જેતપુરમાં જલદ કેમિકલ લીકેજથી મોટી દુર્ઘટના ટળી

  • બંધ ગોડાઉનમાં ચાર પૈકી એક ટાંકીમાં લીકેજથી લોકોને  શ્ર્વાસમાં અને આંખમાં બળતરાની ફરિયાદ સામે આવી
  • રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે હાઈડ્રો કેલોરિક એસિડનો જથ્થો રાખવામાં  કોના આશિર્વાદ
  • મામલતદાર પોલ્યુશન બોર્ડ અને પાલિકાની ટીમ દોડી ગઈ: ફાયર ફાઈટર  દ્વારા પાણીનો મારો ચલાવી લીકેજ  કેમિકલને કાબુમાં લીધી
  • કેમિકલ રાખવા માટે કોની મંજુરી લેવામાં  આવી તેમજ કયાંથી આવી અને કોણે  મંગાવ્યું તે મુદે તંત્રનું મભેદી મોન?

જેતપુર શહેરના ધારેશ્વર વિસ્તાર પાસે આવેલ વૃદ્ધાશ્રમ પાછળ એક ગોડાઉનમાંથી કેમિકલ લીક થવાની ઘટના સામે આવી ત્યારે આ કેમિકલ લીકેજ  થતા તેમાંથી નીકળેલ ગેસ આસપાસ ફેલાયો છે, જેને લઈને આસપાસમાં રહેતા લોકોને શ્વાસ લેવાની અને આંખો બળવાની તકલીફ ઉભી થઇ હતી બીજી બાજુ નજીકમાં જ વૃદ્ધાશ્રમ આવેલું હતું જેથી  વડીલોને પણ તકલીફ થવા પામી હતી ગોડાઉન માંથી લીકેજ થયેલ આ કેમિકલ જલદ કેમિકલ હોવાનું માલુમ પડ્યું હતું .

કેમિકલ લીકેજ થવાને લઈને આસપાસના વિસ્તારમાં કેમિકલનો ધુમાડો જોવા મળ્યા છે, જેને લઈને શ્વાસ લેવામાં ખુબ મુશ્કેલી પડી હતી લીકેજ થયેલ આ કેમિકલ હાઈડ્રોક્લોરિક છે જે અચાનક લીકેજ થયેલ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ બાબતે ટાંકીમાંથી લીકેજ થયું છે તેવું સામે આવ્યું છે જેમાં આ કેમિકલનો ઉપયોગ કાપડ વોશ કરવા માટે થતો હોવાનું સામે આવ્યું છે

આ લીકેજ થયેલ કેમીકલની ઘટના અંગેની જાણ થતા તુરંત જેતપુર મામલતદાર, જેતપુર પોલ્યુશન બોર્ડના અધિકારી, જેતપુર નગરપાલિકા ટીમ ઘટના સ્થળે દોડી અને આ લીકેજ કેમિકલ પર પાલિકાની ફાયર ટીમ દ્વારા આ કેમિકલ પર પાણી છંટકાવ કરીને લીકેજ કેમિકલને શાંત કરવા માટેની કામગીરી હાથ ધરી હતી. જ્વલનશીલ કેમિકલમાં અહિયાં 5000 લીટરની ચાર જેટલી ટાંકીઓ રાખવામાં આવી હતી, જેમાંથી એક ટકી લીકેજ થયું હોવાનું સામે આવ્યું હતું

આ જ્વલનશીલ કેમિકલ રાખવા માટે મંજુરી છે, કે નહિ અને કોના દ્વારા અને ક્યાંથી લાવવામાં આવ્યું છે અને કોને આપવા સહિતની તપાસ શરૂ કરવા માટે કેમિકલના નમૂનાઓ લઈને કાર્યવાહી હાથ ધરી છે. આ કેમિકલ જે જગ્યા પર રાખવામાં આવી છે, તે જગ્યા પર આ કેમિકલ રાખવા માટેની મંજૂરી ના હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ સામે આવ્યું છે. આ લીકેજ કેમિકલને લઈને નજીકમાં જ આવેલ વૃધ્ધાશ્રમમાં રહેલા વૃદ્ધ લોકોને અતિભારે તકલીફો ઉભી થયેલ હતી. જે અંગે વૃદ્ધોને પણ સૌથી વધુ આ લીકેજથી તકલીફ ઉભી થવા પામી હતી, ત્યારે આ સમગ્ર લીકેજ અને સ્ટોરેજ તેમજ મંજૂરી સહીતીની તપાસ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.

બીજી તરફ આ વિસ્તાર જેતપુરના પીઠડીયા ગામમાં આવતો હોય તેમજ રહેણાક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામની મંજૂરી કોણે આપી તે પણ એક ચર્ચાનો નો વિષય છે જ્યારે ગોડાઉન માલિક જયકુમાર શાંતિલાલ ઝાલાવાડીયાનું હોવાનું માલૂમ પડ્યું હતું તેમજ આ ગોડાઉન મીત કનેરિયા નામના ઈસમે ભાડે પેટે રાખેલ હોવાનું જણાવ્યું હતું આ હાઇડ્રોલિક જથ્થા મામલે જેતપુર ગ્રામ્ય મામલતદાર ડી.એ ગીનીયાં ને પૂછતા જણાવ્યું હતું કે ગોડાઉનમાં રાખવામાં આવેલ હાઇડ્રોક્લોરિક એસિડનો તમામ જથ્થો ગેરકાયદેસર છે.જેથી  જીપીસીબીના અધિકારીને લેખિત જાણ કરવામાં આવશે

બીજી તરફ જેતપુર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી વકાણીએ જણાવ્યા હતું કે હેડ ઓફિસ ઉપર રિપોર્ટ આપવામાં આવશે કારણ કે એસીડ કેમિકલ વેચવમાં આવી રહ્યું છે કેમિકલ નું ઉત્પાદન કરવામાં નથી આવી રહ્યું જેથી ઉપરનાં રિપોર્ટ બાદ પર્યાવરણ સંરક્ષણના કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ તો કાર્યવાહી કરવામાં બંને વિભાગો એકબીજા પર ખો. આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.