Abtak Media Google News

આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના સાનિઘ્યમાં

ગ્રંથરાજ વચનામૃતનો પંચામૃતથી અભિષેક કરાયો: પ.પૂ.રાકેશપ્રસાદજી મહારાજ તથા સંતો દ્વારા શિક્ષણમંત્રીનું ફુલહારથી સન્માન: ૩૨ પાર્ષદોને ભાગવતી દીક્ષા અપાઈ

સ્વામિનારાયણના સંપ્રદાય તીર્થધામ વડતાલમાં યોજાઈ રહેલ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના બીજા દિવસે ગુરુવારે રાત્રે નવ કલાકે પૂજ્ય આચાર્ય રાકેશ મહારાજના સાનિધ્યમાં પવિત્ર ગોમતી કિનારે દિવ્ય અને ભવ્ય લાઈટીંગ સાઉન્ડ શો યોજાયો હતો. આ પ્રસંગે ટાઈટેનીયમ ધાતુથી કંડારાયેલા ગ્રંથ રાજ વચનામૃતનો પંચામૃત તથા વિવિધ ફળોના રસથી અભિષેક કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુરુકુળના બાળકો દ્વારા વચનામૃત મહોત્સવને વધાવવાનો ગીત નૃત્ય રજુ કરીને સૌ સંતો તથા હરિભક્તોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે પુ. જ્ઞાનજીવનદાસજી સ્વામી, વડતાલ મંદિરના કોઠારી ઘનશ્યામ સ્વામી, ટેમ્પલ કમિટીના ચેરમેન દેવ પ્રકાશ દાસજી સ્વામી, રાસંગ મહાસભાના પ્રમુખ નૌતમ પ્રકાશદાસજી સ્વામી, આસી.સંત સ્વામી સહિત વરિષ્ઠ સંતો મોટી સંખ્યામાં હરિભક્તો રહ્યા હતા.

Img 20191109 Wa0008

આ ગ્રંથમાં કુલ નવ પ્રકરણ છે, જેમાં ક્રમશ: ગઢડા પ્રથમ પ્રકરણના ૭૮, સારંગપુરના ૧૮, કારિયાણીના ૧૨, લોયાના ૧૮, પંચાળાના ૭, ગઢડા મધ્યને ૬૭, વડતાલને ૨૦, અમદાવાદના ૩, ગઢડા અંત્પના ૩૯ આ રીતે કુલ ૨૧૨ વચનામૃત છે, તેની હસ્તપ્રતના કુલ પેજ ૧૧૪૬ છે. જેની કુલ પ્લેટ ૫૩૩ થયેલ છે, તેને સ્ટેનલેશ સ્ટીલની પેટીમાં સંગ્રહિત કરતા કુલ ૩ પેટી થયેલ છે. આ સંપૂર્ણ ગ્રંથનું લેસર કામ તૈયાર કરવામાં ૨૦૪ દિવસ થયો છે, તેનો કુલ ખર્ચ આશરે પાંચ લાખ થયેલ છે.

કુંડળ ધામના પુ. જ્ઞાનજીવનદાસજી સ્વામીએ ગ્રંથ રાજ વચનામૃતને ટાઈટેનીયમ ધાતુના પત્રોમાં કોતરવાનો નિર્ણય લીધો હતો. કારણકે આ ધાતુન પત્રોમાં કોતરવાથી બહુ લાંબા સમય સુધી ક્ષતિ થતી નથી. તેમજ લાવારસામાં પણ ટાઈટેનીયમ ધાતુને કોઈ ક્ષતિ થતી નથી. આ ઉપરાંત સમુદ્ર અને પાણી કે કલોરીનની અસર થતી નથી. કાર પણ લાગતો નથી, પ્રલયકાળમાં કોઈ અવિન સિવાય નાશ થાય તેમ નથી. આ ટાઈટેનીયમ ગ્રંથનું વજન ૭૨.૬૨૦ કિલો ગ્રામ, પેજની સાઈઝ ૬ * ૧૨ ઇંચ નવા પેજની સંખ્યા ૧૧૪૬ છે. આ ગ્રંથને વડોદરા કારેલી બાગ સ્વા.મંદિરમા ટાઈટેનીયમથી બનાવવામાં આવ્યો હતો.

