો હજુ કાલે જ તેમની સાથે જોડાયો તેમ લાગે છે.9 લાખ કિલોમીટર ઉપર તેમની સાથે મેં પ્રવાસ કર્યો. 3 ફોર્ચ્યુનર બદલી ક્યારેય પણ માતાજીની દયાથી કોઈ જ ઘટના ઘટી નથી.એક વાર પંચર પડ્યું એ અમને બંને ને યાદ છે.

આથી વિશેષ માઁ ની કૃપા શું હોઈ શકે ?જેમની જોડે 10 લાખ કિલોમીટર કાપ્યા હોઈ તેનાથી વિશેષ જીદંગીનું સ્મરણ શું હોઈ ? રામ રાજ્ય હતું ત્યારે પણ રામ માટે લોકો બોલતા .નરેશભાઈ એક ઉચ્ચાઈ આંબી ગયા છે તેને કોઈ જ ફેર પડતો નથી.સર્વ સમાજના લોકોને ખ્યાલ છે એ  નિ:સ્વાર્થ કાર્ય કરી રહ્યા છે.નરેશભાઈ ધારે તો આરામથી જીંદગી જીવી શકે તેમ છે.બ્લડ ડોનેશન કેમ્પ કરે છે.કોરોનાકાળમાં અનેક સેવાઓ કરી તેમને પ્રસિદ્ધિની કોઈ અભિલાષા નથી તેના કામ તે કર્યે જાય છે.જીંદગી માં વૃંદાવન જેવું ધામ એક ખોડલધામ નરેશભાઈએ બનાવ્યું એ કાયમી યાદ રહેશે. સમાજને એક કર્યો.

બેસ્ટ મેનેજમેન્ટ , ડિસીપ્લીન, દુ:ખ સહન કરી ચહેરા પર હાસ્ય રાખવાની ક્ષમતા મારા પપ્પા પાસે જ છે : શિવરાજ પટેલ

Vlcsnap 2021 07 10 08H43M05S565

નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજભાઈ પટેલે અબતક સાથેની ખાસવાતચીતમાં જણાવ્યું હતું કે  મારા તરફથી એમના માટે જેટલું કહેશું એટલું ઓછું પડશે. મારા માટે સૌથી મોટી હિંમત એ મારા પપ્પા છે. નાના હોઈએ ત્યારે બધા માં બાપ ભણતર પર ભાર મુક્ત હોય છે. સારું ભણતર મળે, રમત ગામતમાં આગળ હોય એ માટે હંમેશા માં બાપ મહેનત કરતા હોય છે. ભણતરને એ બધું શીખવ્યું છે પરંતુ સૌથી પહેલા એમણે ડીસીપ્લીન પર ભાર મુક્યો છે. ડીસીપ્લીન અને ટાઈમ મેનેજમેન્ટ બે વસ્તુ હંમેશા એમણે પરિબળ રાખી છે. સવારે સવાસાત વાગ્યે ન ઉઠો તો એમને ન પસંદ પડે.

અમે જાતે અમારા કપડાં ન કરીએ તો એમને ન ગમે. અમારો બેડ ના બનાવીએ તો એમને ન ગમે. નાનપણથી લઈ અત્યાર સુધીની જો વાત કરીએતો હું 10 ધોરણ સુધી રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો. એમના પગલના જ નકશે ચાલ્યો હતો. રાજકુમાર ફૂલેજ પછી કૈક અલગ કરવુંતું. અને એક્સપોઝર લેવોતો તેને લઈ પુણે ભણવા ગયો હતો. એક વાર ના નથી પાડી બસ એટલુંજ કહ્યું છે કે ટકા ગમે તે આવે તું એક્સપોઝર લઈને આવે મોટો માણસ બનીને આવજે. ત્યારબાદ સિંગાપુર ગયો હતો. સિંગાપુર એટલું મોંઘું શહેર છે પરંતુ ત્યાં પણ એક વાર પણ એક વસ્તુની ના નથી  પાડી. એટલુજ કીધું છે કે તમારો હાથ એ તમારોજ હોય છે. હિસાબ રાખતા તમે શીખજો.

