દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝડપાયો

ચોટીલા હાઈવે પરથી એસન્ટ કારમાંથી રૂ.૭૯,૯૦૦ની કિંમતનો વિદેશી દારૂ પકડાયો

રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે પર કનૈયા હોટલ પાસેથી પોલીસે એસન્ટકારમાંથી રૂ.૭૯૯૦૦ની કિમંતની ૭ વિદેશી દારૂની ૬૮ બોટલ સાથે રાજકોટના શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ચોટીલ પીએસઆઈ ચૌંહાણ તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે નેશનલ હાઈવે બોરીયાનેશ નજીક આવેલ કનૈયા હોટલ પાસેથી જી.જે. ૩ ડીજી ૧૩૨૦ નંબરની એસેન્ટ કારની તલાશી લેતા તેમાંથી અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની ૬૮ બોટલો મળી આવતા દારૂનો જથ્થો, મોબાઈલ, તથા કાર મળી કુલ ૨૩૪૯૦૦ના મુદામાલ સાથે રાજકોટનાં એસીફૂટ રોડ પુનીતપાર્કમાં રહેતા મુળ કાનાવડલાનાં અશોક વ્રજલાલ ગાજીપરાને ઝડપીલઈ કાર્યવાહી હાથ ધરી હતી.