એફકેઝેડ 2

આગામી દિવસોમાં સમગ્ર દેશમાં એક આનંદના સમાચાર આવવાના છે. ત્યારે સૌએ સંયમ રાખી, પરિપક્વતા દાખવવાની છે. આનંદના સમાચાર પચાવીશું અને ક્યાંય ઉન્માદ ન થાય તે જોવાનું આપણા સૌનું કાર્ય છે તેમ રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વડતાલ ખાતે જણાવ્યું હતું. વડતાલ ખાતે  વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ખાતે પધારેલ શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભગવાન હરિએ ૨૦૦ વર્ષ પહેલાં સંતો-ભક્તોને જીવન કેવી રીતે જીવવું તેના બધાજ પ્રશ્નોના જવાબ વચનામૃતમાં પ્રબોધ્યા છે. માનવીની આજની સમસ્યાનો ઉકેલ ૨૦૦ વર્ષ પહેલાં  સ્વામિનારાયણ ભગવાને આપી દીધો છે. કોઈ મનુષ્ય ભગવાન હરિની પરાવાણી વચનામૃત એકવાર પણ વાંચે તો આર્થિક, કૌટુંબીક સમસ્યાનો જવાબ તેને મળી જાય. ભગવાને ગઢડા,સાળંગપુર, લોયા, વડતાલ, પંચાળા, અમદાવાદ તથા કારિયાણીમાં ર૬રવચનામૃત પ્રબોધ્યા છે. ભગવાન હરિએ પ્રશ્નોતરી દરમ્યાન વાસના કેમ ટાળવી એકાંતિક ભક્ત કોને કહેવાયધ્યાન કરવામાં કાયર ન થવું, જેના હૈયામાં અખંડ ભગવાનની ભક્તિ હોય, સંત વચન કહે તે કરે, આટલું મનાશે અને આટલું નહીં મનાય, ક્યારેય મોળી વાત ન કરવી અને જે દિવસે ભૂલથી પણ થાય તો ઉપવાસ કરવો તેમ હરિએ જણાવ્યું છે.

આનંદ અને દુ:ખના સમાચાર પચાવવા બહુ અઘરા છે. પણ ભગવાને આ સમયે પરિપક્વતા દાખવી સંયમ રાખવાની શીખ આપી છે. આ પ્રસંગે વડતાલ ગાદીના પ.પૂ.આચાર્ય  રાકેશપ્રસાદજી મહારાજ તથા વડીલ સંતોએ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું ફુલહારથી સન્માન કરી મોમેન્ટો અર્પણ કરી હતી.

પ્રબોધિની એકાદશીના શુભદિને પ.પુ.આચાર્ય  રાકેશપ્રસાદજી મહારાજે પરમ્પરા મુજબ સ.ગુ. ગોપાળાનંદ સ્વામીના આસને ૩૨ પાર્ષદોને ભગવતી દીક્ષા અર્પણ કરી ગુરુમંત્ર આપ્યો હતો. આચાર્ય મહારાજ ગાદીએ આરૂઢ થયા બાદ આજદિન સુધી કુલ ૬૨૨ પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી  સ્વામિનારાયણ સંપ્રદાયને દેશ-વિદેશમાં પ્રસાર  પ્રચાર કરવા મૂળ ગાદી સ્થાન વડતાલમાં બિરાજતા  હરિકૃષ્ણ મહારાજ અને  લક્ષ્મીનારાયણદેવની ભક્તોને ઓળખ કરાવવાની આજ્ઞા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.