Abtak Media Google News

Table of Contents

મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ પેવર કામના મટીરીયલની ગુણવત્તા ચકાસી:બે એજન્સીઓને કુલ રૂ.૨,૨૦,૦૦૦/-નો દંડ છ અધિકારીઓને નોટીસ.

મ્યુનિ. કમિશનરશ્રીએ શહેરના ત્રણેય ઝોનમાં વિવિધ રોડ કામના સ્થળોની મુલાકાત લઇ પેવર પ્લાન્ટ પર મટીરીયલ તથા કામની ગુણવત્તા ચકાસી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ થયેલા પેવર કામની ગુણવત્તા જાળવવાના નિર્ધાર સાથે આજે મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ શહેરના ત્રણેય ઝોનમાં વિવિધ રોડ કામના સ્થળોની મુલાકાત લીધી હતી. પેવર પ્લાન્ટ પર મટીરીયલ તથા કામની ગુણવત્તા જાળવવા માટે પ્રતિબદ્ધ મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ સ્થળ પર જ ડામર રોડના માલની ગણવત્તા ચકાસતા તેમાં નિર્ધારિત માપદંડથી તફાવત જણાતા બે એજન્સીઓને કુલ રૂ. ૨,૨૦,૦૦૦/- નો દંડ ફટકારી બે ગાડી ફેઈલ કરી તેમાં ભરેલો મટીરીયલનો ઉપયોગ અટકાવ્યો હતો. આ ઉપરાંતફરજ પરના એન્જીનીયરો સહિત કુલ છ ટેકનિકલ અધિકારીઓને નોટીસ પણ ઇસ્યુ કરી હતી.

આજે સવારે મ્યુનિ. કમિશનરશ્રીએ પ્રારંભમાં સેન્ટ્રલ ઝોનમાં રોડ કામના સ્થળોની મુલાકાત કરી હતી. સેન્ટ્રલ ઝોનમાં પેવર કામ કરી રહેલ એજન્સી રાજ ચામુંડા કન્સ્ટ્રકશન કુ. દ્વારા તૈયાર થઇ રહેલ રોડ કામના મટીરીયલની ગણવત્તામાં નક્કી કરાયેલા ધારાધોરણ કરતા તફાવત દેખાતા કમિશનરશ્રીએ એજન્સીને રૂ.૧,૨૦,૦૦૦/-નો દંડ ફટકાર્યો હતો અને એક ગાડી ભરાય તેટલો માલ રિજેક્ટ કરી નાંખ્યો હતો. મટીરીયલની ગુણવત્તા ૪.૮૬ ને બદલે ૪.૮૩ જણાતા આ પગલાં લેવાયા હતાં. કમિશનરશ્રીએ આ તફાવત બદલ આસી. એન્જી. શ્રી ધીરેન કાપડીયા અને શ્રી હરણભાઈને નોટીસ આપી હતી.પૂર્વ ઝોનમાં ચાલી રહેલા રોડના કામોના સ્થળોની મુલાકાત દરમ્યાન કમિશનરશ્રીએ એજન્સી પવન કન્સ્ટ્રક્શન કું.ને રોડ કામના મટીરીયલની ગુણવત્તા ૬.૦૦ ને બદલે ૫.૨ જણાતા રૂ. ૧ લાખનો દંડ ફટકાર્યો હતો. તેમજ નબળા સુપરવિઝન સબબ આસી. એન્જી. શ્રી એસ.જે.સીતાપરા અને વર્ક આસી. શ્રી ટી.એસ.વસાવાને નોટીસ આપી હતી. જ્યારે વેસ્ટ ઝોનની મુલાકાત દરમ્યાન રોડ કામના મટીરીયલની ગુણવત્તામાં કોઈ તફાવત ન્હોતો પણ ફરજ પરના ટેકનિકલ અધિકારીઓનું સુપરવિઝનસુપરવી નબળું હોવાનું પ્રતિત થતા કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આસી.એન્જી. શ્રી સુનિલ ગોહેલ અને વર્ક આસી. શ્રી યુવરાજસિંહ જાડેજાને નોટીસ ફટકારી હતી.

