- જેતપુર પંથકમાં 02 : 15 આસપાસ ભેદી ધડાકો
- ભેદી ધડાકો થતા ફફડાટનો માહોલ
- લોકો ઘરની બહાર દોડ્યા
આજરોજ જેતપુરમાં બપોરના પોણા બે વાગ્યા આસપાસ ભેદી ધડાકો સંભળાતા સમગ્ર શહેરમાં ગભરાહટની લાગણી વ્યાપી ગઈ હતી. ભેદી ધડાકાના પગલે લોકો ઘરની બહાર દોડી ગયા હતા. શહેરમાં અલગ અલગ જગ્યાએ આ ભેદ ધડાકો સંભળાયો હોય. આ ઘટનાને લઈ સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. જો કે, આ ભેદ ધડાકો ભૂકંપના આંચકાને લીધે થયો કે અન્ય કોઈ કારણોસર તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાણવા મળી શકી નથી. ભેદી ધડાકાને લઈ જવાબદાર તત્ર દ્રારા તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રા વિગતો મુજબ આજરોજ બપોરના સમયે જેતપુરમાં ભેદ ધડાકાનો અવાજ સંભળાયો હતો. શહેરના અલગ અલગ વિસ્તારમાં આ ભેદી ધડાકાનો અવાજ સંભાળાયો હોય ગભરાહટના લીધે ઘરની બહાર દોડી ગયા હતા. ત્યારબાદ સમગ્ર શહેરમાં આ ભેદી ધડાકાઓને લઈ ચર્ચા શરૂ થઈ હતી. ભૂકંપના આંચકાના લીધે કે અન્ય કોઈ કારણોસર ભેદ ધડાકો થયો હોય તેને લઇ ચર્ચાઓ શરૂ થઇ હતી.
બનાવને લઈ મામલતદારનો સંપર્ક કરતા ભેદ ધડાકાને લઇ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જો કે, ભૂકંપનો આંચકો આવવાથી આ અનૂભૂતિ થઈ હોય કે અન્ય કોઈ કારણોસર ભેદી ધડાકો સંભાળાયો હોય તે બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
પરંતુ શહેરમાં આજરોજ અલગ અલગ વિસ્તારોમાં સંભળાયેલા આ ભેદી ધડાકાને લઇ શહેરીજનો એક તબક્કે ગભરાહટના લીધે ઘરની બહાર નીકળી ગયા હતા અને આજે બપોર બાદ સમગ્ર શહેરમાં આજ બનાવની ચર્ચા થઈ રહી હતી. ભેદી ધડાકાની આ ઘટનાને લઈ હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો તત્ર દ્રારા જાહેર કરવામાં આવી નથી પરંતુ આ ઘટનાને લઇ સ્થાનિક મામલતદાર સહિતની ટીમ તપાસમાં લાગી ગઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2001માં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ શિયાળામાં વારંવાર કંપનની નાની મોટી ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ સામાન્ય રીતે આવા કંપનમાં કોઈપણ ધડાકો થતો નથી. જોકે આજે જેતપુર પંથકમાં મોટા ધડાકા સાથે કંપન થતા લોકો અચરાજમાં મુકાઈ ગયા છે. અને લોકોમાં ભયની સાથે આશ્ચર્ય પણ જોવા મળી રહ્યું છે. ત્યારે આ ધડાકો ધરતીકંપનો હતો કે નહીં તે જાણવા હાલ તંત્ર દ્વારા પણ મથામણ શરૂ કરવામાં આવી છે.