Abtak Media Google News

પ્રેમિકાની સગાઇ અંગે પરિવાર દ્વારા ચર્ચા થતા પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવતા બંનેના પરિવારમાં અરેરાટી

પોરબંદર નજીક આવેલા માધવપુર નજીક ખાવડા ગામના પ્રેમી યુગલે પાતા ગામની સીમમાં ઝાડની ડાળી સાથે સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા બંનેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખાવડા ગામની રવિનાબેન મેરામણભાઇ માવદીયા નામની 23 વર્ષની યુવતી અને તેના જ ગામના ગાંગાભાઇ ગીગાભાઇ મોકરીયા નામના 25 વર્ષના યુવાને પાતા ગામની સીમમાં ઝાડની ડાળી સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યા અંગેની માધવપુર પોલીસમાં મેરામણભાઇ નાગાભાઇ માવદીયાએ જાણ કરતા મહિલા હેડ કોન્સ્ટેબલ મેનાબેન લીલાભાઇ ઘટના સ્થળે તપાસ અર્થે દોડી ગયા હતા.

રવિના માવદીયા અને ગાંગાભાઇ મોકરીયાના મૃતદેહ ઝાડની ડાળીએથી નીચે ઉતરાવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયા છે. બંને એક જ ગામના હોવાથી બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. દરમિયાન રવિના માવદીયાની સગાઇની પરિવાર દ્વારા ચર્ચા ચાલતી હતી અને આવતીકાલે રવિના માવદીયાને જોવા માટે મહેમાન આવવાના હોવાથી રવિના માવદીયાએ પોતાના પ્રેમી ગાંગાભાઇ મોકરીયાને વાત કરી પોતાના લગ્ન શકય ન હોવાનું જણાવતા ગઇકાલે બંને પોતાના ઘરેથી નીકળી ગયા બાદ પાતા ગામની સીમમાં ઝાડની ડાળી સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.