Abtak Media Google News

સ્લમ આવાસમાં સ્થાનિકોને સમજાવટ કરવા છતાં,આડેધડ પાર્કિંગની સમસ્યાથી કંટાળી આગ ચાંપી દીધાની આરોપીની કબૂલાત: સી.સી.ટીવી. ફૂટેજના આધારે ભેદ ઉકેલાયો

રાજકોટમાં જિલ્લા ગાર્ડન પાસે સ્લમ ક્વાર્ટર માં પડેલા રીક્ષા સહિત ચાર વહાઓમાં જ્વાળાન્સીલ પદાર્થ છાંટી સળગાવી નાખનાર લાલુડી વોકડી ના શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.રાત્રીના શેરીમાં આડેધડ થતા વાહન પાર્કિંગની સમસ્યા થી કંટાળી શખ્સે આગ લગાડયાની કબૂલાત આપી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ એક દિવસ પૂર્વે જિલ્લા ગાર્ડન પાસે આવેલા સ્લમ કવાર્ટરની બહાર કોઈ અજાણ્યા શખ્સે રીક્ષા સહિત ચાર વાહનોમાં જ્વાળાન્સીલ પદાર્થ છાતી આગ ચાંપી દેટા સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાય ગયો હતો.બનાવ અંગેની જાણ થતાં ભક્તિનગર પોલીસે દોડી જઇ લોકોમાં રોસ ભભૂકે તેવું કૃત્ય આચરનાર અજાણ્યા શખ્સ સામે સ્થાનિક ઈમ્તિયાઝ ધાનાની ફરિયાદ પર થી ગુનો નોંધી સી.સી.ટીવી. ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
આગમાં લગભગ તમામ વાહનો સળગીને ભસ્મી ભૂત થઈ ગયા હતા ભક્તિનગર પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.ડી.ઝાલા તથા ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ.પી.એમ.ધાખડા તથા એસ.વી સાખરાની ટીમે સ્થળ તપાસ કર્યા બાદ આજુ બાજુની સોસાયટીના સી.સી.ટીવી. કેમેરા ચેક કરી અજાણ્યા શખ્સની શોધ ખોળ હાથ ધર્યા બાદ આરોપી રણજીત કાના સસી(ઉ.વ.૩૦રહે.લાલુડી હોકડી કેનાલ રોડ)ની ધરપકડ કરી હતી પોલીસ ની પ્રાથમિક પૂછ પરછ માં આરોપી રણજીત સસી એ કબૂલાત આપી હતી કે જે સ્થળે વાહનો સળગાવ્યા તે અવરજવર માટે નો રસ્તો હોઈ , સ્થાનિક લોકોને સમજાવટ કર્યા છતાં આડેધડ પાર્કિંગ કર્તા હોઇ, જેથી કંટાળી ને આવેશ માં આવી જઈ પાંચ વાહનોમાં આગ ચાંપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.