Abtak Media Google News

ઝુંપડપટ્ટીમાં રહેતા કિસનને ‘નાક’ માંથી ગાવાની કળા રોજી રોટી આપે છે

કિશન પાસે કળા છે પરંતુ.  રહેવા માટે ઝૂંપડી. અને ખાવા માટે રોજે રોજની  અવનવી કળા આ એનું જીવન..  પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો છે ત્યારે કિશન શહેરના જાહેર માર્ગો ઉપર અથવા તો કોઈ ફંક્શનમાં જઈ અને મહમદ રફી લતા મંગેશકર સહિતના ગીતો નાકથી વગાડી અને પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે સૌ કોઈ પોત પોતાના પરિવાર માટે કંઈ કરવા માટે કંઈક કરી ચૂકતા હોય છે પરંતુ આજે એવા એક વ્યક્તિની વાત કરવી છે કે સુરેન્દ્રનગર શહેરમાં જ્યાં જાવ ત્યાં તમને આ કિશન નામનો વણઝારા યુવાન છે અને પોતે દુધરેજ કેનાલ પાસે તેમની વસાહત છે તેમાં નાની એવી ઝૂંપડી બાંધી અને પોતાના પરિવાર સાથે રહે છે જેમાં પત્ની અને ત્રણ બાળકો છે ત્યારે આ કિશન નામનો વ્યક્તિ કળાનો કામણગાર છે પરંતુ જગવિખ્યાત નથી જેમ કમો કોઠારીયાનો પ્રખ્યાત બન્યો તેમ જો કોઈ આ કિશન નો હાથ પકડે તો કિશન પણ એક કામણગારો કમો બની શકે પરંતુ સુરેન્દ્રનગર શહેરમાં અસંખ્ય પબ્લિક પસાર થાય છે.

ત્યારે રોડ ઉપર પોતાની ઇલેક્ટ્રીક ચાર્જિંગ ની બેટરી ઉપર રાખી અને પોતે કલાકોની કલાકો સુધી નાખતી વાંસળી વગાડે છે અને તેની પાસે એવી કુદરતે કળા આપી છે કે નાકથી વાંસળી વગાડી અને ફિલ્મી ગીતો ગાય છે અને તે પણ ઘાયલ ગીતો ત્યારે સુરેન્દ્રનગર શહેરના આવા યુવાનને જો કોઈ મોટી જાતિમાં જન્મ થયો હોત તો આજે જરૂર આગળ વધ પરંતુ એક નાના પરિવાર અને કચડાયેલા પરિવારમાં કિશન નો જન્મ થયો છે જેના કારણે કિશનની પ્રગતિ જો ઈશ્વર ખુદા રાજી થશે ત્યારે જ તેની પ્રગતિ થશે હાલ તો તે કોઈ ફંક્શન હોય કે રાત્રિના કોઈના લગ્ન ફંકશનમાં આ રીતે કળાના કામણ પાથરી અને પોતાના જીવનનું ગુજરાન ચલાવે છે ભલે તેની પાસે રહેવા ઘર નથી અને ખાવા માટે દરરોજે દરરોજ આ રીતે ફિલ્મી ગીતો ગાય અને જે કાંઈ મળે જેમાં જેનો પરિવાર પણ ખુશ છે ત્યારે વહાણવટી નગરમાં વણઝારા જ્ઞાતિની વસાહત છે જ્યાં નાની મોટી ઝૂંપડીઓ બનાવી અને અંદાજે એક સોથી વધુ પરિવારજનો ત્યાં વસવાટ કરી રહ્યા છે ત્યારે આ કિસાન પણ ત્યાં રહે છે તેવું જણાવે છે અને પોતે કલાકોની કલાકો સુધી પોતાની નાક વડે કે જે સામાન્ય રીતે જોવા જઈએ તો બે સેક્ધડ નાક દબાવે તો માણસ મૂંઝાઈ જાય પરંતુ કિચનને કુદરતે એટલી ભક્તિ છાપી છે કે આખો દિવસ પોતે નાખતી વાંસળી વગાડે છતાં પણ મૂંઝાતો નથી અને ગરીબીથી પણ નથી મૂંઝાતો સામનો કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવે છે.

ત્યારે આવા અનેક પરિવારો છે જે સુરેન્દ્રનગરમાં હીરા છે પરંતુ ઝીરો છે ત્યારે હાલમાં જ્યારે કમો જગવિખ્યાત બન્યો છે ત્યારે આ કિસન ની યાદ આવી અને કિસન વિશે બે શબ્દો લખવાની ફરજ પડી છે કમો તો માત્ર લોકોને ડાન્સ બતાવી અને ખુશ કરી દે છે પરંતુ આ તો પોતાની કળાપાત્ર છે છતાં પણ પોતે ના ખુશ છે અને લોકોને ખુશ રાખે છે ત્યારે કુદરત પણ કેવી છે એ વિચારવા જેવી વાત છે આજે તેના બાળકો પણ દિન પ્રતિદિન મોટા થઈ રહ્યા છે ત્યારે તેનું ભવિષ્ય શું વાંસળી વગાડીને ક્યાં સુધી દિવસો પસાર કરશે આ કિશન ત્યારે કિશન વિશે સુરેન્દ્રનગર વિચારે તો ઘણું બધું વિચારી શકાય તેવા સ્વાલો છે પરંતુ કિશન માટે કોઈ નહીં વિચારે એ વાત નક્કી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.