Abtak Media Google News

યુક્રેન સાથેનું  યુધ્ધ લાંબુ ચાલતા રશિયા પાસે હવે  એશિયાઈ દેશો સાથે કારોબાર વધારવા સિવાય  કોઈજ છૂટકો નથી

રશિયા એ યુક્રેન ઉપર હુમલા કર્યા ત્યારે સૌ એવું માનતા હતા કે મામલો બે-ત્રણ સપ્તાહનો છે. પરંતુ યુક્રેને વળતા જવાબ આપ્યા યુરોપવાળા યુક્રેનના પડખામાં બેસી ગયા એટલે સૌને એવું લાગ્યું કે મામલો બે- ત્રણ મહિના ચાલશે. પરંતુ હવે જ્યારે રશિયાની ઇકોનોમીને તોડવા માટે યુરોપિયન દેશોએ પ્રતિબંધો લાદી દીધા છે ત્યારે એક વાત નક્કી છે કે યુધ્ધ ભલે અટકી જાય, રશિયાના હુમલા કદાચ સતત નહીંને વાર તહેવારના રહે પણ રશિયા સાથેનો યુરોપનો વ્યવસાયિક સંબંધ લાંબા સમય સુધી કપાયેલો રહેવાનો છે, કદાચ બે-ત્રણ વર્ષ કદાચ બે-ત્રણ દાયકા પણ હોઇ શકે..!

આવાં સંજોગોમાં રશિયાને પોતાની ઇકોનોમીને ટકાવી રાખવા માટે એશિયા સાથે કારોબાર વધાર્યા વિના છુટકો નથી, અને ભારતને રશિયા પાસેથી માલ લેવામાં કોઇ વાંધો નથી આ વાત ભારત યુધ્ધ શરૂ થયું ત્યારથી વૈશ્વિક મંચ ઉપર બોલી ચુક્યુ છૈ. કદાચ આજ કારણ છૈ કે આજે ભારતની ક્રુડતેલની આયાતમાં રશિયા એક વર્ષમાં સૌથી ટોચના ક્રમે આવી ગયું છે. આ ઉપરાંત ભારતે રશિયા પાસેથી ધાણા જેવી વિવિધ કોમોડિટીની પણ મોટાપાયે આયાત કરી છે. આ વધતા સંબંધોઐ ભારત અને રશિયાને બન્ને દેશો વચ્ચેની લોજિસ્ટિક કોસ્ટ ઘટાડવા માટે વિચારતા કર્યા છે. આ વિચારનો એક સુઝાવ છે, નોર્થન સી શિપીંગ રૂટને વધુ વિકસાવવાનો. કારણ કે આ રૂટ ઉપરથી બન્ને દેશો વચ્ચે માલનું પરિવહન થાય તો ખર્ચમાં મોટો ઘટાડો કરી શકાય તેમ છે.

વળી રશિયાને આ માર્ગ વધારે સુરક્ષિત પણ લાગે છે. અહેવાલ આવ્યા છે કે હાલમાં જ બન્ને દેશોનાં પ્રતિનિધીઓની આ મામળે બેઠક થઇ છૈ અને આર્ટિક માર્ગે કારોબાર વધારવાની શક્યતાની ચર્ચા કરવામા આવી છે. જેમાં બંદરીય સુવિધાઓ તથા પ્રોસેસિંગ સુવિધાઓ વિકસાવવા પર પણ વિચાર કરવામાં આવ્યો છે. આ સમાચાર રશિયાની એક સમાચાર સંસ્થાએ જ્યારથી બ્રેક કર્યા છે ત્યારથી યુરોપિયનોના પેટમાં તેલ રેડાયું છે. કારણ કે આ રૂટમાં ભારત સહિત એશિયાનાં ઘણા દેશો સાથે રશિયાનો કારોબાર સીધો બે દેશોના બંદરો વચ્ચે થઇ શકે છે આ ઉપરાંત ઉત્તર યુરોપનાં દેશોમાં પણ ભારત દરિયાઇ માર્ગે માલ મોકલી શકે છે. કારણ કે મોસ્કોથી વેસલ મોકલવાનો રશિયાને જે ખર્ચ લાગે છે તેના કરતા ત્રીજા ભાગના ખચે રશિયા વ્લાદિવોસ્ટોક બંદરેથી મોકલી શકે છે.

