Abtak Media Google News

હિન્દુસ્તાન જેને એક સમયે સોનાની ચીડિયા કહેવામાં આવતો હતો. તેની પાછળ કારણ હતું ભારતની સુખ સમૃદ્ધિ. પહેલાના રજવાડા પાસે એટલો ખજાનો હતો કે પુરા વિશ્વની નજર હિન્દુસ્તાન પર રહતી. આજે પણ દેશમાંથી આપણે નવા જુના કામ કરતા તે ખજાનાઓ મળી આવે છે. ભારતનું એક પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશ, જે સંપૂર્ણ બરફથી ઠંકાયેલું છે. અને આ સાથે ત્યાં ઠંકાયેલા છે તેના રહસ્ય, ખજાનાઓ.

હિમાચલ પ્રદેશની કેટલીક જગ્યાઓ મહાભારત કાળથી નિશાનીઓ આપે છે. જ્યારે કેટલાક સ્થળોના રહસ્ય હજી પણ અકબંધ છે. આ રહસ્યોમાં અબજો ખજાનાના રહસ્યો છુપાયેલા છે. હિમાચલ પ્રદેશમાં એક સરોવર છે, જેમાં આજની કિંમત લગાવીએ તો અબજોનો ખજાનો છુપાયેલ છે. જો કે, આજ સુધી કોઈએ પણ આ તળાવમાંથી ખજાનો કાઢવાનો પ્રયાસ કર્યો નથી.

Himachalમન્નત માટે અર્પણ કરવામાં આવે છે હીરા જવેરાતો

કમરુનાગ સરોવર હિમાલયના મુખ્ય સરોવરમાંનું એક છે. આ સરોવરનું નામ દેવતા કમરુનાગ પરથી પડ્યું છે.
લોકવાયકા છે કે, ભક્તો અહીંયા મંદિરના દર્શન કરવા આવે છે. પોતાની મનોકામના પુરી કરવા માટે આ સરોવરમાં સોના, ચાંદીના જવેરાતો પધરાવે છે. આ સાથે રૂપિયા અને પૈસા પણ અર્પણ કરે છે. દ્વાપર યુગથી આ પ્રથા ચાલી આવે છે, જેથી આજે સરોવરમાં અબજોનો ખજાનો છુપાયેલો છે.

આ સરોવરમાં જવેરાતો પધરાવાનો એક શુભ સમય હોય છે. જયારે દેવતાને ભોગ ધરવામાં આવે ત્યારે આ સરોવરમાં મન્નત માંગી જવેરાતો પધરાવામાં આવે છે. આ સરોવરમાં અરબોનો ખજાનો છે છતાં પણ કોઈ જાતની સુરક્ષા રાખવામાં આવી નથી .

Kamrunaagલોકોની આસ્થા છે કે આ સરોવરમાં જે ખજાનો છે, તેને કામરુનાગ દેવ રક્ષા કરે છે. આ સાથે દરેક લોકોની મનોકામના પૂર્ણ થાય છે. તેથી જ કોઈ ચોર, લુટેરા આ સરોવરમાં રહેલા જવેરાતને હાથ લાગવાની હિમ્મત કરતા નથી. સદીઓથી કામરુનાગ સરોવરમાં ખજાનો હેમખેમ પડ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.