Abtak Media Google News

ત્રિદિવસીય  પ્રોગ્રામમાં 22થી વધુ કલાકારો થશે સહભાગી

ગુજરાત આર્ટ સોસાયટી તેમજ વાન ફાર્મના સંયુક્ત ઉપક્રમે યોજાનાર “આર્ટ કેમ્પ એન્ડ ટોક”નુ ઉદ્ધાટન તા. 9 ઓક્ટોબર  2022 ના સવારે 10 કલાકે  રાખવામાં આવેલ. જેમા મુખ્ય મહેમાન તરીકે   દેવાંગ પારેખ, પ્રિન્સીપાલ, ઈન્દુભાઈ પારેખ આર્કિટેક્ટ કોલેજ રાજકોટ,  કમલેશભાઈ પારેખ, ગુજરાતના જાણીતા સ્થપતિ અને ગુજરાતના જાણીતા સિદ્ધહસ્ત ચિત્રકાર વૃંદાવન સોલંકી તેમજ અતિથિ વિશેષ તરીકે ગૌરવ વાઢેર , આર્કિટેક્ટ, કાર્યશાળા રાજકોટ ઉપસ્થિતિ રહેશે.

રાજકોટથી તદ્દન નજીક વાન ફાર્મ, ન્યારી ડેમ – કાલાવડ રોડ ખાતે તા. 9મી ઓક્ટોબર થી 11મી ઓક્ટોબર સુધી રાજકોટ અને ગુજરાતના ખ્યાતનામ સ્થપતિ  કમલેશ પારેખના આમંત્રણને માન આપીને ગુજરાત આર્ટ સોસાયટીની  કોર કમિટીના સભ્યો   વૃંદાવન સોલંકી-અધ્યક્ષ, ગગજી મોણપરા, જામનગર, ઉમેશ ક્યાડા, રાજકોટ, ચંદ્રકાંત પ્રજાપતિ, સુરત, કૃષ્ણ પડિયા, વડોદરા, ગાયત્રી મહેતા, મુંબઈ, મિલન દેસાઈ, અમદાવાદ, નટુ ટંડેલ, સુરત, અજીત ભંડેરી, સુરત અને કૈલાશ દેસાઈ, અમદાવાદ, સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લા પ્રતિનિધિઓ હરદેવસિંહ જેઠવા, પોરબંદર, જે.પી.પડાયા, અમરેલી, ક્રિશ્ના પોપલીયા, જૂનાગઢ, રાજેશ મુલીયા, થાનગઢ અને શૈલેષ ડાભી, ભાવનગર ઉપરાંત રાજકોટ ચેપ્ટરના કમલેશ પારેખ (આમંત્રિત), વિરેશ દેસાઈ, સુરેશ રાવલ, મહેન્દ્ર પરમાર, નવનીત રાઠોડ, સજ્જાદ કપાસી અને ધર્મેન્દ્ર સાહની મળી 22 જેટલા કલાકારો કલા નિરૂપણ અને તેના પર ત્રણ દિવસ ચર્ચા કરવા આવી રહ્યા છે.  આ સમય દરમ્યાન તેઓની કલાકૃતિઓનુ પ્રદર્શન પણ યોજવામાં આવ્યુ છે તો રાજકોટના કલારસિકોને સાંજના 4 થી 6 વાગ્યા સુધી કલાસાધનામાં રત કલાકારોને અને કલાકૃતિઓને નિહાળવા આમંત્રણ આપવામાં આવેલ છે.

કલા સાથે ઓતપ્રોત આ સંસ્થા પોતાની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરવા અને રાજકોટને કલામય બનાવવા આવી રહી છે ત્યારે કલાકારો, કલા રસિકો આમંત્રિત કલાકારોનો વધુને વધુ લાભ ઉઠાવે તેવું સ્થપતિ અને આ કલાયજ્ઞના યજમાન  કમલેશ પારેખે તેમજ સંસ્થા ના સેક્રેટરી ઉમેશ ક્યાડા દ્વારા જણાવ્યમા આવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.