Abtak Media Google News

શ્રેષ્ઠ ત્રણ શાળાઓને ચેક વિતરણ અને પ્રોત્સાહક ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવી

રમત ગમત,યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા અમરેલી સ્થિત   શાંતાબેન ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે 36મી ’નેશનલ ગેમ્સ’ને લઈ ખેલાડીઓનો ઉત્સાહ અને જાગૃત્તિ વધારવા માટે જિલ્લા કક્ષાએ અવેરનેસ કેમ્પેઈન કાર્યક્રમ સામાજિક ન્યાય અધિકારિતા રાજ્ય મંત્રી  અને   જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર.સી.મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ગુજરાતમાં ’ખેલ મહાકુંભ’ રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેના થકી ગુજરાતના યુવા રમતવીરોનો ઉત્સાહ વધી રહ્યો છે. આગામી તા.29 સપ્ટેમ્બર થી 12 ઓક્ટોબર, 2022 સુધી 36મી ’નેશનલ ગેમ્સ’ ગુજરાતના આંગણે આયોજિત થવા જઈ રહી છે, ત્યારે સમગ્ર ગુજરાત ’નેશનલ ગેમ્સ’ના આયોજનને લઈ ઉત્સાહિત છે.  પ્રભારી મંત્રીશ્રી આર.સી.મકવાણાએ કાર્યક્રમને સંબોધન કરતાં જણાવ્યું કે, ભારતના રમતવીરોની રમતગમત સહિતની આંતરિક પ્રતિભાને ખીલવવાનું કામ કેન્દ્ર અને રાજ્ય સરકારે કર્યુ છે. ગુજરાતે ’ખેલ મહાકુંભ’ જેવા રમતોત્સવના આયોજન થકી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા છે અને રમતગમતોનું મહત્વ શાળા કક્ષાએથી જ વધાર્યુ છે.

Img 20220915 Wa0071

‘નેશનલ ગેમ્સ’ અવેરનેસ કેમ્પેઈન કાર્યક્રમમાં ખેલ મહાકુંભ-11માં જિલ્લાની શ્રેષ્ઠ દેખાવ કરનાર શાળાઓને જિલ્લા પ્રભારીમંત્રીશ્રી આર.સી.મકવાણાના હસ્તે ચેક વિતરણ ઉપરાંત સન્માન ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્ય હતા. કે.જે.બાખડા ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ-સાવરકુંડલાને પ્રથમ ક્રમાંકનો રૂ. 1,50,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો ઉપરાંત દ્વિતીય ક્રમાંક પર રહેલા વિદ્યાસભા વિકાસ વિભાગ પ્રાથમિક શાળા-અમરેલીને રૂ.1 લાખનો ચેક અને શ્રીમતી શાંતાબેન ગજેરા ઉચ્ચ માધ્યમિક શાળા-અમરેલીને રૂ.75 હજારનો ચેક અને ટ્રોફી અર્પણ કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.