Abtak Media Google News

રાજ્યભરના ચૂંટણી અધિકારીઓ સાથે ચૂંટણીપંચની વીડિયો કોન્ફરન્સ

રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ચૂંટણી શાખા દ્વારા તમામ 18 વોર્ડની પ્રાથમિક મતદાર યાદી તૈયાર કરી રાજય ચૂંટણી પંચને મોકલી દેવામાં આવી છે. 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આધારે તૈયાર કરવામાં આવેલી કોર્પોરેશનની મતદાર યાદીમાં 18 વોર્ડમાં 1064582 મતદારો છે.1 જાન્યુઆરી 2021ની સ્થિતિએ પ્રાથમિક મતદારયાદી તૈયાર કરવા આવશે. જેમાં હયાત મતદારોની સંખ્યામાં બેથી ત્રણ હજારનો વધારો થશે. આ સંદર્ભે આજે બપોરે રાજ્ય ચૂંટણી પંચ દ્રારા તમામ ચૂંટણી અધિકારીઓ સાથે બપોરે વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

મહાપાલિકાની સામાન્ય ચૂંટણી તારીખોનું એલાન આગામી જાન્યુઆરી માસમાં થઈ જાય તેવી સંભાવના જણાય રહી છે. દરમિયાન ગત સપ્તાહે કોર્પોરેશનની ચૂંટણી શાખા દ્વારા રાત ઉજાગરા કરી વિધાનસભાની મતદાર યાદી પરથી કોર્પોરેશનના 18 વોર્ડની મતદાર યાદી તૈયાર કરી રાજ્ય ચૂંટણી પંચને મોકલી દેવામાં આવી છે.

ચૂંટણી પંચ દ્વારા રાજ્યભરમાં મતદાર સુધારણા સંક્ષિપ્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આવેલી નામ કમી કરાવવાની અને નામ ઉમેરવાના અરજીઓનો હવે નિકાલ શરૂ કરવામાં આવશે.1 જાન્યુઆરી 2021ની સ્થિતિએ પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ કરવા માટેની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.જે અંતર્ગત આજે બપોરે ચૂંટણીપંચ દ્વારા રાજ્યભરના ચૂંટણી અધિકારીઓ સાથે એક વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને મતદાર યાદી તૈયાર કરવા માટેની કામગીરી અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ચાર ગામોનો ઉમેરો થયો છે.શહેરનો વ્યાપ વધતા મતદારોની સંખ્યામાં પણ વધારો થયો છે. શહેરના 18 વોર્ડમાં હાલ 1064582 મતદારો હોવાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે. દરમિયાન 1 જાન્યુઆરી 2021ની સ્થિતિએ પ્રાથમિક મતદાર યાદી તૈયાર કરવાની રહેશે. જેમાં મતદારોની સંખ્યામાં બે થી લઇ ત્રણ હજાર સુધીનો વધારો આવે તેવું લાગી રહ્યું છે બુથ પણ વધશે અને આ વખતે મતદારોને પણ કેટલીક સાવધાની સાથે મતદાન કરવાનું રહેશે. ચૂંટણીપંચ દ્વારા તમામ બૂથ પર સેનીટેશનની વ્યવસ્થા રાખવામાં આવશે અને મતદારોને યુઝ એન્ડ થ્રો ગ્લોઝ આપવાની વિચારણા પણ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.