Abtak Media Google News

વૈષ્ણવાચાર્ય મિલનકુમાર મહોદયજી, શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી સ્વામી, શાસ્ત્રી ધર્મસ્વરૂપદાસજી સ્વામી, પુર્વ ધારાસભ્ય સોજીત્રા, મામલતદાર મહાવદીયા, નગરપતિ સુવા, સહિત સમાજ શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતિ

રાજકોટ શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ-ઉપલેટા શાખા દ્વારા દર વર્ષે ઉજવાતો ડોકટર ડે

શહેરમાં 1લી જૂલાઈ વિશ્ર્વ ડોકટર ડે નિમિતે જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ઉપલેટા શાખા દ્વારા પર વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી શહેરના શ્રેષ્ઠ સેવાભાવી તબીબોની કામગીરી બિરદાવી વૈષ્ણવ આચાર્ય, સ્વામી નારાયણના સંતો રાજકીય આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓ અધિકારીઓનાં હાથે હોસ્પિટલમા જઈ ડોકટરો ઉપર પુષ્પ વર્ષા કરી મોં મીઠા કરાવી કૃતજ્ઞતા પત્ર આપી સન્માનીત કરાયા હતા.

ગયા વર્ષે કોરોનાને કારણે સમગ્ર માનવ જગતે જોયું કે જો આપણી વચ્ચે ડોકટર ન હોય અથવા તો તે લોકો પણ કોરોનાથી ડરી જઈ પોતાની તબીબી તરીકેનીસેવા બંધ રાખી હોત તો આજનો સમય કદાચ જુદો હોત ડોકટરોએ જે પરિવારના લોકોને મોતના મુખમાંથી બચાવી લીધા છે તેપરિવાર માટ તો ડોકટર જ ભગવાન કહી શકાય. ત્યારે આવા અનેક ઉમદા ઉદાહરણોને ધ્યાનમાં લઈ રાજકોટ શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ રાણપરીયા દ્વારા ડોકટર ડે નિમિતે તેઓને સન્માનીત કરી તેનું ઋણ ચૂકવવાનો નમ્ર પ્રયાસ કરે છે.

ત્યારે 1લી જુલાઈ 2021 વિશ્ર્વ ડોકટર ડે નિમિતે વિશ્ર્વાસ હોસ્પિટલ વાળા ડો. રોહિત ગજેરા, ડો. વિશા ગજેરા,ડો. નયન સોલંકી તાલુકા બ્લોક હેલ્થ ઓફીસર ડો. હેપી પટેલને વૈષ્ણવ આચાર્ય મિલનકુમાર મહોદયજીની પ્રેરક ઉપસ્થિતિમાં કૃતજ્ઞતા પત્ર આપી સન્માનીત કરાયા હતા ન્યુ લાઈફ હોસ્પિટલના ડો. બ્રિજેશ મોડિયા, વાત્સલ્ય હોસ્પિટલના ડો. પ્રતિક ભાલોડિયા, ડો. પ્રિયંકા ભાલોડિયા, શિવ હોસ્પિટલ વાળા ડો. નિપેશ પટેલ, ડો. દિપેશ પરમાર ઉપર ખિરસરા સ્વામીનારાયણ ગુરૂકુળના મહંત શાસ્ત્રી નારાયણ સ્વરૂપ સ્વામી, શાસ્ત્રી ધર્મસ્વરૂપદાસજી સ્વામી, મધર્સ પ્રાઈઝ સ્કુલના રાજેન્દ્રસિંહ ઝાલા દ્વારા પુષ્પ વર્ષારી કૃતજ્ઞતા પત્ર આપી મોં મીઠા કરાવી સન્માનીત કરાયા હતા.