બધાનું વ્યક્તિત્વ બહાર અલગ અને ઘરે અલગ હોય છે. પપ્પાનું ઘરે વ્યક્તિત્વ સાવ નિખાલસ છે. મારો અને એમનો વ્યવહાર મિત્ર જેવો છે. હું રોજે એમને પગે લાગી બહાર હીંચકામાં બેસી કલાક એમની સાથે વાતો કરીએ. એમણે ક્યારેય એવું નથી લાગવાદીઘું કે તું મારાથી નાનો છો. એમનું જે ડીસીપ્લીન આવ્યું છે તેનાથી અમને આ દોસ્તી જેવો સંબંધ નિભાવવાની ઇચ્છા રહે છે. તમેં16- 17 વર્ષના હો ત્યારે તમારો માનસિક અને શારીરિક વિકાસ થતો હોય છે. અમારા બાપ બેટાનો સબંધ જેવો છે એવો ક્યાંય નહીં હોય.પ્રશ્ન- સૌથી વધુ દુ:ખ સહન કરવાની ક્ષમતા પિતામાં હોય છે. નાએશભાઈએ એક પિતા તરિકે અનેક દુ:ખ સહન કર્યા હશે સમાજ હોય પરિવાર હોય સહન કર્યું હશે. પરંતુ તેમના મો પર ક્યારેય એમણે દુ:ખ આવવા નથી દીધું.

જવાબ- એમની પર્સનાલિટી જ ખૂબ સ્ટ્રોંગ છે. એમના જેટલું દુ:ખ મારા હિસાબથી કોઈને નહિ થયું હોય. હું જેટલાને ઓળખુ છું એમને છેલ્લા 10 વર્ષમાં આટલું દુ:ખ નહિ થયું હોય. અને મેહસુસ્યું નહીં હોય. સવા કરોડ માણસોની જ્ઞાતિના લીડર બન્યા. અને એક પરિવાર જ્યારે હોય તેમાં સુખ, દુ:ખ અને ખેંચતાણ પણ ચાલ્યા રાખતી હોય છે. પણ એમની જે માનસિક સ્થિતિ એમનું વિઝન એ એકદમ ક્લિયર છે. કે નિષ્પક્ષતા અને નિખાલસતા. નિષ્પક્ષતા એટલે સાચું હોય અનેં નોખાલસ્તા એટલે મોઢે આવવા નહિ દેવાનું. આજસુધી એમણે ખૂબ દુ:ખ સહન કર્યા છે. અને જે એમણે કોઈ સાથે દુ:ખ સેર કર્યા હશે તો એ મારી સાથે હશે. ખુબજ દુ:ખ સહન કર્યા છે છતાં સવારે ઉઠે એ સાથેજ એમનું રૂટિન શરૂ થઈ જાય. એમની સાયકલ જ છે સાંજ પડે એટલે દુ:ખ આવે અને સવાર થાય એટલે પાછું ફ્રેશ માઈન્ડથી નવું શરૂ કરવાનું. આવડી મોટી સંસ્થાને જન્મ દેવો એ નાની વાત નથી. પણ એનો એક નેગેટિવ પોઇન્ટ પણ હતોને એક પોઝીટીવ પોઇન્ટ પણ હતો. અમારા સમાજને ભેગો કરવાનો ઘણા બધાએ પ્રયાસ કર્યો છે.

પરંતુ થયો નથી. નાના હોય ત્યારે આપણને એમજ થાય કે પપ્પાની આબરૂ વઇ જશે તો એવો ડર લાગ્યા રાખે. કંઈક આમ થશે તો પરંતુ એમના મોઢપર ચમક એ સમયે હતી. કે આતો હુંજ  કરીશ અને હુંજ કરીને બતાવીશ. મને એ ચમક હજુ યાદ છે. ખોડલધામ મંદિરનું રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં એક સેમ્પલ બનાવવામાં આવ્યું હતું. અને એ પ્રેઝન્ટ કરવા માટે ઉદ્યોગકારોની મિટિંગ બોલાવવામાં આવી હતી. મોટા મોટા લોકોએ મિટિંગમાં આવવાના હતા. એ સમયે માણસ નર્વસ હોય. પરંતુ એ સમયે મેં મારા પપ્પાના મોઢા પર કોન્ફિડન્સ હતો.

‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…, તોડેંગે દમ મગર તેરા સાથના છોડેગે…’ : ઘોઘુભા જાડેજા

Vlcsnap 2021 07 10 08H47M09S149

પોતાના નાના ભાઈ સમાન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિતે ઘોઘુભા જાડેજાએ ‘અબતક’ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે 56 વર્ષ પૂરા કરી 57 વર્ષમાં મંગલ પ્રવેશ નરેશભાઇ કરી રહ્યાં છે. અમારે રવજીકાકા વખતોનાં 35 વર્ષનો સંબંધ છે અમારે પારિવારિકથી વિશેષ ભાઇ તરીકે નો સંબંધ છે. હું તેનો મોટો ભાઇ અને તે મારો નાનો ભાઇ છે. નરેશ પટેલ બાળપણથી બુધ્ધિજીવી માણસ છે હંમેશા લોકોનું હિત જ તેને વિચાર્યું છે. નરેશને માપવાની કોઇની તાકાત નથી. એક આગવી સુજ તેની પાસે છે.

સમગ્ર જીંદગીમાં કરોડો ગરીબોનું ભલું કરવું તે તેમની નેમ છે. અમે બંને મહાદેવના ભક્ત છીએ. કોઇ પણ પ્રોજેક્ટ હોય લોકોની સુખાકારી માટે ક્યારેય પણ પૈસાનો હિસાબ અમે કર્યો નથી. ખોડલધામરૂપી આવું સુંદર મજાનું ધામ બનાવવું એ કાંઇ નાની વાત છે ? નરેશ પટેલએ જે કરી બતાવ્યું એ કોઇ ન કરી શકે. સમગ્ર સમાજનો તેને સાથ મળ્યો છે. નરેશભાઇએ જે સ્વપ્ન સેવ્યુ છે તે જીવનમાં જરૂર સફળતા મેળવશે જ. નરેશ પટેલનો પ્રતિકાર કરવો તે ખોટી વાત છે. આજે જ્યારે એમના પર આક્ષેપ થાય ત્યારે મને દુ:ખ થાય છે. નરેશ પટેલને સમજવામાં લોકોને વર્ષો નિકળી જશે. ક્યારેય પણ કોઈનું અહિત નરેશે ઈચ્છયું નથી. નરેશને તેના જન્મદિવસ નિમિતે હું માત્ર એટલું જ કહીશ કે ઈશ્ર્વર તારા બધા જ સ્વપ્ન પૂરા કરે અને તું સફળતાની તમામ ઉંચાઈ હાંસલ કરે.

ખોડલધામ નિર્માણના વિચાર સાથે લેઉવા પટેલ સંગઠન રચાયું: વિમલભાઈ કોયાણી

Vimalbhai1

અબતક સાથેની વાતચિત દરમિયાન ધોરાજી ખોડલધામ તાલુકા સમિતિના ક્ધવીનર વિમલભાઈ કોયાણી જણાવે છે કે નરેશભાઈનું વ્યકિતત્વ ખૂબ સારૂ અને સરળ છે. તેને મેનેજમેન્ટ ગુરૂ કહેવામાં પણ કોઈ અતિશ્યોકિત નથી. તેઓએ સમાજને એક તાંતણે બાંધવાની જે કામગીરી કરી અને સમાજનો સારો રાહ ચીંધ્યો તે કોઈ ભાગ્યે જ કરી શકે. ખોડલધામ નિર્માણના વિચાર થકી લેઉવા સંગઠન રચાયું. નરેશભાઈ લેઉવા પટેલની સાથે અન્ય સમાજ ઉપયોગી કાર્યો કરવા સતત તત્પર રહે છે. તેઓના સાદગી ભર્યા જીવનમાં સૌને સાથે રાખી સમાજ ઉપયોગી થવા પ્રયત્નો કરે છે.