આ અગાઉ મ્યુનિ. કમિશનરશ્રીએ રોડ કામ અંગે કરેલા આદેશમાં જણાવાયા મુજબ તમામ તાંત્રિક કર્મચારીશ્રીઓએ પેવર પ્લાન્ટની તેઓને સોંપવામાં આવેલી ફરજ અન્વયે પ્લાન્ટ પરની તેઓ દ્વારા કરવામાં આવે તે રોજબરોજની કામગીરીની સંપૂર્ણ વિગતોનો રેકર્ડ રાખવાનો રહેશે.ઇસ્ટ, સેન્ટ્રલ તથા વેસ્ટ એમ ત્રણેય ઝોનના સીટી એન્જી.શ્રીઓએ ઉપરોક્ત પત્રકમાં જણાવ્યા મુજબ એક્શન પ્લાનના બાકી રહેલ કામો તથા મોન્સુન ગ્રાન્ટ અન્વયે કરવાના થતા તમામ કામોની યાદી તે તમામ રસ્તા કામોના અંદાજીત માપની વિગતો સહ મહાનગરપાલિકાની વેબસાઇટ પર અપલોડ કરવા માટે નિયામકશ્રી(આઇ.ટી.)(ઇ.ચા.)ને પુરી પાડવાની રહેશે. પેવર પ્લાન્ટ પર કામની ગુણવત્તા જાળવવાની સંપૂર્ણ જવાબદારી સંલગ્ન પ્લાન્ટ પરના ડી.ઇ.ઇ., એ.ઇ./એ.એ.ઇ. તેમજ વર્ક આસી.ની રહેશે તથા પ્લાન્ટ પરના તમામ મટીરીયલ માટે જરૂરી તમામ પ્રકારના એન્જી. ટેસ્ટીંગ રીપોર્ટસ નિયમિતપણે કરવાની જવાબદારી પ્લાન્ટ પરના તાંત્રિક સ્ટાફની રહેશે. ત્રણેય ઝોનના તમામ વોર્ડમાં હાથ ધરવામાં આવનાર પેવર વર્કની ફિલ્ડની કામગીરી માટેની કામની ગુણવત્તા જાળવવા માટેની સંપૂર્ણ જવાબદારી સંલગ્ન ઝોન/વોર્ડના સીટી-એડી. સીટી એન્જી.ની રહેશે.

એક્શન પ્લાન તથા મોન્સુન ગ્રાન્ટ અન્વયે કરવાના થતા તમામ પેવર કામો માટે તમામ ઝોનલ સીટી એન્જી.શ્રીઓએ પોતાના વોર્ડ-વિસ્તારોના હયાત રસ્તાઓ ઉપર રીકાર્પેટીંગ કરતા પહેલા જે લોકેશન ઉપર ચોમાસા દરમિયાન પાણી ભરાતું હોય તેવા લોકેશન આઇડેન્ટીફાઇ કરી વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી આયોજન જેવું કે સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ, પાઇપ ગટર, ક્રોસ સેક્શન ડ્રેનેજ વર્ક, કે જુના હયાત રસ્તામાં પડેલ ખાડા-ટેકરાં વિગેરે માટે જરૂરિયાત મુજબ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ફરજીયાતપણે કર્યા બાદ જરૂરી લંબાઇમાં તથા પહોળાઇમાં ઢાળ(કેમ્બર) જાળવી બીટુમેન રીકાર્પેટીંગ કરવાનું રહેશે.

ઉપરોક્ત બાબતે વર્તમાન પરિસ્થિતિ ધ્યાને લેતા જ્યારે સત્વરે રસ્તાકામ કરાવવા બાબતે અન્ય કોઇ નવી માંગણી રજૂ થાય તેવા સંજોગોમાં પણ ભવિષ્યમાં રસ્તા તુટે નહીં તે માટે જરૂરી વરસાદી પાણીના નિકાલ માટે આવશ્યક પગલાં લીધા બાદ જ રસ્તા રીકાર્પેટીંગ કરવા ફરજિયાત અમલવારી કરવા મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા આદેશ આપવામાં આવેલ છે. પ્લાન્ટ ઉપરથી ગાડી ભરતી વખતે મટીરીયલ સેગ્રેગેશન ન થાય તે માટે સુપડાની વ્યવસ્થા ફરજિયાત જાળવવાની રહેશે. પ્લાન્ટ ઉપરથી ટેન્ડર સ્પેશિફીકિશન મુજબની બીટુમીન કન્ટેન્ટ ધરાવતી ગાડી ચકાસીને રવાના કરવાની રહેશે, જે પૈકી સાઇટ ઉપરથી નમુના પરિક્ષણ દરમિયાન ફેઇલ થયેલ ગાડી માટેના લેખિત કારણો પ્લાન્ટ એજન્સી તેમજ પ્લાન્ટ પરના તાંત્રિક સ્ટાફ દ્વારા સંલગ્ન ઝોનના સીટી એન્જી.શ્રી તેમજ કમિશનરશ્રીને અચુક જણાવવાના રહેશે. સદરહુ બાબતની જવાબદારી પ્લાન્ટ એજન્સી તથા સંલગ્ન સ્ટાફની રહેશે.

