Abtak Media Google News

અન્ય એક મુસાફર પાસે 15 લાખ રૂપીયા રોકડા મળી આવ્યા

શારજાહથી સુરત આવેલી ફલાઈટમાં આજે સવારે એક મુસાફરને 6 કરોડના હિરા સાથે પકડી પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય એક મુસાફર 15 લાખ રોકડા સાથે પકડાતા ખળભળાટમચી જવા પામ્યો છે ક્સ્ટમ્સ વિભાગ દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરવામા આવી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત અનુસાર આજે સવારે શારજાહથી સુરત ખાતે વહેલી સવારે આવેલી ઈન્ટરનેશનલ ફલાઈટમાં આવેલા એક મુસાફર પાસેથી 6 કરોડ રૂપીયાના હિરા પકડાયા હતા. કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ હાલ હિરા સાથે પકડાયેલા મુસાફરને પોતાના હિરાસતમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.

છ કરોડના હિરા પકડાતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઉપરાંત એક મુસાફર પાસેથી નિયત કરતા વધુ માત્રામાં રોકડ રકમ પકડાય છે. આ મુસાફર પાસે 15 લાખ રૂપીયા રોકડા મળી આવ્યા છે.તેની પણ વધુ પુછપરછ કરવામાં આવી રહી છે. 6 કરોડના હિરા શારજાહથી આવેલો મુસાફરો કોને આપવા માટે સુરત આવ્યો હતો. તે દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

સુરત એરપોર્ટ પરથી 6 કરોડ રૂપીયાના હિરા અને 15 લાખ રૂપીયા રોકડા પકડાતા રાજયના અન્ય એરપોર્ટ પર પણ કસ્ટમ્સ વિભાગ દ્વારા ચેકિંગ વધુ કડક બનાવી દેવામાં આવ્યું છે. સ્વાતંત્ર્ય પર્વ દરમિયાન હુમલાની દહેશતમાં આમ પણ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ સચેત બનાવી દેવામાં આવતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.