સમાજને એક તાંતણે બાંધવા નરેશભાઈના અમૂલ્ય પ્રયાસો: ડો. ડાયાભાઈ પટેલ

Img 20210710 Wa00071

અબતક સાથેની વાતચિત દરમિયાન પડધરી તાલુકા માજી જિલ્લા પંચાયત પ્રમુખ ડો. ડાયાભાઈ પટેલએ જણાવ્યું હતુ કે નરેશભાઈએ સમાજ માટે ઘણા કામો કર્યા છે. સમાજને એક તાંતણે બાંધવા ખોડલધામ ઉભુ કરી લેઉવા પટેલ સમાજને એકત્રીત કર્યું સમાજમા જુદા જુદા ફાટા હતા ગામના વિસ્તાર ધર્મના નામે અટકના નામે બધુ ભુલાવી સમાજને એક કર્યો સમાજને શૈક્ષણીક આર્થિક તમામ ક્ષેત્રે સાથે રાખી ચાલ્યા છે.  તે એક સરળ વ્યકિતત્વ ધરાવે છે. તેમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા ભગવાન તેમને લાંબુ આયુષ્ય આપે તેવી પ્રાર્થના.

આવતી કાલે રાજયમાં 15 સ્થળે રક્તદાન કેમ્પ યોજાશે

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા કાલે નરેશભાઇ પટેલના જન્મદિવસે રાજકોટ સહિત 15 સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. કાલે સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી રાજકોટ શહેરના બે સ્થળે શ્રી સરદાર પટેલ ભવન, ન્યૂ માયાણીનગર, ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે, મવડી પટેલ વાડી, બેડીપરા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે.

જૂનાગઢના શિવમ પાર્ટી પ્લોટ, સવારે 9.30 થી 12.30 વાગ્યા સુધી અમદાવાદમાં નિકોલ રોડ પર શ્રી ખોડિયાર મંદિર, પાટણમાં સવારે 9 થી 1 વાગ્યા સુધી જુના સિવિલ હોસ્પિટલ, સવારે 9.30 થી 12.30 વાગ્યા સુધી ભરૂચના છિદ્રામાં સવારે 9.30 થી 12.30 વાગ્યા સુધી જસદણના પાટીદાર શૈક્ષણિક ભવન અને અમરેલીના તોરી ગામે સવારે 8.30 કલાકેથી બોરડ પરિવારના કુળદેવી માતાજીના મંદિરે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.

વડોદરા શહેરમાં પણ શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ દ્વારા સવારે 9 થી 12 વાગ્યા દરમિયાન હરણી ગામ, વ્રજ કોમ્પલેક્સ અને કરજણના કોઠાવ ગામે રાધાકૃષ્ણ મંદિર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે.

પણ પાંચ અલગ-અલગ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાનારા છે. જેમાં બપોરે 2 થી સાંજના 7 વાગ્યા દરમિયાન સરથાણામાં શ્રી ખોડલધામ કાર્યાલય, બપોરે 1 થી સાંજના 7 વાગ્યા દરમિયાન પુણાગામ ખાતે આએમએફ માર્કેટ, સવારે 9 થી 2 વાગ્યા દરમિયાન કામરેજમાં યુનિટી પબ્લિક સ્કૂલ, બપોરે 1 થી સાંજના 7 વાગ્યા દરમિયાન યોગી ચોકના અભિષેક આર્કેડ અને સવારે 8 થી 2 વાગ્યા દરમિયાન કતારગામની અંકુર વિદ્યાલય ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.

નરેશભાઈ હરહંમેશ સમાજના હીત માટે વિચારે છે: નરેશભાઈ લકકડ (ઉપલેટા) ખોડલધામ સમિતિના સહ ક્ન્વીનર અને મધુરમ ટ્રાવેલ્સ

Nareshbhai1

અબતક સાથેની વાતચીત દરમિયાન ઉપલેટાના ખોડલધામ સમિતિના સહ ક્ધવીનર અને મધુરમ ટ્રાવેલ્સના નરેશભાઈ લકકડએ જણાવ્યું હતુ કે નરેશભાઈ પટેલ અમારા લેવા પટેલ સમાજના મોભી છે. તે સમાજના હીત માટે વિચારતા હોય છે.તેમનું વ્યકિતત્વ ખૂબજ સારૂ છે હુ તેમને ખોડલધામની સ્થાપના કરી ત્યારથી ઓળખું છું હરહંમેશ તેઓ સમાજની પડખે ઉભા રહે છે. તેઓ ફકત અમારા સમાજને જ નહી પરંતુ બધા સમાજને સાથે રાખે છે. તેઓ ઉપલેટા મીટીંગમાં કાર્યક્રમમાં આવે અને તમામની સાથે વાતચીત કરે. જરૂર પડે ત્યાં અમારી સાથે ઉભા રહે છે. તેમની સાથે અંગત રીલેશન છે.

