એસ્ટ્રોન ચોકમાં ATM તોડી ચોરી કરતો શખ્સ રંગેહાથ ઝડપાયો

બે લાખનું દેણું થઈ જતા જે બેંકમાં ખાતું હતું તેનું જ એટીએમ તોડવાની યોજના બનાવ્યાની કબૂલાત

રાજકોટમાં એસ્ટ્રોન ચોકમાં આવેલ બેંક ઓફ બરોડાની ટાગોર રોડ શાખાનું એટીએમ તોડવા આવેલા કાલાવડ રોડ ન્યારી ડેમ પાસેના આસોપાલવ સ્ક્વેર બિલ્ડિંગમાં રહેતા દર્શન ગોરધનભાઇ વાઘેલા નામના નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં મિત્રને બે લાખની રકમ પરત કરવા એટીએમ તોડવાનું નક્કી કર્યું કબૂલાત આપી હતી.

વિગતો મુજબ પોલીસ કંટ્રોલરૂમને ટાગોર રોડ પર આવેલા બેંક ઓફ બરોડાના એટીએમમાં કોઇ શખ્સ નાણાં ચોરી કરવા ઘુસ્યો હોવાનો અને મશીન તોડતો હોવાનો મેસેજ મળતાં એ ડિવિઝન ના પીએસઆઇ જે.એમ.ભટ્ટ સહિતનો સ્ટાફ રાત્રે એસ્ટ્રોન ચોક દોડી ગયો હતો અને એટીએમ રૂમ પાસે પહોંચી અંદર રહેલા શખ્સને કટર, ડિસમિસ જેવા સાધનો સાથે દબોચી લીધો હતો. તપાસમાં તે શખ્સ એટીએમ મશીનનો એક ભાગ ડિસમિસથી તોડી નાંખ્યો હોવાનું જોવા મળ્યું હતું. બનાવની જાણ થતા બેંકના ક્રેડિટ મેનેજર મનોજ ચોરાડા સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.તેમને પોલીસને જણાવ્યું કે, હૈદ્રાબાદ ખાતે આવેલા બેંકના ઇ-સર્વેલન્સ ટીમે ઉપરોક્ત એટીએમ તોડવાનો પ્રયાસ થતો હોવાની જાણ અમારી બેંકના આઇટી અધિકારીને કરી હતી.

તેને પોતાને જાણ કરતા તુરંત કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. પોલીસે બેંકના અધિકારી મનોજ ચોરાડાની ફરિયાદ પરથી બેંકના એટીએમ મશીન તોડી નુકસાની કરી અંદરથી રૂપિયાની ચોરી કરવાની કોશિશનો ગુનો નોંધી ધરપકડ કરી છે. જ્યારે આરોપીની પુસ્તક કરતા તને કબૂલાત આપી હતી કે તેને મિત્ર પાસેથી બે લાખ રૂપિયા ઉછીના લીધા હતા જે તેને પરત આપવાના હતા જેના કારણે છે તેનું જે બેંકમાં ખાતું જ હતું તેનું જ એટીએમ તોડવા નક્કી કરવાની કબૂલાત આપી છે