ભુજમાં ગાંજાની ડિલીવરી કરવા નિકળેલો શખ્સ ઝડપાયો

284 ગ્રામ ગાંજા, મોપેડ, રોકડા અને મોબાઇલ મળી રૂ. 60,700 નો મુદામાલ  કબ્જ

પશ્ર્ચિમ કચ્છ જિલ્લાના ભુજ ખાતેથી એસ.ઓ.જી. એ એક શખ્સને ગાંજા સાથે ધરપકડ કરી રૂા60,700 નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વિગત મુજબ કચ્છ જીલ્લામાં નશીલા પર્દાથની હેરાફેરી થતી હોવાની સરહદલ રેન્જ ભુજ જે.આર. મોથલીયાને ઘ્યાને આવતા અને પશ્ર્ચિમ કચ્છ ભુજના એસ.પી. સૌરવસિંઘએ કડક હાથે ડામી દેવા આપેલી સુચનાને પગલે એસ.ઓ. જી. ઇન્ચાર્જ પી.આઇ. એ.આર. ઝાલા સહીતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.

પેટ્રોલીંગ દ્વારા બકાલી કોલોની ગીતા માર્કેટ પાસે રહેતો અબ્દુલ ઉર્ફે અભાડો મામદ સુમરા નામનો શખ્સ ગાંજાની ડિલીવરી કરવા જઇ રહ્યાની મળેલી બાતમીના આધારે સ્ટાફે બી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાંથી સ્ટાફે બી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાંથી અબદુલ સુમરાને રૂ. 2840 ની કિંમતનો ગાંજા સાથે ધરપકડ કરી રૂા 60,690 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ માનકુવા પોલીસ મથકના સ્ટાફ ચલાવી રહ્યા છે.