સમાજ ઉત્થાન માટે નરેશભાઈની કામગીરી અભૂતપૂર્વ: જેરામભાઈ વાંસજાળિયા

Jayram Bhai1

ખોડલધામનાં પ્રણેતા નરેશભાઈ પટેલ વિશે જણાવતા જેરામભાઈ વાંસજાળિયા કહે છે કે નરેશભાઈને ખોડલધામનો જે વિચાર આવ્યો ત્યારબાદ તેનું નિર્માણ કરી લેઉવા પટેલનું વિશાળ સંગઠન બનાવ્યું. જેના ભાગરૂપે આજે લેઉવા પટેલ સમાજ સંગઠન માટે પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. વધુમાં તેઓ જણાવે છે કે નરેશભાઈ અને મેં બંનેએ લેઉવા અને કડવા પટેલ બંને એક થાય અને સંગઠન મજબુત બને તેવા પ્રયાસો કરી રહ્યા છીએ. તાજેતરમાં લેઉવા-કડવા સમાજના 6 સંગઠનોએ મળી 24 સભ્યોની એક કમિટિ બનાવી છે. આ કમિટિ બંને સમાજ એક થાય અને સંગઠન મજબુત બને તે દિશામાં કાર્યરત છે.

નરેશભાઈ સમાજ માટે હંમેશા પ્રયત્નશીલ: ડો. રજનીશ ઝાલાવડીયા

Rajnish1

નરેશભાઈ પટેલને જન્મદિવસની શુભકામના પાઠવતા પડધરી તાલુકા પંચાયતના સદસ્ય ડો. રજનીશ ઝાલાવડીયા ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવે છે કે નરેશભાઈ સમાજ માટેની કામગીરી ખૂબજ સારી છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન તરીકે પદ નિભાવી રહેલા નરેશભાઈ સમાજ માટે હંમેશા પ્રયત્નશીલ છે. જેઓ નિયમિત સમુહલગ્નો, સેવાકાર્યો કરે છે જેઓ સમાજના ઉત્થાન માટે અને સમાજનું મજબૂત સંગઠન બનાવવા હંમેશા તત્પર રહે છે.

નરેશભાઈએ લેઉવા પટેલ સમાજને એક તાંતણે બાંધ્યા છે: રાઘવજીભાઈ પટેલ (જામનગર ગ્રામ્ય ધારાસભ્ય)

Raghavjiobhai Patel1

અબતક સાથેની વાતચિત દરમિયાન જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલએ જણાવ્યું હતુ કે નરેશભાઈ પટેલ બહુમુખી પ્રતિભા ધરાવે છે. લેઉવા પટેલ સમાજને બિનરાજકીય રીતે સક્ષમ નેતૃત્વ પૂરૂ પાડે છે. સામાજીક, શૈક્ષણીક, આર્થિકવિકાસ થાય તે દિશામાં પ્રયત્નો કર્યા તેમને સમાજને એક તાંતણે બાંધ્યા છે. સમાજના હિતમાં જ કાર્યો કરે છે. નરેશભાઈનું મેનેજમેન્ટ બેસ્ટ કહી શકાય તે એક સફળ ઉદ્યોગપતિ છે. મેનેજમેન્ટમાં માસ્ટર છે. ઉતમ મેનેજમેન્ટ કરી શકે છે. નરેશભાઈને અમે અમારા મોટાભાઈ સમાન ગણીએ છીએ. તેઓ હર હંમેશ, સમાજની પડખે રહે છે. તેમના જન્મદિવસ નિમિતે એટલું જ કહીશ કે આવી જ રીતે સમાજની પડખે રહો અને જન્મદિવસની શુભકામનાઓ.

