- ભારાપર ગામ મધ્યે સાલ કંપનીના 19 વર્ષના પ્રદૂષણને અનુલક્ષીને બેઠક યોજાઇ
- પ્રદુષણ રોકવા માટે આહિર સમાજના પ્રમુખ અને ભારાપર જાગીરના મહંતના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
- સમસ્ત આહિર સમાજના આગેવાનો,ભારાપર ગામ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત
ગાંધીધામ: ભારાપર ગામ મધ્યે સાલ કંપનીના 19 વર્ષના પ્રદૂષણને અનુલક્ષીને પ્રદુષણ રોકવા માટે આહિર સમાજના પ્રમુખ તેજાભાઈ કાનગડ અને ભારાપર જાગીરના મહંત દેવજી દાદાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. તેમજ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી કે,જો કંપની પ્રદૂષણ રોકવાની કામગીરી નહીં કરે તો ઉગ્ર આંદોલન થશે. તેમજ આ કંપનીના લીધે યુવાઓથી લઈ બાળકો સુધી સર્વેને સ્વાસ્થ્ય હાનિ થઈ રહી હોવાના અને ખેતીની જમીન પણ ખેડૂતો ઉપયોગ કરી શકતા ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ આ બેઠકમાં ભારાપર જાગીર મહંત દેવજી દાદા,ભારાપર જાગીર લઘુ મહંત ભરતદાદા,કચ્છ આહિર મંડળ પ્રમુખ તેજાભાઈ કાનગડ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તથા સમસ્ત આહિર સમાજના આગેવાનો,ભારાપર ગામ તથા અન્ય સમાજના સમસ્ત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભારાપર ગામ મધ્યે સાલ કંપનીના 19 વર્ષના પ્રદૂષણને અનુલક્ષીને પ્રદુષણ રોકવા માટે આહિર સમાજના પ્રમુખ તેજાભાઈ કાનગડ અને ભારાપર જાગીરના મહંત દેવજી દાદાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી અને આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી કે,જો કંપની પ્રદૂષણ રોકવાની કામગીરી નહીં કરે તો ઉગ્ર આંદોલન થશે અને ભૂખ હડતાલ થશે અમે સાલ કંપનીના ગેટે ગાંધી ચિંધ્યા માર્ગે બેસી આંદોલન આ કંપનીના લીધે યુવાઓથી લઈ બાળકો સુધી સર્વેન સ્વાસ્થ્ય હાનિ થઈ રહી છે ખેતીની જમીન પણ ખેડૂતો ઉપયોગ કરી શકતા નથી આજુબાજુના 15 કિલોમીટરમાં પશુપાલનના ચરિયાણ ને પણ ખૂબ મોટું નુકસાન થયેલ છે અમે તંત્રનો સહયોગ લઈ કંપનીને કાયદાનું ભાન કરાવશુ આ ઉપરાંત આ મુદ્દા ઉપર ચર્ચા થઈ કે 200 મીટરમાં સ્કૂલ છે 15 વર્ષ પહેલા 200 બાળકો ભણતા હતા અત્યારે પ્રદૂષણના લીધે 15 થી 20 બાળકો ભણી રહ્યા છે. પાડોશમાં ભારાપર ગામ આવેલ છે.
જ્યાં 2000 ની વસ્તી છે પ્રદૂષણને લીધે કોઈપણ માણસની સ્વાસ્થ્ય સારું ન રહેતા હિજરત કરવી પડે તેમ છે આજુબાજુના ગામડાઓ ખેતી અને પશુપાલન આધારિત છે જે પ્રદૂષણને લીધે સંપૂર્ણ પાયમાલ થવાના આરે છે. આ બેઠકમાં ભારાપર જાગીર મહંત દેવજી દાદા,ભારાપર જાગીર લઘુ મહંત ભરતદાદા, કચ્છ આહિર મંડળ પ્રમુખ તેજાભાઈ કાનગડ, ઉદ્યોગપતિ બાબુ હુંબલ, શામજી કાનગડ, શામજી ખટારીયા, આહિર સમાજના આગેવાન વી કે હુંબલ, મૂળજી મ્યાત્રા,વાસા આહીર,કારોબારી ચેરમેન ઘેલા દાના ચાવડા, આહીર સમાજના આગેવાન શંભુ મ્યાત્રા, જિલ્લા પંચાયત સદસ્ય ધનજી હુંબલ, નવિન જરૂ, વિરમ ગઢવી વગેરે આગેવાનો હાજર રહ્યા હતા તથા સમસ્ત આહિર સમાજના આગેવાનો,ભારાપર ગામ તથા અન્ય સમાજના સમસ્ત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: ભારતી માખીજાણી