Abtak Media Google News

૧૦૦ સ્માર્ટ સિટીના બીપીએલ ધારકોના મકાન ભાડાનું વાઉચરી ચુકવણું કરવા સરકારની ૨૭૦૦ કરોડની સહાય યોજના

નરેન્દ્ર મોદી સરકાર હવે શહેરી વિસ્તારના ગરીબોનું મકાન ભાડું ચૂકવવા જઈ રહી છે. આ માટે સરકારે ૧૦૦ સ્માર્ટ સિટીમાં રૂ.૨૭૦૦ કરોડની કલ્યાણ યોજના શરૂ કરવાની તૈયારી કરી છે. જેમાં શહેરી ગરીબોને ભાડાના વાઉચર ફાળવવામાં આવશે.

બીપીએલ પરિવારો માટે મોદી સરકાર નવી રેન્ટલ હાઉસીંગ પોલીસી શરૂ કરશે. આ પોલીસી ઉપર સરકાર ત્રણ વર્ષથી કામ કરી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં દેશના ૧૦૦ સ્માર્ટ સિટીના ગરીબોને સરકાર આ યોજનાનો લાભ આપશે. જેમાં દર વર્ષે રૂ.૨૭૧૩ કરોડનું ભંડોળ સરકાર ફાળવશે. આ યોજનાનો મુખ્ય ધ્યેય શહેરી ગરીબો અને વિસપિતોને મદદરૂપ વાનો છે.

આ યોજનામાં સરકાર પાલિકાઓનો પણ સમાવેશ કરશે. સરકાર આ યોજનામાં રોકડ નહીં પરંતુ વાઉચર આપશે. શહેરના સરેરાશ મકાન ભાડા મુજબ સરકાર વાઉચ ફાળવશે. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર ૨૭.૫ ટકા શહેરીજનો ભાડાના મકાનમાં વસવાટ કરે છે. અલબત વર્ષ ૨૦૧૧ના નેશનલ સેમ્પલ સર્વે અનુસાર ૩૫ ટકા શહેરીજનો ભાડાના મકાનમાં રહેતા હોવાનું માલુમ થયું હતું. દેશના શહેરોમાં બહોળા પ્રમાણમાં લોકો ભાડાના મકાનમાં રહેતા જોવા મળે છે.

ભાડાના મકાનમાં રહેતા બીપીએલ ધારકોને સરકાર વાઉચરના માધ્યમી મદદરૂપ થશે. હાલ સરકારે ૨૭૦૦ કરોડની સહાય યોજના શરૂ કરી છે. ૧૦૦ સ્માર્ટ શહેરોમાં સરકાર વાઉચર ગરીબોને ફાળવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.