તમામ સાઇટ વર્ક દરમિયાન દર ૧૦ ગાડી દિઠ એક ગાડીનું વજન ક્રોસ ચેક કરવાનું રહેશે તથા GPS સિસ્ટમની દૈનિક ધોરણે ચકાસણી કરવાની રહેશે. ટેન્ડર સ્પેશિફીકિશન મુજબ પેવર મશીન સારી કન્ડીશનના એજન્સી દ્વારા વપરાશ થાય તથા પ્રાયમરી કોમ્પેક્શન ટેન્ડર સ્પેશિફીકિશન મુજબ થાય તે જોવાનું રહેશે, ઉપરાંત દરેક ગાડીના તાપમાન ચકાસી ટેન્ડર સ્પેશિફીકિશન એનેક્ષર-‘બી’(૬) મુજબ પથરાણ સમયે બીટુમીન મિક્સ મટીરીયલનું ૧૧૦ ડીગ્રી સેન્ટીગ્રેડથી ૧૩૫ ડીગ્રી સેન્ટીગ્રેડ સુધીનું તાપમાન ધરાવતી ગાડીનું જ પથરાણ કરવાનું રહેશે. તેનાથી ઓછા તાપમાનવાળી ગાડી ફરજિયાતપણે રીજેક્ટ કરવાની રહેશે. દરેક ગાડીનું તાપમાન ચકાસણી કરી તેની રેકર્ડસ બુક દૈનિક ધોરણે જાળવવાની રહેશે. તથા મેજરમેન્ટ બુકમાં તાપમાનની નોંધ દર્શાવવાની રહેશે. સાઇટ ઉપર બીટુમીન મિક્સ મટીરીયલ્સના પથરાણ દરમિયાન રસ્તાની બંને ધારો સતત કટીંગ કરાવવાની રહેશે તથા જરૂરિયાતવાળી જગ્યાએ મેન્યુઅલી મટીરીયલ ફીલ અપ(પથરાણ દરમિયાન જાળી વાળા ભાગમાં વાવલા પુરાવવાના રહેશે) કરવાનું રહેશે.

વિજીલન્સ(ટેક.) શાખા દ્વારા પેવર કામની તમામ એજન્સીઓના પેવર પ્લાન્ટ પર, પેવર પ્લાન્ટથી લઇને ડામર મટીરીયલ પાથરવા(laying) સુધીના રસ્તામાં, ડામર મટીરીયલ ભરેલ તથા ખાલીપરત થતા વ્હીકલ માટેની તથા ડામર મટીરીયલને રસ્તા પર લે(પાથરવા)ની પ્રક્રિયા પૂર્ણ થવા સુધીના કામના તમામ તબક્કાઓ માટે જરૂરી તમામ પ્રકારની કામની ગુણવત્તાની ચકાસણી માટેની તાંત્રિક કામગીરીઓ વિજીલન્સ(ટેક.) શાખા દ્વારા હાથ ધરવાની રહેશે, વિજીલન્સ(ટેક.) શાખા દ્વારા રોજબરોજની કરવામાં આવેલ સમગ્ર પેવર કામની તાંત્રિક ચકાસણીની કામગીરીનો અહેવાલ અમોને રજૂ કરવાનો રહેશે. ત્રણેય ઝોનના સીટી એન્જી.શ્રીઓએ તેઓના વિસ્તારોમાં કરાવવાના થતા પેવર કામ માટેની આગળની ચાલ(લાઇન)માં કોઇપણ પ્રકારની અડચણ ન આવે તે મુજબનું નિયત થયેલ રસ્તાઓ માટેના પેવર કામનું આગોતરું આયોજન કરવાનું રહેશે. તે માટેનું જરૂરી તમામ ફિલ્ડ વર્ક તથા પેવર કામની એજન્સીઓ સાથેનું સંકલન સતત અને સઘનપણે કરવાનું રહેશે જેથી આ તમામ નિયત થયેલ પેવર કામો સમયમર્યાદામાં પૂર્ણ થઇ શકે.સદરહુ એક્શન પ્લાન તેમજ મોન્સુન ગ્રાન્ટ અન્વયેની પેવર કામની એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવે તે રસ્તા કામો માટેના મટીરીયલ કે કામની ક્વોલીટી, પ્લાન્ટ તથા ફિલ્ડમાં ઉપયોગમાં લેવાના થતા તમામ સાધનોની ગુણવત્તા, એજન્સીની કામ કરવાની પધ્ધતિ તથા મહાનગરપાલિકા દ્વારા એજન્સી સાથે નિયત થયેલ કામની સમયમર્યાદાને સંલગ્ન કોઇપણ બાબતોનું ઉલ્લંઘન એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યેથી સંલગ્ન પેવર કામના ટેન્ડર ડોક્યુમેન્ટની અલગ અલગ જનરલ કન્ડીશન્સ(GC)માં જણાવ્યા મુજબ તથા મહાનગરપાલિકા દ્વારા પેવર કામની ગુણવત્તા જાળવવા અર્થે આ અગાઉ થયેલ તમામ ટેન્ડર સ્પેસિફિકેશન, અને અન્ય પ્રોવિઝન્સ ઉપરાંત વખતો-વખતના રાજકોટ મહાનગરપાલિકાના પરિપત્રો-હુકમો અન્વયે નિયત થયેલ નીચે દર્શાવેલ દંડનાત્મક સહિતની તમામ પ્રકારની જોગવાઇઓનો તથા ટેન્ડરમાં નિયત થયા મુજબની કામ પૂર્ણ થયા બાદ એજન્સી દ્વારા કરવામાં આવેલ કામની ૫(પાંચ) વર્ષ સુધીની ડિફેક્ટ લાયાબિલીટી પીરીયડ બાબતનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.