વેરાવળમાંથી વિદેશી દારૂની 117 બોટલ સાથે શખ્સ ઝડપાયો

શરાબ, કાર અને મોબાઇલ મળી રૂ.1.58 લાખનો મુદ્દામાલ કબ્જે

 

વેરાવળ શહેરમાં આવેલી ડાયમંડ ટોકીઝ પાસે કારમાંથી વિદેશી દારૂની 10 પેટી અને એક મોબાઇલ મળી રૂ.1.58 લાખનાં મુદ્ામાલ સાથે એક શખ્સને ગીર સોમનાથની એલ.સી.બી.ની ટીમે ઝડપી લીધો છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ગીર સોમનાથ એલ.સી.બી.ની ટીમ વેરાવળમાં પેટ્રોલીંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે ડાયમંડ ટોકીઝ પાસે જીજે03 એમ.એ.9681 નંબરની કારમાં વિદેશી દારૂની હેરાફેરી થઇ રહી છે. બાતમીના આધારે એલ.સી.બીની ટીમ ડાયમંડ ટોકીઝ પાસે વોચમાં ગોઠવાઇ ગઇ હતી. દરમિયાન માહિતી મળતા કાર ત્યાંથી પસાર થતા તેને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 117 બોટલ મળી આવી હતી.

પોલીસે શરાબ, કાર અને મોબાઇલ મળી કુલ રૂ.1.58 લાખના મુદ્દામાલ સાથે એલ.સી.બી. પી.આઇ. એ.એસ.ચાવડા, એ.એસ.આઇ. મેસુરભાઇ વરૂ, રામદેવસિંહ જાડેજા, અજીતસિંહ પરમાર, નરેન્દ્રભાઇ કછોટ, લાલજીભાઇ બાંભણીયા, હેડ કોન્સ્ટેબલ નટુભા બસીયા અને ભુપેન્દ્રસિંહ ચાવડા સહિતના સ્ટાફે વેરાવળમાં પાણીના ટાંકા પાછળ શ્રીજી મકાનમાં રહેતો અમિત મનસુખભાઇ ચાવડાની ધરપકડ કરી છે જ્યારે અમીત અટારા અને અન્ય એક શખ્સ નાશી જતા તેની શોધખોળ હાથધરી છે.