અબતક,રાજકોટ: જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત કચેરી હેઠળના જિલ્લા તમાકુ નિયંત્રણ સેલની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કલેક્ટરએ રાજકોટ જિલ્લામાં તમાકુ નિષેધ હેઠળ થયેલ જાગૃતિ તેમજ દંડાત્મક કાર્યવાહીની સમીક્ષા કરી હતી અને નિયમ મુજબ શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ તમાકુનું વેચાણ બંધ થાય અને દુકાનોમાં બોર્ડ લાગે તે સુનિશ્ચિત કરવા જરૂરી નિર્દેશો કર્યા હતા.આ બેઠકમાં ડીડીઓ દેવ ચૌધરી, સામાજિક અગ્રણી અને પૂર્વ સાંસદ રમાબેન માવાણી, આરોગ્ય વિભાગના મિતેષ ભંડેરી અને અન્ય આરોગ્ય અધિકારીઓ, પોલીસ પ્રતિનિધિ તેમજ સંબંધિત વિભાગીય અધિકારીઓ ઊપસ્થિત રહ્યા હતા.