Abtak Media Google News

ભુજથી ભગાડવામાં પોલીસ સહિત 12 શખ્સો સામે ગુનો નોંધાયો હતો

સૌરાષ્ટ્રના ચકચારી ગોંડલના ગુજસીટોકના આરોપી નિખિલ ઉર્ફે નિકુંજ રમેશભાઈ દોંગાને ભુજ સિવિલ હોસ્પિટલમાં પોલીસ કસ્ટડીમાંથી ભગાડી જવાના ગુનામાં પકડાયેલા વધુ એક આરોપી આકાશી વિનુ આર્ય ના  ગુજરાત હાઇકોર્ટ દ્વારા જમીન મંજુર કરવામાં આવ્યા છે.

બનાવની હકીકત જોઈએ તો ખૂનના ગુન્હામાં ગોંડલ જેલ હવાલે 2હેલ નિખિલ દોંગા વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ ગુન્હો દાખલ કરી તેને ભુજ જેલમાં મોક્લવામાં આવેલો,  ભુજની પાલારા જેલમાંથી તા.25/ 03/ 2021થી સારવાર અર્થે નિખિલને ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ, અને ત્યાં પોલીસ જાપ્તામાં રહેલા પોલીસવાળાની બેદરકારીથી ભુજ  કારમાં સવાર થઈ નિખિલ દોંગા નાસી જતા  ગુજરાતમાં ચકચાર જાગેલી. જે ગુન્હાની ફરીયાદ ભુજમા પોલીસ પરેડ ગ્રાઉન્ડ સામે રહેતા સહદેવસિંહ માવસંગભા ચૌહાણે ભુજ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જે તપાસના આધારે પોલીસ સહિત 12 જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં વધુ એક આકાશ વિનું આર્યએ કરેલી જામીન અરજી ભુજની સેશન્સ અદાલતે રદ કરતા તેની સામે હાઈકોર્ટમાં જામીન અરજી કરી રજુઆત કરેલ કે,  આરોપીઓએ ગુન્હામાં કોઈ રોલ ભજવેલ નથી, રાજકીય ઉદ્દેશ્યથી અનેક નિર્દોષ લોકોને મદદગારીના ઓઠા હેઠળ ફિટ કરી દેવામાં આવેલ છે.

જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા બંને પક્ષની રજુઆતો, રેકર્ડ પરની હકીકતો લક્ષે લેતા સદર કામે ચાર્જશીટ ફાઈલ થઈ ગયેલ હોય, ગુન્હાહીત ભુતકાળ ન હોય સહઆરોપીઓના પોલીસ કસ્ટડીના નિવેદનના આધારે સંડોવવામાં આવેલ હોય, નિખિલ દોંગાને ફેસેલીટી પુરી પાડવા ઘડેલ કાવત્રા સબંધનો કોઈ સ્વતંત્ર પુરાવો કે મટીરીયલ રેકર્ડ પ2 નથી, આરોપીઓનું સોસાયટીમાં સ્થાન, ટ્રાયલ સમયેની હાજરી વિગેરે તમામ હકીકતો નજર અંદાજ લઈ અ2જદારોને જામીન ઉપર મુક્ત મુનાસીફ માની  હાઈકોર્ટ ધ્વારા આકાસ વિનુ આર્ય ને  રેગ્યુલર જામીન પર મુકત કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે.

ઉપરોકત કામમાં આરોપીઓ વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુજના એડવોકેટ આર.એસ. ગઢવી, હાઈકોર્ટના એડવોકેટ પ્રતિક જસાણી તેમજ ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.