Abtak Media Google News

પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ બળમાં ખેંચાઈને આ ઉલ્કા દિશા ચૂકે તો અનેક શહેરોનો નાશ કરથી ભારે વિનાશ વેરે તેવી નાશાના વૈજ્ઞાનિકોની ચેતવણી

વિશાળ અવકાશ મંડળમાં પૃથ્વી એક નાનો એવો ગ્રહ મનાય છે. આપણા આ ગ્રહ પરથી સમયાંતરે નાના-મોટા અવકાશીય પદાર્થો, ઉલ્કાઓ પડી રહે છે. આવા પદાર્થો નર નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરથી સતત નજર રાખીને તેમાના કોઈ પદાર્થો પૃથ્વી માટે નુકશાનકારક હોય તો તેની ચેતવણી આપવાની કામગીરથી કરે છે. આ લેબોરેટરથીના વૈજ્ઞાનિકોના મત મુજબ તેમાંની આવી એક ઉલ્કા આગામી છઠ્ઠી સપ્ટેમ્બરે પૃથ્વી પાસેથી પસાર વાની સંભાવના છે. જાપાનના હિરોશીમામાં તબાહી મચાવનાર બોમ્બ કરતા ૫૦૦ ગણી વિનાશક શક્તિ ધરાવતી આ ઉલ્કા પૃથ્વી પર પડે તો ભારે વિનાશ વેરવાની સંભાવના છે. નાશાની આ લેબોરેટરથીના વૈજ્ઞાનિકોના દાવા મુજબ ગયા અઠવાડિયે એમ્પાવર સ્ટેટ બિલ્ડીંગની કદનો અવકાશીય પદાર્થ પૃથ્વીી ૬.૬ મિલીયન માઈલ દૂરથી પસાર થયો હતો. આ પદાર્થ જો પૃથ્વી પર પડયો હોય તો પૃથ્વીના કોઈપણ મોટા શહેરમાં વિનાશ મચાવવા સક્ષમ હતું. આવા જ એક વિશાળ અવકાશીય પદાર્થ પડવાની પૃથ્વી પરના વિશાળ પ્રાણીઓ ડાયનાસોરનો નાશ થઈ ગયો હતો. આગામી છઠ્ઠી સપ્ટેમ્બરે ગીમીના પિરામીડના કદની એક ઉલ્કા પૃથ્વી પાસેથી પસાર થવાની સંભાવના છે. આ ઉલ્કા એમ્પાવર સ્ટેટ બિલ્ડીંગ કરતા પણ મોટી છે જો આ ઉલ્કા તેની નિશ્ર્ચિત દિશાને ચૂકીને પૃથ્વી પર અડાય તો ભારે તબાહી મચવાની સંભાવના છે.

જો કે, નાસાની લેબોરેટરથી આ ઉલ્કાને અવકાશમાં ધ્યાન રાખીને સતત નિરથીક્ષણ રાખી રહી છે. હાલમાં તો આ ઉલ્કા પૃથ્વી પર અડાઈ તેવી સંભાવના ખૂબ જ ઓછી છે પરંતુ તેની આવર્તનને ધ્યાનમાં લેતા વૈજ્ઞાનિક માને છે કે પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ બળી તેની દિશા બદલાઈ પણ શકે છે.

દાયકાઓ પહેલા પૃથ્વી પર ૭.૫ માઈલ પહોળી અવકાશ ઉલ્કા પૃથ્વી પર પડી હતી. જેના કારણે ડાયનાસોર જેવા વિશાળ પ્રાણીઓનો પૃથ્વી પરથી નાશ થઈ ગયો હતો. નાસાના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછી ૯૫ ટકા ઉલ્કાઓને કેટલોડ કરવામાં આવી રહી છે અને તેમાંથી કોઈપણને પૃથ્વી પર સીધો ખતરો નથી. પરંતુ તેનો અર્થ એ ની કે આ ઉલ્કાઓ પૃથ્વી પર ન પડે આવી ઉલ્કા પૃથ્વી પર પડે તો તે અનેક શહેરોનો નાશ કરવાની તાકાત ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.