Abtak Media Google News

આજનો યુગ ટેક્નોલોજીનો યુગ છે. ટેક્નોલોજીમાં અમુક એવી વસ્તુઓનો સમાવેશ થાય કે જેનો ઉપીયોગ દરેક માનવી માટે અનિવાર્ય બની ગયો છે. મોબાઈલ, ઈન્ટરનેટ કે, વોટ્સએપ, ફેસબુક, ગુગલ મેપ્સ જેવી એપ્લિકેશન આ બધાનો વપરાશ ખુબ વધ્યો છે. જયારે ગુગલ મેપ્સએ તેની એપ્લિકેશનમાં એક નવું ફીચર અપડેટ કર્યું છે.

ગૂગલ મેપ્સમાં ટાઇમલાઇન નામની સુવિધા આપવામાં આવે છે, જે તમારૂ લોકેશન બતાવે અથવા ટ્રેક કરે. હવે ગુગલએ તેમાં એક નવી સુવિધા શરૂ કરી રહી છે. જેમાં તમારું લોકેશન ટ્રેક તો કરશે અને તેની સાથે તમારા દ્વારા થતી પ્રવૃત્તિને એક સારા એવા માળખામાં ગોઠવશે.

એન્ડ્રોઇડ પોલીસ રિપોર્ટ્સ કંપનીએ ટાઈમલાઈન સેકશનમાં એક નવો ઇનસાઇટ ટેબ રોલ કર્યો છે. ગૂગલ મેપ્સમાં તે ચોક્કસ સમયગાળા દરમિયાન તમારી પ્રવૃત્તિ પર દેખભાળ રાખશે. મહિનાના સમયગાળા દરમિયાન તમારા દ્વારા થતી પ્રવૃર્તી જેમ કે, ડ્રાઇવિંગ, સાયકલિંગ અને વૉકિંગ અથવા અન્ય બીજી મુસાફરીને ટ્રેક કરશે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, ‘વપરાશકર્તાઓ આ નવા ફીચરના ઉપીયોગથી તેમની જૂની પ્રવુતિઓ અને આજની પ્રવુતિઓ વચ્ચે તુલના પણ કરી શકશે.’Google M
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે,’ આ સુવિધા તમે એક મહિનામાં જ્યાં ગયા હતા તે સ્થાનોને ટ્રેક કરે છે અને તમે કેટલો સમય ક્યાં વિતાવ્યો તે બાબતનો પૂરો અહેવાલ આપશે. આ સિવાય તમને ટાઈમ મેનેજમેન્ટમાં પણ મદદ રૂપ થશે. તમે આખો દિવસ ક્યાં સ્થળ અને ક્યાં કામમાં વ્યસ્ત રહો છો, તેમાંથી તમે કેવી રીતે સમય બચાવી શકો અને તમારા ફ્રી ટાઈમને તમે બીજે ક્યાં ઉપીયોગ કરી શકો.

કંપનીએ કહ્યું કે, ‘આ સુવિધા હજી બધા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ નથી. હાલ તો ગૂગલ મેપ્સ નવી સુવિધાઓનું પરીક્ષણ કરી રહ્યું છે. ટૂંક સમયમાંજ આ સુવિધાને વ્યાપક વપરાશકર્તા સુધી પોહચાડવાની યોજના બનાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.