Abtak Media Google News

અબતક-બાબરા, અપ્પુ જોશી : બાબરા નજીક રાજકોટ-ભાવનગર હાઇવે પરથી પસાર થયેલા ભયંકર ખાડો અકસ્માત નોતરે છે. યુઘ્ધના ધોરણે જો આ ખાડાને બુરવામાં નહીં આવે તો વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકાશે તેવી ભીતિ છે.પ્રાપ્ત વિગતો અનુસાર બાબરાની હદમાં આવેલા એક ભંગારના ડેલા પાસે નાલા પાસેથી એક ઓવરલોડ ટ્રક પસાર થયો હતો.

આ ટ્રક  એટલી હદે ઓવરલોડ હતો કે જેના કારણે માર્ગ પર અત્યંત જોખમી ખાડો પડી ગયો હતો. ટ્રક પસાર થયા બાદ તુરંત પાછળ પુરપાટ આવતી અન્ય એક ગાડી ખાડામાં ખાબકી હતી. આ ગાડી ફૂટ અને શાકભાજીથી ભરેલી હતી. એટલું જ નહીં ત્યારબાદ અન્ય એક ગાડીના ચાલકે પણ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા તે ગાડી પણ ખાડાનો ભોગ બની હતી.

Screenshot 1 95

આમ ટ્રકના કારણે ઉપરાઉપર બે ગાડીઓ ખાડામાં ખાબકી હતી.જો કે આ બનાવથી કોઇ જાનહાની થઇ ન હતી. પણ જો આ જોખમી ખાડાને યુઘ્ધના ધોરણે બુરવામાં નહીં આવે તો આવનાર સમયમાં અકસ્માતો વધવાની અને જાનહાની થવાની પૂર્ણ સંભાવના રહેલી છે તેથી આ ખાડો બુરવા વાહન ચાલકોની માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.