- લખતર પોલીસ દ્વારા ભારે ગુનાના આરોપી વિકી દેવીપૂજકને તલવણી ગામમાંથી ઝડપ્યો
- ચેકીંગ ડ્રાઈવ અંતર્ગત ઈંગ્લીશ દારૂ અને બિનકાયદેસર વીજ કનેક્શન ઉપયોગ કરવા અંતર્ગત ઝડપ્યો
- નાની-મોટી નંગ બોટલ 70 કિંમત રૂ. 12,400નો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગર: લખતર પોલીસ દ્વારા ભારે ગુનાના આરોપી ચેકીંગ દ્રાઈવ અંતર્ગત તલવણી ગામ માંથી નાની મોટી બોટલ નંગ 70 કિંમત રૂપિયા 12400 નો મુદ્દામાલ પકડાયો હતો. આ સાથે લખતર પોલીસ દ્વારા ભારે ગુનાના આરોપી ચેકીંગ દ્રાઈવ અંતર્ગત તલવણી ગામ માંથી વિકી સાગરભાઈ દેવીપૂજકને ઈંગ્લીશ દારૂ અને બિનકાયદેસર વીજ કનેક્શન ઉપયોગ કરવા અંતર્ગત ઝડપી પાડ્યો હતો. લખતર પોલિસ સ્ટાફ દ્વારા બિનકાયદેસર વીજ કનેક્શન અંતર્ગત લખતર પીજીવીસીએલ નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિતમાં આગળની કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી હતી.
લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆરઆઈ માંથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ઝળવાઈ રહે તેમાટે નાયબ જિલ્લા પોલીસ મહાનિરીક્ષક ડો.ગીરીશ પંડ્યા દ્વારા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે ગુનાના આરોપીઓને ચેક કરી તેમની પાસેથી કોઈપણ પ્રકારની વાંધાજનક વસ્તુ મળી આવે સાથે બિનકાયદેસર વીજ પ્રવાહનો ઉપયોગ કરતા હોય તેવા શખસોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવી ત્યારે લખતર પોલીસ સ્ટેશન પીઆઈ યોગેશ પટેલ રાજેશભાઈ કુશાપરા અનિકેતસિંહ સીસોદીયા મનોજ ઉણેચા સહિતના સ્ટાફ દ્વારા તલવણી ગામના ભારે ગુનાના આરોપી વિક્કી સાગરભાઈ દેવીપૂજકના ઘરે જઈ ચેકીંગ હાથ ધરવામાં આવતા વિક્કી દેવીપૂજક ઘરે મળી આવેલ હતો વધુ તપાસ હાથ ધરતા આરોપીના ઘર માંથી જુદીજુદી કંપનીની ભારતીય બનાવટની દારૂની નાની મોટી બોટલ નંગ 70 કિંમત રૂપિયા 12400 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
આ સાથે પોલીસ સ્ટાફના ધ્યાનમાં આવ્યું હતું કે વિક્કી દેવીપૂજક ઘરમાં બિનકાયદેસર વીજ પ્રવાહનો વપરાશ કરી રહ્યો છે આથી લખતર પોલીસ સ્ટાફના મહાવીરસિંહ પઢારિયાને લખતર પીજીવીસીએલ નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિતમાં જાણ કરી પંચ સાથે રાખી વિજધારા અંતર્ગત વિક્કી ગોસ્વામી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવતા લખતર તાલુકામાં ભારે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ જેઓ બિનકાયદેસર ગુનાહિત કાર્ય કરી રહ્યા છે તેવા ગુનેગારોમાં ફફડાટની લાગણી ફેલાઇ જવા પામી છે
અહેવાલ: ભટ્ટી ઘનશ્યામ