Abtak Media Google News

ફિલ્મ નિર્માતા સાથે તમામ બાળ કલાકારો ઉપસ્થિત રહ્યા

અબતક, અરૂણ દવે

રાજકોટ

આજથી ચાર દાયકા પહેલાના જમાનામાં મનોરંજનના ટાંચા સાધનો વચ્ચે એક માત્ર ફિલ્મ સૌથી વિશેષ હતી. ફિલ્મની નાનકડી પટ્ટી મળે તો પણ સ્વર્ગ મળ્યાની ખુશી થઇ જતી હતી. બાકસના ખાલી ખોખાની છાપોને વાર્તા સ્વરુપે રજુ કરીને બાળકો તેની કલ્પના શકિત ખીલવતા હતા. આવી માર્મિક અને બચપણ સાથે વણાયેલી વાતોની ફિલ્મ ‘ધ લાસ્ટ ફિલ્મ શો’ (છેલ્લો દિવસ) આજકાલ ભારતમાં ઘુમ મચાવી રહી છે. આ ફિલ્મ ઓસ્કારમાં નોમિનેટ થઇ હોવાથી સમગ્ર વિશ્ર્વમાં અંગ્રેજી સબટાઇલ્સ સાથે પ્રેક્ષકો નિહાળી રહ્યા છે.

રાજકોટ આંગણે આ ફિલ્મનો પ્રિવ્યુ શો યોજાયો હતો. જેમાં ફિલ્મ નિર્માતા સાથે સમગ્ર કલાકારોની ટીમ હાજર રહી હતી. ફિલ્મ જોયા બાદ નાનકડા બાળકોના અભિનવની સૌએ સરાહના કરી હતી. આ ફિલ્મના નિર્માતા પાન નલીન વેલી ઓફ ફલાવર્સ, એંગે્ર ઇન્ડીયન ગોડેસીસ જેવી વિવિધ એવોર્ડ વિજેતા ફિલ્મના દિગ્દર્શન માટે વૈશ્ર્વિક જાણીતા છે.

એક આત્મકથા નાટક સમી અને ભૂતકાળના સિનેમાને શ્રઘ્ધાંજલી અર્પણી ફિલ્મ છેલ્લો શો છે. ગુજરાતના પશ્ર્ચિમ વિસ્તારના આકર્ષણને ઉજાગર કરીને ખાસ બાળપણની નિર્દોષતા અને સાર્વત્રિત જાદુની યાદ અપાવે છે. આ ફિલ્મમાં રાજકોટના કલાકાર અલ્પેશ ટાંકએ શિક્ષકનો રોલ કર્યો છે.

આ ફિલ્મમાં ભાવિન રબારી, વિકાસ બાટા, રીચા મીના, ભાવેશ શ્રીમાળી, દિપેન રાવલ અને રાહુલ કોલી જેવા ઉમદા કલાકારોએ અભિનય  આપ્યો છે. સેલ્યુલોઇથી ડીઝીટલમાં મોટા પાયે થયેલા બદલાવની સાક્ષી બને છે. રોબર્ટ ડોજારોના ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનીંગ ફીલ્મ તરીકે આ ફિલ્મ રજુ થયા બાદ વિવિધ આંતર રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણા પુરસ્કારો જીત્યા હતા. ફિલ્મે વિશ્ર્વભરના વિવેચકોમાં દિલ જીત્યા બાદ ગુજરાતી ભાષાની આ ફિલ્મ સમગ્ર ભારતના સિનેમા ઘરોમાં ધૂમ મચાવી રહી છે.

રોય કપૂર ફિલ્મ્સના નિર્માતા સિઘ્ધાર્થ રોય કપૂર અને જાુગાડ મોશન પિકચર્સ તથા ધીર મોમાયાના સંયુકત પ્રવાસોથી નિર્દેશક પાન નલીનની મહેનત રંગ લાવી છે. પ્રેક્ષકોને ફિલ્મ બહુ જ ગમી રહી છે. આ ફિલ્મે ગુજરાતનો ડંકો વિશ્ર્વ ભરમાં વગાડી દીધો છે.

ફિલ્મ રજુ થાય પહેલા એક બાળકલાકાર ‘રાહુલ કોલી’ નું અવસાન

આ ફિલ્મમાં લાલા ગેંગ નો એક બાળક છે જેનું નામ રાહુલ કોલી જે હાપામાં રીક્ષા ચલાવતા સામાન્ય પરિવારમાંથી આવે છે. ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવતાં આ કલાકાર ફિલ્મ રીલીઝ થાય એ પહેલા ગત માસે કેન્સરની બિમારીથી મૃત્યુ થયું હતું. ફિલ્મ નિર્માતા પાન નલીન આ બાળકની મેમરીમાં ટ્રસ્ટ બનાવીને તેના નાના-ભાઇ બહેન ખર્ચ ઉઠાવીને ફાઉન્ડેશન નિર્માણ કરેલ છે. સારવારમાં વેંચી નાખેલી રીક્ષા ફિલ્મ  નિર્માતાએ પૈસા ભરીને પરત અપાવીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડેલ હતું.

બાળ કલાકારો સાથે કામ કરવાનો અનુભવ અદભૂત રહ્યો: નિર્દેશક પાન નલિન

છેલ્લો દિવસ ફિલ્મના તમામ કલાકારોએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે બાળકો સાથે કામ કરવાનો આનંદ અદભૂત હતો. ફિલ્મમાં મુખ્ય મા-બાપનું પાત્ર ભજવતા રિચા મીના અને દિપેન રાવલે જણાવ્યું કે અમારી ફિલ્મ ઓસ્કારમાં નોમિનેટ થતાં ગુજરાતી ફિલ્મનો ડંકો વૈશ્ર્વિક જગતમાં ગુંજી ઉઠયો હતો. અબતક સાથે ભાવિન રબારી, વિકાસ બાટા, ભાવેશ શ્રીમાણી જેવા વિવિધ કલાકારોએ વાતચીત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.