Abtak Media Google News

કાર ચાલકે દુબઇમાં કરોડોની મિલકત હોવાની ખોટી વાતો કરી યુવતિને પ્રેમ જાળમાં ફસાવી

યુપીથી કુરીયરમાં ઝેરી ટીકડા પ્રેમીકાને મોકલયા: માતા-પિતાને બેભાન બનાવી યુવતિ વિમાન માર્ગે પ્રેમી પાસે પહોંચી

સોશિયલ મીડિયામાં  આંધળો વિશ્વાસ કરનાર યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો જુનાગઢ માંથી સામે આવ્યો છે. તાજેતરમાં જ જૂનાગઢમાં માતા-પિતાને ભોજનમાં ઘેનની ટીક ડાઓ ખવડાવી, એટીએમ, ક્રેડિટ કાર્ડ, પાસપોર્ટ, રોકડ રકમ અને મોબાઈલ સાથે છનન થઈ ગયેલ યુવતીને જુનાગઢ પોલીસે એક યુવક સાથે ઉત્તર પ્રદેશના બરેલીથી પકડી તેની પૂછપરછ કરતા ચોકાવનારી બાબત સામે આવી છે. જે આજની આધુનિક ગણાવતી અને સોશિયલ મીડિયા પર આંધળો વિશ્વાસ મુક્તિ યુવતીઓ અને તેમના પરિવાર માટે એક લાલ બત્તી સમાન છે.

જુનાગઢના મોતીબાગ સામે આવેલી એક સોસાયટીમાં રહેતા શિક્ષિત પરિવારની એક દીકરી પોતાના મા બાપને ભોજનમાં ઘેનના ટીકડા ખવડાવી, બેભાન કરી, રોકડા રૂપિયા, મોબાઈલ, પાસપોર્ટ લઈ નાસી છૂટી હતી. જ્યારે આ યુવતીના માતા-પિતા ભાનમાં આવ્યા ત્યારે દીકરી એ કરેલા કરતુત ધ્યાનમાં આવ્યા હતા. અને તાત્કાલિક પોલીસને જાણ કરાતા પોલીસે આ યુવતીની તાત્કાલિક શોધ જારી રહી કરી હતી. જે દરમિયાન યુવતી રાજકોટ અને ત્યાંથી દિલ્હી તરફ ગઈ હોવાનું ખોલ્યું હતું.

બાદમાં જૂનાગઢ પોલીસે આ યુવતી તથા તેના પ્રેમીને બરેલિથી પકડી લઈ, જુનાગઢ લાવવામાં આવી છે. અને યુવતીને ભગાડવામાં મુખ્ય રોલ ભજવનાર યુવતીના ઇન્સ્ટ્રાગ્રામ પ્રેમીની હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.આ કિસ્સા અંગે જુનાગઢના ડી.વાય.એસપી હિતેશ ધાંધલીયાના જણાવ્યા અનુસાર જૂનાગઢની એક યુવતી ઘરમાંથી ક્રેડિટ કાર્ડ, એટીએમ, પાસપોર્ટ અને માતા પિતાના મોબાઈલ લઈ નાસી છૂટ્યા હોવાની ગત તારીખ 7 ના રોજ જૂનાગઢ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે રેન્જ આઈ જી મયંકસિંહ ચાવડા, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસણ શેટ્ટીના માર્ગદર્શનમાં સી. ડિવિઝન, એલસીબી, એસઓજીની ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન યુવતી હવાઈ માર્ગે રાજકોટથી દિલ્હી પહોંચી હતી અને ત્યાંથી તેના ઇન્સ્ટ્રાગ્રામ પ્રેમી ને જાણ કરાતા તેનો પ્રેમી તેને દિલ્હી આવી બરેલી લઈ ગયો હોવાનું જાણમાં આવતા પોલીસે બરેલી પહોંચી બંનેને એક હોટલમાંથી પકડી પાડ્યા હતા અને બાદમાં જૂનાગઢ લાવી તેમની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ તપાસ દરમિયાન જુનાગઢની યુવતીને પાંચથી સાત વર્ષ પહેલા ઇન્સ્ટ્રાગ્રામ મારફતે રાહત અહેમદ નફીસ અહેમદ ખાન સાથે સંપર્ક થયો હતો અને આ છેલ બટાવ યુવકે પોતે દુબઈમાં હોટલ મેનેજમેન્ટ નો કોર્સ કરે છે. અને તેમને દુબઈમાં બે મોલ તથા ત્રણ રેસ્ટોરન્ટ છે. જ્યારે ઉત્તર પ્રદેશના બરેલીમાં પણ બે થી ત્રણ હોટલ અને રેસ્ટોરન્ટ છે તે સાથે એક ઓડી અને એક બળૂ કાર છે તેમ જણાવી યુવતીને જાળમાં ફસાવી હતી. અને બાદમાં દુબઈની તમામ પ્રોપર્ટી વેચી હવે તે બરેલી ખાતે આવી ગયો છે. અને તું બરેલી આવી જા. તેમ જણાવ્યું હતું.

તે સાથે યુવતીના માતા-પિતા અડચણરૂપ ન થાય તે માટે યુવકે પોસ્ટ મારફતેના 20 ઘેન ના ટીકડા પણ મોકલ્યા હતા. જે યુવતીએ તેના માતા પિતાને ખવડાવી, માતા પિતાને બેભાન કરી, બેંકમાંથી 2.40 લાખ ઉપાડી લીધા બાદ યુવક પાસે રાજકોટ થી ફ્લાઇટ મારફત દિલ્હી પહોંચી અને દિલ્હી ખાતે તેમના ઇન્સ્ટ્રાગ્રામ માં પ્રેમીને બોલાવી ત્યાંથી બરેલી ખાતે પહોંચી હતી. અને ત્યાં બંને એક હોટેલમાં રોકાયા હતા.

તે દરમિયાન જ જુનાગઢ પોલીસે બંનેને પકડી જુનાગઢ ખાતે લાવેલ છે.ડીવાયએસપી ધાધલીયા ના વધુમાં જણાવ્યા અનુસાર, હાલમાં યુવતી અને યુવક પાસેથી રૂપિયા 1.71 લાખ રિકવર કરાયા છે. આ યુવતી ભાગી ત્યારે તેણે રૂપિયા 2.40 લાખ ઉપાડ્યા હતા. આ સાથે યુવકની પૂછપરછ કરતા યુવક માત્ર 10 ધોરણ પાસ હોવાનું અને અગાઉ દુબઈમાં ડ્રાઇવિંગ કરતો હતો તેવું સામે આવ્યું છે. આ સાથે તેની માતા માનસિક બીમાર અને પિતા બંને પગે અપંગ છે તથા એક ભાઈ અને એક બહેનનો તેમનો પરિવાર હોવાનું ખુલ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.