Abtak Media Google News

સોમવારે  સુપ્રીમના ચીફ જસ્ટીસને હોદેદારો મળશે:  બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના હોદેદારો  ધરણામાં જોડાયા

સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિખિલ કારેલની પટણા હાઈકોર્ટના જસ્ટિસ તરીકે ટ્રાન્સફર કરવાની ભલામણથી ગુજરાત હાઈકોર્ટના એડ્વોકેટ્સમાં ભારે નારાજગી જોવા મળી છે. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ એડ્વોકેટ્સ એસોસિએશન (જીએચએએ) દ્વારા શુક્રવારે સવારે હાઈકોર્ટના ગેટ નં. 2 પાસે શાંતિપૂર્ણ રીતે દેખાવો અને ધરણા યોજ્યા હતા. આ સમયે, મોટી સંખ્યામાં હાઈકોર્ટના સિનિયર, જુનિયર સહિત અનેક એડ્વોકેટ્સ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, ” બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (બીસીજી)ના ચેરમેને પણ

ધરણામાં હાજરી આપી હતી. મહત્વ  છે કે, આ ટ્રાન્સફરના વિરોધમાં 17 નવેમ્બરે જીએચએએ દ્વારા ઠરાવ મુજબ  હાઈકોર્ટના તમામ એડ્વોકેટ્સ ગુરુવાર બપોરથી અચોક્કસ મુદત માટે હાઈકોર્ટની કામગીરીથી અળગા રહ્ય છે. જેના લીધે, હાઈકોર્ટના તમા જસ્ટિસની કોર્ટમાં એડ્વોકેટ્સ હાજરી જોવા મળી ન હતી. જસ્ટિસ નિખિલ કારેલની ટ્રાન્સફરના વિરોધમાં   જીએચએએના પાંચ સભ્યોનુ પ્રતિનિધિમંડળ   ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ને સોમવારે બાર દોઢ વાગે  મળવા માટેનો સમય આપ્યો છે.

સોમવારે સવારે સાડા દસ વાગ્યે જીએચએએની જનરલ બોડીની બેઠક હાઈકોર્ટના ગેટ નં. બે પાસે મળે તેવી સંભાવના છે. જે સ્થિતિની સમીક્ષા કરાશે.

બીજી તરફ, બીસીજીના અધ્યક્ષે જણાવ્યું છે કે, હાઈકોર્ટના એડ્વોકેટ્સના ધરણામાં આવીને  વિગતો મેળવેલી છે. જો જીએચએએના સભ્યો દ્વારા આ મુદ્દા પર તેમનું સમર્થન માગવામાં આવશે તો આ અંગે બીસીજીના તમામ સભ્યોની એક બેઠક બોલાવશે અને આ મુદ્દા અંગે વિચારણા કરીને નિર્ણય લેવાશે. કેસની વિગત જોઈએ તો, જસ્ટિસ નિખિલ કારેલની અચાનક ટ્રાન્સફરથી  હાઈકોર્ટના એડવોકેટ્સમાં રોષની લાગણી છે.

દિલ્હી ખાતે  સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીઝને  મળવા જનારમાં  સીનીયર એડવોકેટમાં મિહિર ઠાકોર,  નિરૂપમ નાણાવટી, મિહિર જોષી, પર્સ કવિના, પૃથ્વીરાજ જાડેજા, હાર્દિક બ્રહ્મભટ્ટ અને બારના મહિલા પ્રતિનિધિ કૃતિશાહ સામેલ થનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.