કચ્છમાંથી ઝડપાયેલ પાકિસ્તાનના યુવાનનું હળવદ નજીક મોત

0
46

ભુજની જેલમાં બંધ યુવાનને સારવાર માટે અમદાવાદ લઈ જવાતો હતો ત્યારે હળવદ નજીક મોત નીપજ્યું 

કચ્છમાંથી ઝડપાયેલ 22 વર્ષીય પાકિસ્તાનના યુવાનને સારવાર અર્થે ભુજની પાલારા જેલમાંથી અમદાવાદ સિવિલમાં લઇ જવાતો હતો ત્યારે આ યુવાનનું હળવદ નજીક મોત નિપજ્યું છે બનાવની હળવદ પોલીસ મથકે નોંધ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

બનાવની જાણવા મળતી વિગતો તારીખ/8/8/2019 થી ભારતમાં ગેરકાયદેસર ઘુસવાના ગુનામાં ભુજની પાલારા જેલમાં બંધ પાકિસ્તાનના 22 વર્ષીય તગજીભાઈ રાવતાભાઈ હોચીમલ  પોતે એચ આઈ વી અને ટીબીની બીમારીથી પીડિત હોય જેથી તેની સારવાર ભુજની જીકે હોસ્પિટલમાં ચાલતી હતી જોકે યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં લઇ જવામાં આવતો હતો ત્યારે હળવદ નજીક આ યુવાનનું મોત નિપજયું હોવાનું સામે આવ્યું છે જેથી બનાવને પગલે હળવદ પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here