સમાજના યુવાઓને આઇ.એ.એસ.  થઆઇ.પી.એસ. બનાવવા નરેશભાઇએ પહેલ કરી છે: જયેશભાઇ સોરઠીયા

Vlcsnap 2021 07 10 12H34M18S939  ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન શૈલેષ ફોજીંગના માલીક જયેશભાઇ સોરઠીયાએ જણાવ્યું હતું કે નરેશભાઇ પટેલ એક સરળ વ્યકિતત્વ ધરાવતા માણસ છે. તેમણે લેઉવા પટેલ સમાજને એક તાંતણે બાંઘ્યાં છે. સમાજ માટે તેઓએ અનેક કામો કર્યા છે. તેઓએ ફકત લેઉવા પટેલ સમાજના નહીં પરંતુ દરેક સમાજ માટે કાર્યો કર્યા છે. ખોડલધામની સ્થાપનાથી અમે તેમની સાથે છીએ. ખોડલધામની અંડરમાં ચાલતી સરદાર ભવન સંસ્થા છે. જયાં આઇ.એ.એસ.,આઇ.પી.એસ. સહિતના પરીક્ષાની તૈયારીઓ માટે કલાસ ચાલે? ફકત અમારા સમાજ પુરતું જ નહીત્યાં દરેક સમાજના યુવાઓ અભ્યાસ અર્થે આવે છે. અને આઇ.એ.એસ. આઇ.પી.એસ. બન્ને છે. તરેશભાઇ સાથે અમારે પારીવારિક સંબંધ છે. તેમના જન્મ દિવસે દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. નરેશભાઇને મેનેજમેન્ટ ગુરુ કહેવામાં આવે છે કે કારણ તે ટુંકા પોઇન્ટમાં વધુ સમજાવે છે.

નરેશભાઈ વિશે ચર્ચા કરવા બેસીએ તો સમય ખૂટી પડે: રમેશભાઈ ટીલાળા (ચેરમેન- શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો.)

Vlcsnap 2021 07 10 12H38M06S760

જાણીતા ઉદ્યોગકાર, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન અને પાટીદાર સમાજના આગેવાન રમેશભાઈ ટીલાળાએ કહ્યું હતું કે, નરેશભાઈ પટેલ કોઈ એક સમાજના આગેવાન નથી, સર્વ સમાજને સાથે રાખીને ચાલનારી વ્યક્તિ એટલે નરેશભાઈ. તેમના વિશે જેટલું બોલીએ તેટલું ઓછું જ લાગે છે. નરેશભાઈની તમામ પ્રવૃત્તિઓ સમાજ ઉપયોગી છે પણ છેલ્લા 25 વર્ષથી તેઓ જે મેડિકલ ક્ષેત્રની પ્રવૃત્તિ કરે છે જેના ભાગરૂપે મુંબઇના જે તબીબોની એપોઇન્ટમેન્ટ પણ ના મળે તેવા તબીબોને અહીં બોલાવી નિદાન કેમ્પનું આયોજન કરે છે અને તેમાં તમામ વર્ગ અને વર્ણના લોકો ભાગ લે છે. મેં નરેશભાઈની નજીકથી જોયા છે. ઘણીવાર અમે સાથે બેસીને કામ કરતા હોય ત્યારે કોઈ દુખિયારો આવ્યો હોય ત્યારે તેમની સંવેદનશીલતા જોઈને હું પણ સ્તબ્ધ થઈ જતો હોઉં છું. તેઓ તાત્કાલિક સમસ્યાનું નિવારણ લાવવા પ્રયત્નો હાથ ધરી દે છે. નરેશભાઈને મળવા આવેલી વ્યક્તિ પગપાળા આવી હોય કે ચાર્ટર પ્લેન લઈને આવી બંનેને એક સમાન સન્માન સાથે પ્રતિસાદ આપતા મેં જોયું છે. કોઈ પોતાની સમસ્યા લઈને તેમની પાસે આવે તો તે કંઈ જ્ઞાતિનો છે, અમીર છે કે ગરીબ, શું હોદ્દો ધરાવે છે, આવી કોઈ બાબત જોયા વિના તેઓ તાત્કાલિક મદદ કરે છે અને તેના પરિણામ પણ લઈને આવે છે તેવા નરેશભાઈને માઁ ભગવતી દીર્ઘાયુષ આપે તેવી પ્રાર્થના.

