Abtak Media Google News

કુટુંબનાં મોભી વિરાયતભાઈ અરજણભાઈ કુવાડીયાના હસ્તે ઉદઘાટન

પારિવારિક વાતાવરણ, વિનયી સ્ટાફ, વિશાળ પાર્કિંગ અને લિજજતદાર વાનગીઓની વિશેષતા

રંગીલા રાજકોટના સ્વાદના શોખીનોને સંતોષ આપતી ધ ગ્રાન્ડ મુરલીધર હોટલની બીજી શાખાનો લીંબડી નજીક શુભારંભ થયો છે.

Dsc 9390

આ નવા નજરાણા અંગે વિગતો આપવા આજરોજ ‘અબતક’ની મુલાકાતે આવેલા સંચાલકોએ જણાવ્યું હતું કે, લીમડી પાસે ધ ગ્રાન્ડ મુરલીધર હોટલમાં સવારથી રાત સુધી ગ્રાહકોને વિવિધ લીજજતદાર વાનગીઓનો લહાવો મળશે.

રાજકોટ-જામનગર હાઈવે પર ૧૯૯૬ થી સ્વાદ પીરસી રહેલ તથા સ્વાદ, સર્વિસ અને ઉત્કૃષ્ઠ વાતાવરણનાં કારણે લોકોનાં હૃદયમાં સ્થાન અંકિત કરી ચુકેલ ધ ગ્રાન્ડ મુરલીધર હોટલ દ્વારા સૌરાષ્ટ્ર-અમદાવાદ અને સૌરાષ્ટ્ર-મુંબઈ વચ્ચે મુસાફરી કરતા અને સ્વાદનાં શોખીન લોકો માટે લીંબડી ખાતે પણ એજ આહલાદક વાતાવરણ, એજ પરિચિત અને વિનયી સ્ટાફ અને એવો જ કાઠીયાવાડી સ્વાદ પીરસતી હોટલ શ‚ કરવામાં આવેલ છે. આ હોટલ રાજકોટથી અમદાવાદ જતા લીંબડી ચોકડી પહેલા ડાબી તરફ આવેલ છે. વિશાળ પાર્કિંગ, વિનયી સ્ટાફ, ભોજન માટેની વિવિધ પસંદગી તેમજ સંપૂર્ણ પારિવારીક વાતાવરણ આ હોટલની મુખ્ય વિશિષ્ટતા છે. આ હોટલનું ઉદઘાટન કુટુંબના મોભી વિરાયતભાઈ અરજણભાઈ કુવાડીયા દ્વારા થયું હતું.

Img 20200728 Wa0036 1

ગુજરાતી, કાઠીયાવાડી, પંજાબી, ચાઈનીઝ, ઈટાલીયન ભોજન ઉપરાંત દરેક પ્રકારનાં ફાસ્ટફુડ અને નાસ્તા તેમજ ચા, કોફી, ઠંડા પીણા, આઈસ્ક્રીમ અને અન્ય વેરાયટીઓ અહીં ઉપલબ્ધ રહેશે. આ સાથે ફાફડા, ગાંઠીયા, જલેબી અને થેપલા તો ખરા જ. મહેમાનોને મુસાફરી દરમ્યાન અનુભવાયેલો થાક પણ આ હોટેલની મુલાકાત માત્રથી ઉતરી જશે એવી આશા એભલભાઈ, ધર્મેશભાઈ, વિક્રમભાઈ, ભાર્ગવભાઈ તથા ટીજીએમ ગ્રુપનાં જનરલ મેનેજર સુરેન્દ્ર દત્ત વગેરે દ્વારા વ્યકત કરવામાં આવી છે. આ સાથે ધ ગ્રાન્ડ મુરલીધર હોટલ દ્વારા એમના તમામ શુભેચ્છકો, મિત્રો, પરિવારજનો તેમજ મુસાફરોને એમના માનવંતા મહેમાન તથા મુલાકાતી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.