એવરત જીવરતના વ્રતનું પૂજન કરતી સોભાગ્યવતી સ્ત્રી

આજે અષાઢવદ એકમના એવરત જીવરતનું વ્રત સોભાગ્યવતી સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃધ્ધી અને જીવરત પોતાના સંતાન માટેના લાંબા આયુષ્ય અને સુખ-શાંતિ માટે કરે છે. આ દિવસે સ્ત્રી સવારે માતા એવરત જીવરતમાં પૂજન કરી ભકિતભાવ અને શ્રધ્ધાથી આ વ્રત કરે છે. આ વ્રતમાં સ્ત્રી ઉપવાસ કરી રાત્રીના જાગરણ કરી માતાજી પાસે પોતાના પરિવાર માટે શુભઆશિષ માંગે છે. આ વ્રત ને દિવાસાનું વ્રત પણ કહેવામાં આવે છે.તસ્વીર: શૈલેષ વાડોલીયા