Abtak Media Google News

અબતક,રાજકોટ :  સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડિયા જંગલ સફારી લોકો વચ્ચે ખુબ લોકપ્રિય છે. દરવર્ષે અહીં લાખો લોકો મુલાકાત લેવા માટે જતા હોય છે. સરકારે પણ તેને ટુરિસ્ટ પ્લેસ તરીકે ડેવલોપ કર્યું છે. સરદાર પટેલની પ્રતિમાની સાથે ત્યાં આવેલા ગાર્ડન, પ્રાણી સંગ્રહાલય, પક્ષી અભ્યારણ સહિત અનેક વસ્તુઓ લોકોને આકર્ષે છે. હવે કેવડીયા જંગલ સફારીની શાનમાં વધારો થયો છે. અહીં વધુ એક સફેદ નર માદા વાઘને લાવવામાં આવ્યો છે. હવે કેવડિયામાં સફેદ વાઘ-વાઘણની જોડી જોવા મળશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડિયા જંગલ સફારી પાસે પહેલાથી જ વીર નામનો સફેદ નર વાઘ છે હવે તેના સાથીદાર સફેદ માદા વાઘ “શક્તિ”ને લાવવામાં આવી છે  સફેદ માદા વાઘ “શક્તિ”ને લાવવા માટે ભારત સરકારની સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી દ્વારા ઝૂ આદાન પ્રદાનની દરખાસ્તને માત્ર 1 જ દિવસમાં પરવાનગી આપી છે.

કેવડિયા જંગલ  દ્વારા આ સફેદ વાઘની જોડીને પ્રવાસીઓનાં આકર્ષણ માટે મુકવાનું આયોજન કરી દેવામાં આવ્યુ છે અને નજીકનાં ભવિષ્યમાં તેમનાં બચ્ચા પણ નિ:સંદેહ જંગલ સફારીનું આકર્ષણ બની રહેશે. જોકે કોરોના કાળમાં પ્રવાસીઓ અહીં આવતા ઓછા થાય હતા પરંતુ હાલ કોરોના કાળ માં આંશિક રાહત થઇ છે ત્યારે પ્રવાસીઓ પણ વધી રહ્યા છે અને તેને કારણેજ અહીં આકર્ષણોમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.