કોઈ પણ સમાજનો વ્યક્તિ સમસ્યા લઈને નરેશભાઈ પાસે જાય તો કયારેય નિરાશ પાછો આવતો નથી: જીતુભાઇ વસોયા (ખોડલધામ ટ્રસ્ટ સેક્રેટરી)

Vlcsnap 2021 07 10 12H34M07S615

જીતુભાઇ વસોયાએ નરેશભાઈ પટેલના જન્મદિવસે જણાવ્યું હતું કે. વર્ષ 2010માં નરશેભાઈ પટેલ સાથે કોન્ટેકમાં આવ્યો હતો. ત્યારથી નરેશભાઈમાં મેનેજમેન્ટમાં માસ્ટર કહી શકાય, બધાને સાથે રાખીને ચાલનાર વ્યક્તિ છે. જે જે વ્યક્તિ સાથે કોન્ટેકટમાં આવ્યા, પરિચય થયો હોય ત્યારથી જે તે વ્યક્તિની આવડત પ્રમાણે એને અલગ અલગ જવાબદારીઓ સમાજને લક્ષીને, સમાજને ઉપયોગી થાય તેવી જવાબદારીઓ સોંપે છે. અને નરેશભાઈ  તેમને ગાઈડલાઈન આપે. નરેશપટેલ પાસેથી ઘણુંબધું શીખવા જેવુ છે. નરેશભાઈ પટેલ એ પોતાનો સમાજ હોય કે અન્ય કોઈ સમાજ હોય તે દરેકને સમાન ગણીને નિર્ણયો કરે છે. અમને પણ એ સલાહ આપે છેકે દરેક લોકોને કેમ ઉપયોગી થવું. મેડિકલ હોય કે એજ્યુકેશન નરેશભાઈ પાસે કોઈપણ પ્રશ્ન લઈને જાવ તે સહજતાથી તે સમસ્યાનો રસ્તો બતાવે તેમનાથી થતી મદદ કરે. આર્થિક સમસ્યા હોય મેડિકલમાં કોઈ ડોકટરને ભલામણ કરવાની હોય સરકારમાં કોઈ ભલામણ કરવાની હોય નરેશભાઈ પટેલ હંમેશા પોતાની ઓફિસમા હાજર રહી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. નરેશભાઈના 57માં જન્મદિવસે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ કે ભગવાન નરેશભાઇને લાબું આયુષ્ય આપે. દરેક સમાજની સેવા કરતા રહે તેવી વિનંતી કરું છું અને અમને અવુને આવું કંઈકને કઈક માર્ગદર્શન આપતા રહે તેવી નારેશભાઈ પટેલ પાસે અપેક્ષા રાખું છું.

હંમેશા નવા વિઝનની સાથે કાર્યને પૂરૂં કરવા તત્પર “ભાઈ ” નીતિનભાઈ હપાણી (કીચ કંપની ડિરેકટર)

Kich1

કિચ પરિવાર તરફથી “ભાઈ” ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ અમે તેમને  સમાજના મોભી તરીકે જોઈ રહ્યા છીએ અમારો આખો સમાજ તેમની સાથે છે. માઁ ખોડલ અને  મહાદેવની કૃપા હમેશા તેમના પર રહે એવિ પ્રાર્થના કરીશ છેલ્લા 12 થી 15 વર્ષથી વધારે અમે એકબીજા સાથે જોડાયેલા છીએ ત્યારે નરેશભાઈ વિશે વાત કરી તો 365 દિવસ પૂરા થઈ જાય દરેક સમાજને સાથે લઈ અને હંમેશા સારા કર્યો તેમજ શિક્ષણને લગતાં કાર્યોમાં આગેકૂચ કરવા તત્પર રહે છે. ભાઈ હમેશા નક્કી કરેલ નિર્ધાર કરેલ કાર્ય કરવાનું છે અમારા જેવા યંગસ્ટર માટે પ્રેરણા નું પ્રતિક છે સમાજમાં રહી અને સમાજને કે ઉપયોગી બનવું ઘણું બધું શીખવા મળ્યું છે ખાસ સ્વયં શિસ્ત ને ત્યારથી આગ્રહી ગઈ તેઓ કાર્યરત રહ્યા છે તેઓ વિદ્યાર્થી માટે સરદાર કલચર ભવન નું નિર્માણ કરાવ્યું છે આ ભવનમાં વિદ્યાર્થીઓ આઈ.એસ , આઈ.પી.એસ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે છે દરેક સમાજના વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વનું ભવન બન્યું છે ત્યારે માં ખોડલ ની ભાઈ પર અસીમ કૃપા અવિરત બની રહે અને આવા જ સમાજ ઉપયોગી કાર્યો કરતા રહે કોઈ પણ અરચણ વગર “ભાઈ” આગળ વધતા રહે