અહીં સૌથી મોટો અવરોધ એ છે કે શિયાળાની સિઝનમાં નોર્થન સી રૂટ ઉપર બરફની જાડી ચાદર છવાઇ જતી હોવાથી શિયાળામાં આ રૂટનો ઉપયોગ થતો નથી. હવે રશિયા આક્ર્ટિક માર્ગને હુંફાળો રાખીને આખું વર્ષ આ માર્ગે પરિવહન કરવા માગે છે. આ ઉપરાંત ન્યુક્લિયર પાવર આધારિત આઇસબ્રેકરની મદદથી પણ આ માર્ગને બરફમુક્ત કરી શકાય છે.  જેના પયાર્યાવરણીય લાભ પણ અનેક છૈ.   નવા સંશોધિત આઇસબ્રેકરો દરિયામાં રહેલા પાણી ઉપર જામેલા બરફની ઉંડાઇ નક્કી કરીને તે પ્રમાણે તેના કટર સેટ કરી શકે છે તેથી તે કોઇપણ સ્થળે કામ લાગે છે. આ નવી સુવિધાનાં કારણે જ આ રૂટ ઉપર છેલ્લા થોડા સમયમાં વેસલનો ટ્રાફિક 59 ટકા જેટલો વધ્યો છૈ.

આમેય તે અગાઉ જણાવ્યું તેમ ભારતની રશિયાથી ક્રુડતેલની આયાત વધી છૈ હાલમાં જ ભારતે રશિયા સાથે ક્રુડતેલની આયાત માટેનાં નવા કરાર કર્યા હોવાના અહેવાલ છે. ભારત સરકારનાં સુત્રોએ આ બાબતે સ્પષ્ટતા પણ કરી છે કે રશિયા પાસેથી ક્રુડતેલની ખરીદી માટેની કોઇપણ ભાવ મર્યાદા નક્કી રાખવાની ભારતે પશ્ચિમી દેશોને ખાતરી આપી નથી તેથી ભારત પોતાની રીતે જ્યાંથી સસ્તુ ક્રુડતેલ મળશૈ ત્યાંથી ખરીદવા માટે મુક્ત છે.

મળતા અહેવાલો પ્રમાણે રશિયન સરકારની સૌથી મોટી કંપની રોસનેફ્ટના ચીફ એક્ઝીક્યુટીવ ઇગોર સચીન હાલમાં જ ભારતની મુલાકાતે આવીને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે એક લાંબાગાળાનો કરાર કરી ગયા છે. જે આગામી દિવસોમાં ભારતને રશિયા તરફથી ક્રુડતેલનો વધુ પુરવઠો મળવાનાં સંકેત આપે છે. રોસનેફ્ટનાં અધિકારી ભારત સરકારનાં અધિકારીઓને પણ મળ્યા હતા. આ મુલાકાતમાં ક્રુડતેલનાં પુરવઠા ઉપરાંત એનર્જી સેક્ટરની બીજી જરૂરિયાતોના કારોબાર માટે પણ વિશેષ ચર્ચા થઇ હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત કારોબારની નાણાકિય લેવડદેવડ ભારતીય રૂપિયામાં કરવાની સંભાવનાઓ પણ ચર્ચાઇ હોવાનું જાણવા મળે છે. મતલબ કે હવે ભારત લાંબા સમય સુધી રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદવાનું ચાલુ રાખશૈ. આાવા સંજોગોમાં બન્ને દેશોની ઇકોનોમીને લાભ થાય અને દ્વિપક્ષીય વ્યાપારનો ખર્ચ ઘટે તો તેમાં ખોટું શું છે?

નિષ્ણાંતોનું તારણ છૈ કે આ રૂટ ઉપરથી વેસલ લાવવામાં આવશૈ એટલે કાર્બન ઐમિસનનાં મુદ્દે પણ મોટો લાભ થઇ શકે છે.  ગણતરી એવી છે કે આ રૂટથી પરિવહન વધૈ તો વાર્ષિક 200 થી 300 લાખ ટન કાબર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન ઘટાડી શકાય તેમ છે. આમ આ રૂટ ભારતનો ખર્ચ ઘટાડીને સસ્તું ક્રુડતેલ લાવવામાં નિમિત બનતો હોય તો ખોટું શું છૈ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.