Abtak Media Google News

DRIની કાર્યવાહી : પ્રાથમિક પૂછપરછમાં ડ્યુટી ફ્રી શોપના કર્મચારીની સંડોવણી પણ ખુલી

સોનાની દાણચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદ ખાતે દુબઈથી 8 કિલો સોનુ છુપાવીને લઈ આવેલો શખ્સ ઝડપાયો છે. તેની સાથે એક ડ્યુટી ફ્રી શોપના કર્મચારીની સંડોવણી પણ ખુલતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

ડીઆરઆઈ વિભાગેને મળેલી બાતમીને આધારે તેને દુબઈથી લેન્ડ થયેલી અમિરાતની ફ્લાઈટના એક પેસેન્જરની બેગમાંથી 4.21 કરોડની કિંમતનું 8 કિલો સોનું પકડી પાડ્યું છે. પેસેન્જરે આ બેગ ડ્યૂટી ફ્રી શોપમાં કામ કરતા કર્મચારીને ગ્રીન ચેનલ પહેલા આપી દેવાની હતી. આ કર્મચારી સોનાનો જથ્થો એરપોર્ટ બહાર કાઢી આપવાનો હતો. ડીઆરઆઈએ બંનેની ધરપકડ સાથે દાણચોરીમાં એરપોર્ટ પરની ડ્યૂટી ફ્રી શોપમાં કામ કરતા કર્મચારીની સંડોવણી પણ ખૂલી છે. છેલ્લા 1 મહિનામાં ડીઆરઈએ એરપોર્ટ સ્ટાફના 3 કર્મચારીની ધરપકડ કરી છે.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન  પેસેન્જરને કબૂલ્યું હતું કે તેણે અગાઉ દાણચોરીનું સોનું ગ્રીન ચેનલ પહેલાં એરપોર્ટ પર એક વ્યક્તિને સોંપ્યું હતું. વધુ તપાસમાં ગોલ્ડ મેળવનારની ઓળખ એરપોર્ટ ખાતેની ડ્યૂટી ફ્રી શોપમાં કર્મચારી તરીકે થઈ હતી. ડ્યૂટી ફ્રી શોપના કર્મચારીની ધપકડ બાદ તેણે પ્રાથમિક પૂછપરછમાં સ્વીકાર્યું હતું કે, દાણચોરીના સોનાનું ક્ધસાઈનમેન્ટ તેને મળવાનું હતું. તેણે અગાઉ પણ સોનાની દાણચોરીમાં મદદ કરી હોવાની કબૂલાત કરી હતી. ડીઆરઆઇ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે. તાજેતરમાં ડીઆરઆઈએ રૂ. 2.6 કરોડની કિંમતનું 4 કિલો સોનું જપ્ત કર્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.