Abtak Media Google News

વિશ્વ યોગ દિવસના આ મહાપર્વમાં સહભાગી બનવા અનુરોધ કરતા કલેકટર

યોગ એ સંસ્કૃત શબ્દ છે. પ્રાચીન શારીરિક, માનસિક અને આદ્યાત્મિક પ્રણાલી એટલે કે યોગ. દર વર્ષે 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ સોમનાથ ચોપાટી ખાતે સુચારુ અને ઉત્તમ રીતે જિલ્લા કક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થાય તેના આયોજનને ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટર   રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને પ્રાંત ઓફિસ, વેરાવળ ખાતે બેઠક યોજવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીના ભાગરુપે યોજાયેલી બેઠકમાં કલેક્ટરએ વિવિધ વિભાગના અધિકારીઓને જરુરી સૂચનાઓ તથા માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોમનાથ ચોપાટી ખાતે યોજાનાર યોગ દિવસની ઉજવણીમાં શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક-આધ્યાત્મિક સંસ્થાઓ સાથે મળી બહોળી સંખ્યામાં સામાન્ય લોકો પણ ઉત્સાહપૂર્વક ભાગ લે તેવો અનુરોધ કરાયો હતો. આ બેઠકમાં યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારી સંદર્ભે એક્સપર્ટે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  રવિન્દ્ર ખતાલે, અધિક નિવાસી કલેકટર  બી.વી.લીંબાસીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક   એસ.જે.ખાચર, પ્રાંત અધિકારી ઉના   રાવલ, જિલ્લા આરોગ્ય અધિકારી  અરૂન રોય, યુવા વિકાસ અધિકારી  હરેશ મકવાણા સહિત સંબધિત વિભાગના અધિકારીઓ તેમજ સામાજીક તેમજ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.