સરગમ ચિલ્ડ્રનના સભ્યો માટે ‘હસાયરો’નો પ્રોગ્રામ યોજાયો

સરગમ ચિલ્ડ્રન કલબના સભ્યો માટે ડ્રોઈંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કુલ 325 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં બે ગ્રુપમાંથી 15+15 એમ કુલ 30 બાળકો વિજેતા થયા અને આકર્ષણ સર્ટિફિકેટ તથા ગીફટ સાથે આપવામાં આવી. આ પ્રોગ્રામનું સ્વાગત પ્રવચન ગુણવંતભાઈ ડેલાવાળા અને આભાર વિધી અલ્કાબેન ધામેલિયાએ કરેલ હતી.

હેમુગઢવી હોલમાં મન્સૂર ત્રિવેદી પ્રસ્તુત મેલોડી કલર્સ ઓરકેષ્ટ્રા કાર્યક્રમના કલાકાર સેફુદીન ત્રિવેદી, નિલેષભાઈ વસાવડા, કાજલ કથ્રરેચા અને દેવાંશી ચાંગેલા સાથે મિલનભાઈ ત્રિવેદી દ્વારા પોપટ શો રાખેલ હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન નીચે લેડીઝ કલબના કમિટી મેમ્બર ગીતાબેન હિરાણી, ચેતનાબેન સવજાણી, ડો.મધુરિકાબેન જાડેજા, અલ્કાબેન ધામેલિયા, જયશ્રીબેન મહેતા, વૈશાલીબેન શાહ, હેતલબેન થડેશ્ર્વર, છાયાબેન દવે, જયશ્રીબેન વ્યાસ, પુજાબેન વાળા આ તમામ લેડીઝ કલબના કમિટી મેમ્બરએ જહેમત ઉઠાવી હતી.