ગોંડલ નજીક 25 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

કુલ રૂા.2.55 લાખનો મુદ્ામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ગોંડલ નજીક ઘોઘાવદર ચોક પાસે બંસીધર સિમેન્ટ પ્રોડક્ટ નામના કારખાનાની ઓફિસમાં ગાંજાનો જથ્થો હોવાની બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચને થતાં સ્ટાફે રેડ પાડી 25 કિલો ગાંજાનાં જથ્થા સાથે ખુશીરામ બદ્રીનારાયણ મીણા નામના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા  તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાગર બાગમાર નાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં નાર્કોટીક્સ અંગે કેસો કરવા માટે સુચના આપેલ જે અનુસંધાને પોલીસ ઈન્સ. એ.આર.ગોહિલની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી. શાખાના સ્ટાફ ના પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા તથા પો. હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી તથા પો. કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ તથા પો. કોન્સ. રૂપકભાઇ બોહરા નાઓને મળેલ સંયુક્ત હકિકત આધારે ગોંડલ ઘોઘાવદર ચોક થી રેતીચોક તરફ જતા આડા રસ્તે આવેલ બંસીધર સીમેન્ટ પ્રોડક્ટ નામના કારખાનાની ઓફીસમાંથી ખુશીરામ બદ્રીનારાયણ મીણા જાતે અનુ.જ.જાતિ ઉ.વ.-22 (રહે બાહેડા ગામ ગુર્જરો કા મહોલ્લા તા.કોડારાયસિહ જી.ટાંક રાજસ્થાન)વાળાને ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય ગાંજાના ઘટકો વાળો માદક પદાર્થ નો જથ્થો વજન 25 કિલોગ્રામ કિ.રૂ.2,50,000/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી કુલ રૂ. 2,55,500/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગોંડલ સીટી પો.સ્ટે. ખાતે એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.