Abtak Media Google News

બીઇ અને બીટેક પ્રોગ્રામના પહેલા પેપરમાં 8.23 લાખ વિધાર્થીઓએ પરીક્ષા આપી

દેશની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષાના પ્રથમ તબક્કામાં 95 ટકા  ઉમેદવારો હાજર રહ્યા હતા. જેઇઈ પ્રથમ તબક્કામાં 95.8 ટકા હાજર રહ્યા હતા. જે પ્રથમ વખત રેકોર્ડ સ્થપાયો છે. બીઇ અને બી ટેક પ્રોગ્રામ ના પ્રથમ પેપરમાં કુલ 8.23 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. નવો રેકોર્ડ સ્થપાયો છે. આ તમામ ઉમેદવારો આઇઆઇટી અને એનઆઇટીની સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે મહેનત કરી રહ્યા છે. પ્રથમ વખત આ પરીક્ષામાં મહિલા ઉમેદવારોની સંખ્યા 30 ટકા વધી ગઈ છે અને હાઈએસ્ટ ફીમેલ એસપીરેન્ટ એટલે કે પરીક્ષાાર્થીઓ હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આંધ્રપ્રદેશમાં સર્વાધિક 98.9 ટકા જ્યારે તેલંગાણા થી 98.7 ટકા અને ત્રિપુરામાં 98.6 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જાન્યુઆરી સેશનમાં જે બીજું પેપર બીઆરક અને  બી-પ્લાનિંગ પ્રોગ્રામનું આપવામાં આવ્યું હતું તેમાંથી 35232 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે .લોકો એટલે કે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આપ માહિતી અનુસાર જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જે પ્રથમ પેપર આપવામાં આવ્યું તેમાં ૯૬ ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને પેપર બે કે જે જાન્યુઆરી 28 ના રોજ યોજાયું તેમાં 75.8 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. 30 ટકા મહિલાઓએ પરીક્ષા આપી તેમાંથી 11.4 ટકા ઇડબ્લ્યુએસ અને શેડ્યુલ કાસ્ટ માંથી 37 ટકા, 9.1 ટકા શેડ્યુલ ટ્રાઈબ અને 3.4 ટકા ઓબીસી માંથી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.