યુવાનો માટે હંમેશા પ્રેરણાના ઝરણાં સમાન: ડો.અનુરથ સાવલીયા

Vlcsnap 2021 07 10 14H23M30S469

જય માં ખોડલ આજે નરેશભાઈનાં જન્મદિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ માં ખોડલ તેમજ સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કે ભાઈને શકિત અને પ્રેરક બળ પૂરૂ પાડે. નરેશભાઈ માટે તો ઘણુ બધુ કહી શકાય કે ભકિત દ્વારા એકતાની શકિત એટલે નરેશભાઈ, મેનેજમેન્ટ પ્રશ્ર્નોનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે નરેશભાઈ, સમાજ સેવા સાથે દેશ સેવા એટલે નરેશભાઈ બધા સમાજને સાથે રાખી સમાજને મોટો કરનાર એક માત્ર નરેશભાઈ મારા જેવા અનેક એજયુકેટેડ યુવાઓનાં કાયમ સમાજ સેવા માટે જોડનાર એટલે નરેશભાઈ સાદગી સાથે શ્રેષ્ઠતા એટલે નરેશભાઈ લેવા પટેલ સમાજના વડીલોના લાડકા એવા દિકરા નરેશભાઈ પાટીદાર સમાજના યુવાઓની ધડકન એટલે નરેશભાઈ અને અંતમાં લેવા પટેલની આન-બાન અને શાન એટલે નરેશભાઈ આમતો ખોડલધામની જયારથી સ્થાપના થઈ ત્યારથી નરેશભાઈ સાથે ભેગુ કામ કરવાનો અવસર મળ્યો છે. અને એ દરમિયાન ખરેખર માર્ક કર્યું છે કે ખરેખર ખોડલ માતાની આપણા ઉપર એક અસીમા કુપા કહેવાય છે.

આજે નરેશભાઈ જેવા સુખી સંપન્નને બધી રીતે શ્રેષ્ઠ પરિવારમાંથી આવનાર વ્યકિત આપણા સમાજને સંગઠીત કરતી હોઈ કે આઝાદી વખતે સરદાર પટેલે અનેક રજવાડાને જોડી અખંડ ભારતનું નિર્માણ કર્યું તુ એમ આવડા મોટા લેવા પટેલ સમાજને એક કરવાનું કામ નરેશભાઈએ કર્યું છે. અને એમનાં સૈનીક તરીકે સાથે રહીને કામ કરવાનું મને મોકો મળ્યો છે. ત્યારે મને કહેવાનું મન થાય કે ઘટમાં શીવ નજરમાં સુંદર

ઘટમાં શીવ નજરમાં સુંદર આજ આપણા પૂણ્ય પ્રતાપે ધન છે. મારૂ પૂણ્યધામ અંતમાં ભોજલરામ બાપાના ચરણોમાં પ્રાર્થના કે ભાઈ બધા જ કાર્યોમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે જય માં ખોડલ. ભાઈ માટેની કાઈમી માટે એક વસ્તુ માર્ક કરી છેકે જયારે ખોડલધામની શરૂઆતનો પ્રસંગ હતો અને કાલાવડ પહેલીવાર ભાઈને મળવાનું થયું ત્યારે ભાઈનું જેવડુ મોટુ નામ હતુ ઈ પ્રમાણે બોવ સીમ્પલ વ્યકિત જોયા અને ત્યાંથી એક પ્રેરણા મળી કે ભાઈ ખાલી 100 બીઝનેશ કે મોટા લાગવાની જરૂર નથી. ખાલી મોટા કામ કરો તો ઓટોમેટીક મોટુ થવાઈ છે. લેવા પટે સમાજ હંમેશા બધા સમાજને સાથે રાખી ચાલનારો સમાજ છે. અને ભાઈ કાઈમી માટે પોઝીટીવ કામ માટે અને સમાજનાં દીકરા દીકરીઓનું હાયલી એજયુકેશન થાય અને શિક્ષણનું સ્તર વધે અને સાથે સાથે સમાજની અંદર દુષણો છે. દુષણોમાં ઘટાડો થાય એવું ઈચ્છે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.