ક્રિશ્ર્ના હોસ્પિટલના સર્જન ડો. પિયુષ કણસાગરા, ગાયનેક ડો. જયોતિ કણસાગરા, પલ ઈમેજીંગ વાળા ડો. જીગર ડેડાણીયા, ડો. પલ્વી ડેડાણીયાને આર.ડી.સી. બેંકના ડિરેકટર હરિભાઈ ઠુંમર, પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, નગરપ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભાવેશભાઈ સુવા, સમાજ શ્રેષ્ઠી, કે.ડી. સિણોજીયા, અશ્ર્વીનભાઈ ઢોલરીયાના હસ્તે સન્માનીત કરાયા હતા.

મંગલમ હોસ્પિટલના ડો. કૃણાલ ભાલોડીને શહેરના પ્રથમ નાગરીક મયુરભાઈ સુવા, સમર્પણ હોસ્પિટલનાં ડો. દિવ્યેશ બરોચીયાને માર્કેટીંગ યાર્ડના ચેરમેન માધવજીભાઈ પટેલ, સીવીલ હોસ્પિટલમાં આંખના જાણીતા સેવાભાવી સર્જન ડો. ખ્યાતી કેશવાલાને પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, ડો.મેહુલ કણસાગરાને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિનુભાઈ ઘેરવડા, ડો.એન.જે. પટેલ ને સ્વીટ એન્ડ પરસાણ એશો.ના પ્રમુખ પિયુષભાઈ માકડીયા, નિલુભાઈ ગોંધીયા, ડો.હિતેશ કાલરીયાને નગરસેવક રિયાજભાઈ હિંગોરા, ડો.એમ.એ.વાળાને વલ્ડ મેમન ઓર્ગેનાઈઝેશનના સીટી ચેરમેન હાજીભાઈ શિવાણી, શુભમ હોસ્પિટલના ડો. સુનિલ ભારાઈને સમસ્ત મેમણ જમાતના પ્રમુખ હનીફભાઈ કોડી ‘અબતક’ના બ્યૂરો ચીફ કિરીટ રાણપરીયા, કેર એન્ડ કયોર હોસ્પિટલના એમ.ડી. ડો. રૂખ્સાર મકડી, ઓર્થોપેડીક ડો. શાહનવાજ મકડીને શિક્ષણ સમિતિનાં ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડીયા, વા. ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા, ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ રાણપરીયા, સંજીવની હોસ્પિટલના ડો. હંસા કણસાગરાને પૂર્વ નગરપતિ રાણીબેન ચંદ્રવાડીયા, શહેરના સિનીયર ડો. ગોપીબેન ભાટીયાનું મામલતદાર ગોવિંદસિંહ મહાવદીયા, શિવ હોસ્પિટલના ડો. આશિષ ઘેટીયાનું ડી.ડી. જવેર્લ્સ વાળા જીત ધોળકીયા, બાંધકામ સમિતિના ચેરમેન મનોજ નંદાણીયા મિતલેબના મિતલ પરમારનું પૂર્વ નગરપતિ રાણીબેન ચંદ્રવાડીયા, ડો. સાજીદભાઈ હિંગોરાનું પત્રકાર સંઘના કાનાભાઈ સુવા, જયેશભાઈ મારડીયા, કેવલભાઈ તન્ના અળશીભાઈ આહિર, આશિષભાઈ લાલકીયા, વિગેરે શહેરના સમાજ શ્રેષ્ઠીઓ વેપારીઓ પ્રબુધ્ધ નાગરીકોએ હાજર રહી ડોકટર ડે નિમિતે ડોકટરોને ફુલહાર પહેરાવી મીઠાઈ આપી સન્માનીત કર્યા હતા.

ડો. ગજેરાની માદરે વતનની સેવાને બિરદાવતા વૈષ્ણવાચાર્ય મિલનકુમાર મહોદય

વિશ્ર્વાસ હોસ્પિટલના ડો. રોહિત ગજેરાની હોસ્પિટલમાં આર્શીવાદ આપવા પધરામણી કરેલા વૈષ્ણવ આચાર્ય મિલનકુમાર મહોદયજીએ ડો. રોહિત ગજેરાને પોતાના માદરે વતનમાં કોરોના કાળ દરમ્યાન કરેલી સેવાની નોંધ લઈ તેને બિરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.