Abtak Media Google News

ત્રણ પુત્રીની હત્યાની ધમકી દેતો વોટ્સએપ મેસેજ કરતા પટેલ પરિવારમાં ફફડાટ મચી ગયો: અમદાવાદ અભ્યાસ કરતી પુત્રીની માતાના મોબાઇલમાં રૂ.૭૨ કરોડની ખંડણીની કરી માગણી: ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનોલોજીની મદદથી ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી હરીનગરના શખ્સની કરી ધરપકડ

શહેરના પોશ વિસ્તાર ગણાતા ભક્તિનગરમાં રહેતા બિલ્ડર પરિવારની ત્રણ પુત્રીની હત્યા કરવાની ધમકી ભર્યો વોટસએપ મેસેજ આવતા ફફડી ઉઠેલા પટેલ પરિવારે પોલીસમાં કરેલી રાવના પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનોલોજીની મદદથી ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી યુનિર્વસિટી રોડ પર આવેલા હરીનગરના શખ્સની ધરપકડ કરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભક્તિનગર સોસાયટીમાં રહેતા કિશોરભાઇ હંસરાજભાઇ પસરાણા નામના બિલ્ડરે પોતાના ત્રણ ભાઇઓના સયુંકત પરિવારની ત્રણ પુત્રીની હત્યા કરવા અંગેનો ગત તા.૨૨ ફેબ્રઆરીના રોજ સંગીતાબેનના મોબાઇલમાં રૂા.૭૨ કરોડની ખંડણી માગતો વોટસએપ મેસેજ આવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કિશોરભાઇ પરસાણા ત્રણ ભાઇઓ છે. જેમાં સૌથી મોટા ગોવિંદભાઇ અને તેમના પત્ની મંજુલાબેન તેમના સંતાન એક પુત્ર કેવિન અને પુત્રી માનસી છે. તેઓ પોતાની સાથે જ રહે છે. બીજા નંબરના ભાઇ ભરતભાઇ જેઓ ૨૦૦૨માં અવસાન થયું છે. તેમના પત્ની સંગીતાબેન તેમની સાથે રહે છે. તેમને બે પુત્રી ડેનિશા અને દ્રષ્ટી છે. કિશોરભાઇ સૌથી નાના છે તેમના પત્ની જયોત્સનાબેન પોતાને સંતાનમાં પુત્ર રાજ અને પુત્રી નિજા છે. તમામ સયુંકત પરિવારમાં રહે છે અને બિલ્ડીગ વ્યસાય કરે છે.ગત તા.૨૨ ફેબ્રુઆરીએ સંગીતાબેનના મોબાઇલમાં રૂા.૭૨ કરોડની ખંડણીની માગણી કરી ત્રણ પુત્રીઓની હત્યા કરવાની ધમકી ભર્યો મેસેજ આવ્યો હતો. પરસાણા પરિવારની ત્રણ પુત્રી પૈકી ડેનિશા અમદાવાદ ખાતે જીએલએસ કોલેજમાં અભ્યાસ કરે છે. દ્રષ્ટી લંડન ખાતે અભ્યાસ કરે છે. જ્યારે ગોવિંદભાઇની પુત્રી માનસીબેનના કાલાવડ રોડ પર સાસરે હોવાથી કિશોરભાઇએ ડેનિશાને અમદાવાદથી રાજકોટ તેડાવી લીધી હતી જ્યારે માનસીબેનને સતર્ક રહેવા કહ્યું હતું. લંડન રહેતી પુત્રી દ્રષ્ટીને આ અંગે કંઇ જાણ કરવામાં આવી ન હતી.ખંડણીની માગણી કરતા મેસેજ અંગે કિશોરભાઇ પરસાણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગ દર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ એસીબી ડી.વી.બસીયા, પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. એચ.બી.ધાંધલ્યા અને રાઇટર પદુભા જાડેજા સહિતના સ્ટાફે વોટસએપ કયાં નંબર પરથી મેસેજ આવ્યો તેના આધારે તાત્કાલિક તપાસ કરતા મેસેજ કરનાર શખ્સ યુનિર્વસિટી રોડ પર આવેલા હરીનગર વિસ્તારના પારસ મહેન્દ્ર મોણપરાની સંડોવણી બહાર આવતા ધરપકડ કરી પૂછપરછ કરતા ડેનિશા સાથે તે રાજકોટમાં અભ્યાસ કરતો હોવાથી પરસાણા પરિવારથી તે પરિચીત હોવાનું અને તેઓ સુખી સંપન્ન હોવાથી તેની પાસેથી રૂા.૭૨ કરોડની ખંડણી પડાવવા વોટસએપ મેસેજ કર્યાની કબુલાત આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.